અમેરિકાના ફ્લોરિડામાં મોટી વિમાન દુર્ઘટના, 9ના મોત

Florida Plane Crash: ફ્લોરિડામાં ટ્રમ્પના ઘરથી 11 કિલોમીટર દૂર એક પ્લેન ક્રેશ થવાની હ્રદયદ્રાવક ઘટના સામે આવી છે, જેમાં 9 ના નિર્મમ મોત થયા છે. ફ્લોરિડાના પામ બીચ પર આ અકસ્માત થયો હતો. વિમાન ટેક્સાસના ઑસ્ટિનથી રવાના થયુ હતુ અને તેમાં સવાર પાયલટ સહિત 9ના મોત થયા છે. પ્રાઈવેટ બિઝનેસ જેટ અનિયંત્રિત થઈને ક્રેશ થઈ ગયુ હતુ. આ લિયરજેટ 60 N722BD વિમાન હતુ, જેમાં 2 એન્જિન હોય છે અને એક વખતમાં 4400 કિલોમીટર ઉડાન ભરી શકે છે.

પાયલટે ક્રેશ પહેલા મે ડે મે ડે સિગ્નલ આપ્યા હતા

રવિવારે બપોરે 12.30 વાગ્યા આસપાસ અચાનકથી એક પ્રાઈવેટ બિઝનેસ જેટ ફ્લોરિડાના પામ બીચ પર મિસાઈલની જેમ ક્રેશ થઈને તૂટી પડ્યુ. જેટ વિમાનમાંથી પાયલટે મે ડે મે ડે સિગ્નલ આપ્યા હતા અને કંટ્રોલરૂમને ઓવરસ્પિડની જાણકારી પણ આપી હતી તદુપરાંત તેઓ અચાનકથી પ્રતિ મિનિટ 20 હજાર ફૂટથી વધુ ઝડપે નીચે જઈ રહ્યા હતા અને પાયલટના છેલ્લા શબ્દો હતા, “હે ભગવાન, અમારી પાસે સમય બચ્યો નથી.”

સોશિયલ મીડિયા પર પ્લેનક્રેશનો વીડિયો વાયરલ

પ્રત્યક્ષદર્શીઓ અને કારચાલકોએ બનાવેલો પ્લેન ક્રેશનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક વિમાન ખૂબ જ ઝડપી ગતિએ સીધુ જ જમીન સાથે ટકરાય છે અને આગ લાગવાની ઘટના બને છે, આ પ્રકારનો વીડિયો પણ સામે આવ્યો છે. આ ઘટનાથી રસ્તાની આસપાસ ખાડો પણ પડી ગચો હતો. અમેરિકાના પરિવહન સચિવ શોન ડફીએ એક નિવેદનમાં જણાવ્યું કે ફ્લોરિડાના પામ બીચ કાઉન્ટીમાં આજે થયેલો વિમાન અકસ્માત એક ભયાનક દુર્ઘટના છે. ડફીએ જણાવ્યું કે આ વિમાન ‘લિયરજેટ 60’  હતું, જે ટેક્સાસના ઓસ્ટિનથી રવાના થયું હતું અને બહામાસ જઈ રહ્યું હતું.

રાષ્ટ્રપતિના ઘરથી 11 કિલોમીટર દૂર દુર્ઘટના

અક્સમાત ફ્લોરિડામાં ડૉનાલ્ડ ટ્રમ્પના ઘરથી માત્ર 11 કિલોમીટર જ દૂર થયો છે. એ સમયે ટ્રમ્પ ફ્લોરિડા સ્થિત ઘરમાં જ ઉપસ્થિત હતા અને અકસ્માતના અડધો કલાક પહેલા જ પ્રેસિડન્ટ ડૉનાલ્ડ જે. ટ્રમ્પ ઈન્ટરનેશનલ એરપોર્ટથી રવાના થયા હતા. સદનસીબે પ્લેન ઘરોની ઉપર ક્રેશ ન થયુ, અન્યથા સ્થાનિક રહેવાસીઓ સહિત મોટી સંખ્યામાં લોકોએ જીવ ખોવાનો વારો આવ્યો હોત.

પ્લેનક્રેશના કારણ અંગે તપાસ શરૂ

પ્લેન ક્રેશની ઘટના અંગે જાણકારી મળતા જ પામ બીચ કાઉન્ટિ શરીફ કાર્યાલય દ્વારા ટ્રાફિક થોડા સમય માટે રોકી દેવાયો હતો, વાહન વ્યવહાર બંધ કરી દેવાયો હતો અને ફાયર ફાઈટર સહિતની ઈમરજન્સી ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. વિમાન દુર્ઘટનાગ્રસ્ત કેમ થયુ તે અંગે સ્પષ્ટ કારણ જાણવા મળ્યુ નથી. કેટલાક પ્રત્યક્ષદર્શીઓ એવો દાવો કરે છે કે ક્રેશ થતા પહેલા પ્લેન વીજળીની લાઈન સાથે ટકરાયુ હતુ, પરંતુ આ દાવા અંગે અધિકારીઓએ પુષ્ટિ કરી નથી. નેશનલ ટ્રાન્સપોર્ટેશન સેફ્ટી બોર્ડ આ કેસની તપાસ કરશે.

Join WhatsApp

Join Now

Leave a Comment