CJP ના પ્રદર્શન પહેલા દિલ્હી બંધ થવા પર સુપ્રીમ કોર્ટની ટકોર

દિલ્હીમાં આવતીકાલે મોટાપાયે CJP દ્વારા પ્રદર્શનને લઈને દિલ્હી પોલીસ અને વહીવટી પ્રશાસન દ્વારા જે અભેદ્ય કિલ્લા જેવો માહોલ ઉભો કર્યો હતો તેને લઈને સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ વકીલોએ સુનાવણી માટેની અરજી કરી હતી. સુપ્રીમ કોર્ટે આ અંગે સુનાવણી કરતા ટિપ્પણી કરી છે કે મેટ્રો અને ટ્રાફિકને સંપૂર્ણપણે રોકી ન શકાય.

આવતીકાલે દિલ્હીના જંતર-મંતર પર કોકરોચ જનતા પાર્ટી દ્વારા પ્રદર્શનને લઈને સુપ્રીમકોર્ટે આકરા શબ્દોમાં ટીકા કરી છે કે પ્રદર્શન માટે સામાન્ય નાગરિકોને અગવડતા ન પડવી જોઈએ. જસ્ટિસ સૂર્યકાંતે ટિપ્પણી કરી છે કે દિલ્હી-NCR ના કરોડો લોકો મેટ્રોનો આવન-જાવન માટે ઉપયોગ કરે છે, મેટ્રો સંપૂર્ણપણે બંધ કરીને તેઓની અગવડતામાં વધારો ન કરી શકાય. દેશની સર્વોચ્ચ અદાલતે દિલ્હીના અધિકારીઓને યોગ્ય નિયમન સાથે ચાલુ રાખવી જરૂરી છે, આ માટે લેવામાં આવેલા નિર્ણયોનો પ્રચાર થવો જરૂરી છે જેથી સામાન્ય નાગરિક સુધી તમામ માહિતી પહોંચી શકે અને કોઈ ગેરમાર્ગે ન દોરાય.

દેશની સર્વોચ્ચ અદાલતે સંપૂર્ણ રોક અને નિયમન સાથે આવન-જાવન પર સ્પષ્ટતા કરી હતી અને સોલિસિટર જનરલ તુષાર મહેતાએ આ અંગે ખાતરી આપી હતી કે સંબંધિત અધિકારીઓ આ અંગે ફરીથી વિચારણા અને ચર્ચાઓ કરશે અને મેટ્રો અને રેલ સેવાઓ યોગ્ય નિયમન સાથે ચાલે તેવો પ્રયાસ કરશે.

સુપ્રીમ કોર્ટે સુનાવણી દરમિયાન સ્પષ્ટ આદેશ આપ્યા છે કે મેટ્રો અને રેલ સેવા સંપૂર્ણપણે પ્રભાવિત નહી થાય, સાથે જ અધિકારીઓને મેટ્રો અને રેલ સેવાઓ માટે લેવામાં આવેલા નિર્ણયનો યોગ્ય રીતે પ્રચાર થાય તે માટે પણ પગલા લેવા જણાવ્યુ છે, જેનાથી મુસાફરો સુધી યોગ્ય માહિતી પહોંચી શકે તેમજ તેમને અસુવિધાનો સામનો ન કરવો પડે. સુપ્રીમ કોર્ટે સુરક્ષા વ્યવસ્થા યોગ્ય પ્રકારે રાખવા પર જોર આપ્યુ હતુ, પરંતુ તેના લીધે સાર્વજનિક પરિવહન સેવાઓ પર રોક લગાવવી તેને અયોગ્ય ઠેરવ્યુ હતુ.

સુપ્રીમ કોર્ટે મેટ્રો દ્વારા જાહેર કરવામાં આવેલી નોટિસ મુદ્દે પણ સ્વયં સંજ્ઞાન લીધુ છે. જસ્ટિસ જોયમાલ્યા બાગચીએ જણાવ્યુ હતુ કે મેટ્રો નોટિસમાં એક તરફ ફ્રીકવન્સી ઘટાડવાની વાત છે તો બીજી તરફ મેટ્રો સ્ટેશનો પર સંપૂર્ણ પ્રતિબંધ છે. મેટ્રોની ફ્રીકવન્સી ઘટાડવી તે નિયમન કહી શકાય પરંતુ મેટ્રો સ્ટેશન જ બંધ કરવા તે યોગ્ય નથી. બંને વાતોમાં વિરોધાભાસ અંગે જસ્ટિસ જોયમાલ્યા બાગચીએ ધ્યાન દોર્યુ છે અને યોગ્ય રીતે નોટિસ આપવા અને સર્ક્યુલેટ કરવા જણાવ્યુ છે.

CJI સૂર્યકાંતે ટિપ્પણી કરી હતી કે પ્રદર્શન સ્થળને લઈને સામાન્ય લોકોને કેટલીક તકલીફો પડી શકે છે, પરંતુ યોગ્ય સ્થળની પરવાનગી આપવામાં આવે તો લોકોને અગવડ પણ ઓછી પડે અને પ્રદર્શનકારીઓ પણ વિરોધ નોંધાવી શકે. જસ્ટિસે પ્રદર્શન સ્થળ પર પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાની પણ વાત કહી હતી, કે ત્યાં કોઈની પણ તબિયત લથડી શકે છે. બાળકોને પણ સુરક્ષા વ્યવસ્થા અને મેડિકલની જરૂર પડી શકે છે તેવી સ્થિતિમાં સ્વાસ્થ્ય અને અન્ય સેવાઓ ઝડપથી પહોચી શકે તે માટેની વ્યવસ્થા કરવી જરૂરી છે.

સોલિટિસર જનરલે જવાબમાં CJP દ્વારા અગાઉના આંદોલનનો ઉલ્લેખ કર્યો હતો. અગાઉ CJP ને 20 જૂને 10 વાગ્યાથી 4 વાગ્યા સુધીના પ્રદર્શન માટે પરવાનગી આપવામાં આવી હતી, પરંતુ તે આંદોલન 17 દિવસ સુધી ચાલ્યુ હતુ અને તેમાં કેટલાક આદેશ અને શરતોનું પણ ઉલ્લંઘન થયુ હતુ. સંસદ પાસે પ્રતિબંધિત વિસ્તારમાં પણ પ્રદર્શન યોજવાનો પ્રયાસ થયો હતો.

સુપ્રીમ કોર્ટે સુનાવણી દરમિયાન કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે અંગે ભાર મૂક્યો છે.

Join WhatsApp

Join Now

Leave a Comment