ઈરાનના કેશમ દ્વીપ પર અમેરિકા દ્વારા હુમલો, ઈરાનનો જાસૂસી ડ્રોન તોડ્યાનો દાવો

iran-us-new-york-pezeshkian-visit-un-general-assembly

અમેરિકામાં આજે મિડટર્મ યોજાઈ રહી છે ત્યારે આવા સંવેદનશીલ વખતે જ અમેરિકાએ ઈરાન પર હુમલો કર્યો છે. ઈરાનના કેશમ દ્વીપ પર અમેરિકાએ વિસ્ફોટ કર્યાનો દાવો કરવામાં આવ્યો છે. લેંગેહ શહેરમાં પણ વિસ્ફોટ થયાના અહેવાલો સામે આવ્યા છે. વોલ સ્ટ્રીટ જર્નલે એવો અહેવાલ દર્શાવ્યો છે કે આ તમામ હુમલા અમેરિકાએ કર્યા છે. જો કે ઈરાની એજન્સીઓના અહેવાલમાં હુમલો અમેરિકા કે ઈઝરાયલ દ્વારા કરવામાં આવ્યો હોવાની પુષ્ટિ કરવામાં આવી નથી. ઈરાને દાવો કર્યો છે કે બે અમેરિકન જાસૂસી ડ્રોન તોડી પાડ્યા છે.

કેશમ દ્વીપ શા માટે મહત્વનો ?

કેશ્મ દ્વીપ આશરે 1,445 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલો ઈરાનનો સૌથી મોટો દ્વીપ છે. એક સમયે તે ફ્રી-ટ્રેડ ઝોન અને ટૂરિસ્ટ સ્પોટ માટે જાણીતો હતો, પરંતુ હવે તે એક મોટા સૈન્ય મથકમાં પરિવર્તિત થઈ ગયો છે. હોર્મુઝ સ્ટ્રેટના પ્રવેશદ્વાર પર આવેલો આ દ્વીપ વ્યૂહાત્મક રીતે અત્યંત મહત્વપૂર્ણ છે. અમેરિકા તેને અનેક કારણોસર મોટો સૈન્ય ખતરો માને છે. કેશ્મ દ્વીપની નીચે સુરંગો અને મીઠાની ગુફાઓનું મોટું નેટવર્ક છે. અહીં ઈરાને દરિયાકાંઠાની મિસાઇલ સિસ્ટમો અને ઝડપી હુમલો કરતી નૌકાઓ છુપાવી રાખી છે. દ્વીપની અંદર ઈરાને એવા સૈન્ય મથકો બનાવ્યા છે, જેમનો હેતુ દરિયાઈ માર્ગો પર નિયંત્રણ રાખવાનો છે. માનવામાં આવે છે કે અહીંથી હોર્મુઝ જળસંધિમાં જહાજોની અવરજવર રોકી અથવા મર્યાદિત કરી શકાય છે. હોર્મુઝ જળસંધિ વિશ્વના સૌથી મહત્વપૂર્ણ તેલ અને ગેસના દરિયાઈ માર્ગોમાંથી એક છે. અમેરિકાના જણાવ્યા મુજબ, ઈરાને કેશ્મ દ્વીપનો ઉપયોગ તેલ ટેન્કરોની અવરજવર રોકવા અથવા દબાણ બનાવવા માટે કર્યો છે.

અમેરિકા હુમલો કરવાની ફિરાકમાં ન હોવાનો ટ્રમ્પનો દાવો

અમેરિકી પ્રમુખ ટ્રમ્પે જણાવ્યુ હતુ કે અમેરિકા હાલમાં ઈરાન પર ફરીથી હુમલો કરવાની તૈયારી કરી રહ્યું નથી. તેમણે કહ્યું હતું કે તેહરાન સાથે કરાર થઈ શકે છે. પત્રકારોએ ટ્રમ્પને પૂછ્યું કે શું તેઓ મંગળવારે યોજાનારી અમેરિકાની મિડટર્મ ચૂંટણી બાદ ઈરાન પર હુમલો કરવાનું વિચારી રહ્યા છે? તેના જવાબમાં તેમણે કહ્યું- “ના.” ટ્રમ્પે ઈરાન સાથે કરાર થવાની પણ આશા વ્યક્ત કરી. તેમણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને દાવો કર્યો કે ઈરાન સાથે મોટા યુદ્ધની આશંકા ઘટવાને કારણે તેલના ભાવમાં પ્રતિ બેરલ આશરે 10 ડૉલરનો ઘટાડો થયો છે. ટ્રમ્પે તેને રેકોર્ડ ઘટાડો ગણાવ્યો.  31 ઑક્ટોબરે તેલના ભાવ પ્રતિ બેરલ 118 ડૉલર હતા. 1 નવેમ્બરે તે ઘટીને પ્રતિ બેરલ 108 ડૉલર પર પહોંચી ગયા.

Join WhatsApp

Join Now

Leave a Comment