નેતન્યાહુ સત્તા મેળવવા માટે વિપક્ષ સાથે જોડાવા પણ તૈયાર, ઈઝરાયલમાં ગેમ ચેન્જ

ઈઝરાયલમાં ચૂંટણીઓ બાદ દર કલાકે નવા નવા સમીકરણો સામે આવી રહ્યા છે. 27 ઓક્ટોબરે યોજાયેલી ચૂંટણીમાં કોઈ પણ પક્ષને બહુમતી હાંસલ થઈ નથી. દેશમાં ત્રિશંકુ સંસદના નિર્માણ જેવી સ્થિતિ ઉભી થઈ છે. કુલ 120 સભ્યો ધરાવતી ઈઝરાયલી નેસેટમાં સરકાર રચવા માટે 61 બેઠકોની જરૂરિયાત છે, પરંતુ વર્તમાન વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુનું લિકુડ પ્રમુખપદ હેઠળનું જૂથ માત્ર 53 બેઠકો પર જ અટકી ગયું છે. જેમાં તેમની પોતાની લિકુડ પાર્ટીને 27 બેઠકો મળી છે.

જાહેરમાં આનાકાની પણ વિકલ્પ ખુલ્લો રાખ્યો

બીજી તરફ, ગાદી આઇઝનકોટના નેતૃત્વ હેઠળના વિપક્ષી જૂથને 48 બેઠકો યશાર, ટુગેધર, ડેમોક્રેટ્સ, વાઈબીને મળી છે, જ્યારે ઐતિહાસિક સફળતા મેળવતાં અરબ પાર્ટીઓ જોઈન્ટ લિસ્ટ 11 અને રઆમ 8નેએ 19 બેઠકો પર વિજય મેળવીને કિંગમેકરની ભૂમિકા હાંસલ કરી છે. સત્તા ગુમાવવાની આશંકા વચ્ચે, નેતન્યાહુએ સાર્વજનિક રીતે ભલે રાષ્ટ્રીય એકતા સરકારના વિચારને ફગાવ્યો હોય, પરંતુ લિકુડ પાર્ટીના આંતરિક સૂત્રો મુજબ તેઓ વિપક્ષી નેતા ગાદી આઇઝનકોટ સાથે ગઠબંધનના તમામ શક્ય વિકલ્પો પર ગંભીર વિચારણા કરી રહ્યા છે.

પહેલ ન કરે તો સત્તા ગુમાવવાનો ડર

નેતન્યાહુને ભય સતાવી રહ્યો છે કે જો તેઓ પહેલ નહીં કરે તો આઇઝનકોટ તેમને સત્તા પરથી હટાવવા માટે 19 બેઠકો ધરાવતી અરબ પાર્ટીઓ અને અલ્ટ્રા-ઓર્થોડોક્સ પક્ષો સાથે હાથ મિલાવીને 67 બેઠકોનું નવું સમીકરણ બનાવી શકે છે. જોકે, આઇઝનકોટ ગઠબંધનમાં જોડાવા માટે અરબ પક્ષો પાસે હમાસને આતંકી સંગઠન ગણવાની અને તેમના હથિયારો જપ્ત કરવાના સમર્થનની શરતો મૂકી રહ્યા છે.

આઇઝનકોટ કટ્ટરપંથીઓ સાથે મળી સરકાર રચે તેવો ભય

આઇઝનકોટની પાર્ટી યાશાર 21 બેઠકો જીતીને વિપક્ષની સૌથી મોટી પાર્ટી બની છે. હવે જો આઇઝનકોટની યાશાર પાર્ટી અરબ પાર્ટીઓ સાથે ગઠબંધન કરે છે, તો તેમની પાસે 67 બેઠકો થઈ જશે. નેતન્યાહુની પાર્ટી લિકુડના નજીકના સૂત્રોએ જણાવ્યું કે વડાપ્રધાન તમામ વિકલ્પો પર વિચાર કરી રહ્યા છે. તેઓ આઇઝનકોટ સાથે ગઠબંધનની શક્યતાને પણ નકારી રહ્યા નથી, જોકે જાહેરમાં તેઓ સંયુક્ત સરકાર બનાવવાની યોજનાનો ઇનકાર કરી ચૂક્યા છે. સૂત્રોના જણાવ્યા મુજબ, નેતન્યાહૂને ચિંતા છે કે આઇઝનકોટ આરબ પાર્ટીઓ અને કટ્ટરપંથી યહૂદી ધાર્મિક પક્ષો સાથે મળીને વૈકલ્પિક સરકાર બનાવી શકે છે. આના કારણે તેમને સત્તા પરથી હટવું પડી શકે છે.

Join WhatsApp

Join Now

Leave a Comment