માર્ક ઝકરબર્ગે Muse AI આસિસ્ટન્ટ લૉન્ચ કર્યુ

Mark Zuckerberg Meta Muse AI Assistant Kitchen Size Networth Tech Story

મેટાના CEO માર્ક ઝકરબર્ગ ફેસબુક, ઈન્સ્ટાગ્રામ જેવી એપ્સ સુધી મર્યાદિત ન રહીને કંપનીને એઆઈ સુપરપાવર બનાવવા મથી રહ્યા છે. માર્ક ઝકરબર્ગે મેટા કનેક્ટ ઈવેન્ટમાં Muse Charm રજૂ કર્યુ છે. આ એક નાનકડુ એવુ કિચનની સાઈઝનું ગેઝેટ છે. MuseAI ટિકિટ પણ બુક કરી શકે છે.        

શું છે Muse AI આસિસ્ટન્ટ ?

માર્ક ઝકરબર્ગની મેટા કંપની હવે ફેસબુક અને ઈન્સ્ટાગ્રામને બદલે AI પર હાથ અજમાવશે. આ માટે જ તેમણે મ્યુસ રેન્જના અલગ અલગ ડિવાઈઝને લોન્ચ કરવાના શરૂ કર્યા છે. આ શ્રેણીમાં કીચેઈન સાઈઝનું મ્યુસ એઆઈ આસિસ્ટન્ટ લોન્ચ કર્યું છે. આ ડિવાઈઝ એપલ એરપોડ્સના કેસની સાઈઝ જેટલું જ છે. ઈ-મેઈલ મોકલવો, ટિકિટ બુક કરવી, ઓનલાઈન ખરીદી કરવી અથવા મોટા કામને નાના-નાના ભાગમાં વિભાજિત કરી દેવુ AI નું મુખ્ય કામ છે. Muse વેબસાઈટ ખોલી ફોર્મ પણ ભરી શકે છે. જરૂર પડ્યે વાતચીત પણ કરી શકે છે.


2 ઈંચની ટચસ્ક્રીન ધરાવતા ડિવાઈઝમાં બિલ્ટ-ઈન 5-જી છે. જેથી તમારે દરેક વખતે સ્ક્રીન સામે જ બેસી રહેવુ જરૂરી નથી. તે બૅકગ્રાઉન્ડમાં ચાલુ રહેશે, જેથી એપ ખોલ્યા વિના જ AI સાથે કનેક્ટ કરી શકાય છે. તેનો મુખ્ય ઉપયોગ AI સાથે વાતચીતનો છે. માર્ક ઝકરબર્ગે કહ્યુ કે, સ્માર્ટ ચશ્માં ન પહેર્યા હોય ત્યારે આ ડિવાઈસ ઉપયોગી બનશે. તે આસપાસના વિસ્તારની સચોટ માહિતી આપશે. મેટાએ મ્યુસને રિયલ ટાઈમ વોઈસ અને અવતારને એક નાનકડા ડિવાઈસમાં પેક કર્યો છે.

કેવી રીતે કામ કરશે Muse AI ?

સામાન્ય રીતે AIને કોઈપણ સવાલ પૂછવા ફોન કાઢવો પડે, એપ ખોલવી પડે. પરંતુ Muse AI ના ઉપરના ખૂણામાં ફિંગરપ્રિન્ટ સેન્સર છે. તેને ટેપ કરતા ફોન અનલોક કર્યા કે એપ ખોલ્યા વિના મેટાના AI સાથે વાતચીત થઈ શકે છે. આ ડિવાઈસ કે જેને ખિસ્સામાં રાખી શકાય છે અથવા કીચેઈન સાથે લગાવી શકાય છે જેથી તે હંમેશા સાથે રહે છે.

ઝકરબર્ગની નેટવર્થમાં ૨૫ બિલિયન ડોલરનો ઉછાળો

સપ્ટેમ્બરમાં જ Muse ની શરૂઆતથી જ મેટાના શેરમાં મોટી તેજી જોવા મળી હતી. કંપનીની માર્કેટ વેલ્યુ 200 અરબ ડૉલર સુધી વધી ગઈ છે. જેની અસર માર્ક ઝકરબર્ગની સંપત્તિ પર પણ પડી છે. બુધવારે માર્ક ઝકરબર્ગની સંપત્તિમાં 4 અરબ ડૉલરનો વધારો થયો છે અને તે દુનિયાના પાંચમા સૌથી અમીર વ્યક્તિ બની ગયા છે. મ્યુસ ચાર્મના લોન્ચ બાદ સૌથી વધુ ફાયદો માર્ક ઝકરબર્ગને થયો. રિપોર્ટ મુજબ, રોકાણકારોને મ્યુસ એઆઈ પસંદ આવ્યું. જેથી તેમની નેટવર્થમાં પણ ઉછાળો થયો.

Join WhatsApp

Join Now

Leave a Comment