Sachin Tendulkar ChatGPT : ક્રિકેટ જગતના બેતાજ બાદશાહ સચિન તેંદુલકર હવે ટેક વર્લ્ડ સાથે ભાગીદારી કરી રહ્યા છે. ટેકનોલોજી ક્ષેત્રની આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ કંપની OpenAI સાથે ખાસ કરાર કર્યો છે સચિન તેંદુલકરે. હવે AI ના નવા ફિચર્સ સચિન તેંદુલકર દુનિયાને બતાવશે.
ક્રિકેટની પીચ પર અનેક રેકોર્ડ બનાવનાર દિગ્ગજ ક્રિકેટર સચિન તેંદુલકર હવે ટેકનોલોજીની દુનિયામાં નવુ સોપાન સર કરવા જઈ રહ્યા છે. ફેમસ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ કંપની OpenAI સાથે મોટુ કોલરાબરેશન કર્યુ છે. આ પાર્ટનરશીપનો મુખ્ય હેતુ ChatGPT ના ઉપયોગ અને ફાયદા લોકો સુધી પહોંચાડશે સચિન તેંદુલકર.
સચિન તેંદુલકરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર જાહેરાત કરી હતી. સાથે જ એક વીડિયો પણ શેર કર્યો હતો. ટેકનોલોજી વર્લ્ડમાં પાપા પગલી કરતાં સચિને કહ્યુ હતુ, કે આ મારો નવો જ અનુભવ છે અને મારી જિજ્ઞાસાવૃત્તિને પોષવામાં ChatGPT ઘણું જ મદદરૂપ સાબિત થાય છે. મારા મનમાં એક બાદ એક ઉઠતા સવાલોના જવાબો મેળવવા ChatGPT વધુ ઉપયોગી સાબિત થયુ છે અને એ સવાલો કરવાની આદતમા ChatGPT એ જ વધારો કર્યો છે. આ સિવાય ChatGPT દ્વારા અન્ય કઈ નવી બાબતો થઈ શકે તે શોધવું, ઉપયોગી અનુભવો લોકો સાથે શેર કરવા અને લોકોને પોતાની જરૂરિયાત મુજબ આ AI ટૂલ વાપરવા પ્રોત્સાહિત કરવાનું પણ જણાવ્યું.
ChatGPT થી ફેમિલી ટ્રિપનું આયોજન કર્યુ
સચિન તેંદુલકરે AI સાથેનો એક અનુભવ વર્ણવતા કહ્યુ હતુ કે એક વખત જ્યારે અમે પરિવાર સાથે ટ્રિપ પર ગયા હતા ત્યારે ChatGPT એ ટ્રિપ પ્લાનિંગ કરવામાં ઘણી મદદ કરી હતી. ChatGPT રોજિંદા કામમાં મનુષ્યોને ઘણુ ઉપયોગી સાબિત થઈ રહ્યુ છે. આ અનુભવ બાદ તેમને સમજાયુ કે આ ટૂલ મનુષ્યોની જિંદગી સાથે વણાઈ જવુ જોઈએ.
ભારતમાં ChatGPT નો વ્યાપ વધી રહ્યો છે
OpenAI ભારત જેવા વિશાળ માર્કેટમાં ChatGPT અને પોતાની બીજી AI સર્વિસનો વ્યાપ વધારવા સતત પ્રયાસ કરી રહી છે. ભારતમાં સચિન તેંડુલકરની લોકપ્રિયતા અને ફેન ફોલોઇંગ જોરદાર છે. જેથી તેમની સાથેની આ ભાગીદારીથી દેશના સામાન્ય લોકો સુધી AI ટેકનોલોજીને સરળતાથી પહોંચાડવામાં મદદ મળશે. સચિન ઈચ્છે છે કે લોકો પોતાની જરૂરિયાત અને વિચારો મુજબ ટેકનોલોજીનો સકારાત્મક ઉપયોગ કરતા શીખે.














