ગુજરાત નેશનલ વર્લ્ડ સ્પોર્ટ્સ એન્ટરટેઈનમેન્ટ ટેકનોલોજી લાઈફ સ્ટાઈલ વેબ સ્ટોરી એસ્ટ્રોલોજી

SAMSUNG ને ટક્કર આપવા આવી ગયો છે APPLE નો પહેલો I PHONE DUO

Apple ની વાર્ષિક ઈવેન્ટમાં iPhone 18 પ્રો સિરીઝ સાથે iPhone FOLD ULTRA ભારતમાં લૉન્ચ કરવામાં આવ્યો. Appleના સૌ પહેલા બુક સ્ટાઈલ ફોલ્ડેબલ સ્માર્ટફોનને iPhone DUO નામ આપવામાં આવ્યુ છે.  નાઈટ સ્કાય અને સ્ટાર વ્હાઈટ રંગમાં લૉન્ચ iPhone DUOની શરૂઆતી કિંમત 2.99 લાખ રૂપિયા છે.

iPhone DUO પાસપોર્ટ બુકની સાઈઝમાં લૉન્ચ કરવામાં આવ્યો છે. જેમા 5.4 ઇંચની કવર ડિસ્પ્લે અને અંદર 7.6 ઇંચની મેઇન સ્ક્રીન આવે છે. તે એપલ iPhone ની સૌથી મોટી ડિસ્પ્લે છે. ફોલ્ડેબલ ફોન સાથે એપલે iPhone 18 Pro અને iPhone 18 Pro Max લોન્ચ કર્યા છે. 

જાણો Iphone DUO માં શું છે ખાસ અને શા માટે ચારેકોર તેની આટલી ચર્ચાઓ છે

સૌ પ્રથમ તો 2.99 લાખ સુધીની કિંમતના કારણે I phone DUO સૌથી વધારે ચર્ચામાં છે. 3 લાખથી શરૂ થતા ફોનની કિંમત સ્ટોરેજના હિસાબથી વધે છે. 2 TB સ્ટોરેજ ધરાવતો I phone DUO ની કિંમત 4.49 લાખ રૂપિયાની છે. જે અત્યાર સુધીનો મોંઘામાં મોંઘો ફોન માનવામાં આવે છે.

iPhone Duo ચિપસેટ

iPhone Duo  માં સૌથી પાવરફુલ મોબાઇલ ચિપસેટ Apple A20 Pro ચિપસેટ આપી છે, તે 2 નેનોમીટર ફેબ્રિકેશન્સ પર બનેલું હેક્સા કોર પ્રોસેસર છે, જેમા 2.6 ગીગાહર્ટ્ઝ ક્વાડ કોર અને 4.9 ગીગાહર્ટ્ઝની ટોપ ક્લોક સ્પીડ વાળો ડ્યુઅલ કોર સામેલ છે. આ એપલ પ્રોસેસરમાં 1.6 ગીગાહર્ટ્ઝ ક્લોક સ્પીડ વાળું 7 કોર GPU અને 32-core ANU એટલે એપલ ન્યૂરલ એન્જિન પણ સામેલ છે.

iPhone Duo કેમેરા

iPhone Duo  માં ચાર સેન્સર છે. ડ્યુઅલ રિયર કેમેરા સપોર્ટ કરે છે, જેમા LED ફ્લેશ સાથે F/1.6 અપર્ચર વાળો 48 મેગાપિક્સલનો મેઇન કેમેરા મળે છે, જે F/2.2 અપર્ચર વાળો 48 મેગાપિક્સલ અલ્ટ્રા વાઇડ એંગલ લેન્સ સાથે મળીને કામ કરે છે. તેનાથી 2x ફોટો લઈ શકાય છે. 10x Digital zoom સપોર્ટ કરે છે.  મેઈન ડિસ્પ્લે પર જ ફેસટાઈમ કેમેરા ફિટ કરવામાં આવ્યો છે.

iPhone Duo ડિસ્પ્લે

આ ફોલ્ડેબલ ફોનની ફ્રેમ એલ્યુમિનિયમની છે, જેનાથી તે મજબૂત રહે છે. ફોનની થિકનેસ માત્ર 5.2mm છે, જે તેને દુનિયાના સૌથી પાતળા ફોલ્ડેબલ ફોનની યાદીમાં સ્થાન અપાવે છે. ફોનને ફોલ્ડ કરવાથી તેની જાડાઇ 11.3mm થઇ જાય છે. ફોનનું વજન 254 ગ્રામ છે. એપલ કંપનીએ આ ફોનમાં Titanium Hinge નો ઉપયોગ કર્યો છે. 1878 x 2670 પિક્સલ રિઝોલ્યુશન સપોર્ટેડ 7.6 ઇંચની મેન સ્ક્રીન છે. ફોનમાં 5.4 ઇંચની કવર ડિસ્પ્લે છે, જે  1398 x 2034 પિક્સલ રિઝોલ્યુશન સપોર્ટ કરે છે. એપલ ફોલ્ડેબલ ફોનમાં બંને ડિસ્પ્લે પર કંપનીએ OLED પેનલનો ઉપયોગ કર્યો છે. તે ProMotion સ્ક્રીન પર 1Hz થી લઇ 120Hz રિફ્રેશ રેટ સપોર્ટ કરે છે અને 3000nits બ્રાઇટનેસ આપે છે. સ્ક્રીન પ્રોટેક્શન માટે કંપનીએ તેના Ceramic Shieldનો ઉપયોગ કર્યો છે. આ બંને જ Super Retina XDR ડિસ્પ્લે છે.

Join WhatsApp

Join Now

Leave a Comment