કેનેડામાં ભયાનક વિમાન અકસ્માત, 2 ભારતીયોના મોત

Canada Plane Crash Training Indian Students Death Embassy Working

કેનેડામાં ફ્લાઈટ ટ્રેનિંગ દરમિયાન ભયાનક અકસ્માત થયો છે. જેમાં 2 ભારતીય વિદ્યાર્થીઓના મોત થયાના અહેવાલ સામે આવી રહ્યા છે. 18 સપ્ટેમ્બરે કેનેડામાં બનાવ બન્યો હતો, દૂતાવાસે આજે સત્તાવાર રીતે માહિતી આપી હતી. ભારતીય વિદ્યાર્થીઓના મોત પર દૂતાવાસે શોક વ્યક્ત કર્યો હતો તેમજ બંને ભારતીય વિદ્યાર્થીઓના મૃતદેહ વતન પહોંચાડવા માટે કવાયત શરૂ કરી છે.

વાનકુંવર દૂતાવાસે આપી માહિતી

તમિલનાડુના મનોજ શિવકુમાર અને પોંડીચેરીના શ્રીસરણ તિરુગ્નાનસંબંથમ નામના બે વિદ્યાર્થીઓના ફ્લાઈટ ટ્રેનિંગ દરમિયાન મોત થયા છે. આ ઘટના અંગે દૂતાવાસે સોશિયલ મીડિયા X પર સત્તાવાર માહિતી દર્શાવી હતી. વાનકુંવર દૂતાવાસ તરફથી શોક વ્યક્ત કરવામાં આવ્યો હતો અને જરૂરી મદદની તમામ ખાતરી આપવામાં આવી છે.  

કેવી રીતે બની ઘટના ?

ભારતીય દૂતાવાસ તરફથી મળેલી માહિતી પ્રમાણે બંને વિદ્યાર્થી કેનેડામાં કમર્શિયલ ફ્લાઈટ ચલાવવા માટે અને એવિએશન ટ્રેનિંગનો અભ્યાસ કરી રહ્યા હતા. બંને વિદ્યાર્થી પાસે પાયલટ લાયસન્સ હતુ. વિમાન રેજિનાથી રવાના થઈ સ્ટાઈન બેક પહોંચવાનું હતુ, પરંતુ ત્યાં પહોંચ્યુ નહી ત્યારે ટ્રાન્સપોર્ટેશન સેફ્ટી બોર્ડને જાણ કરાઈ, 8 કલાકની ભારે જહેમત અને શોધખોળ બાદ વિમાનનો કાટમાળ સાસ્કેચેવાન પ્રાંતમાં મળ્યો હતો. જીવ ગુમાવનારા બંને વિદ્યાર્થીઓ કેનેડાની હાર્વ્સ એર ફ્લાઇટ સ્કૂલમાંથી ટ્રેનિંગ લઈ રહ્યા હતા.

Join WhatsApp

Join Now

Leave a Comment