ગાંધીનગર મનપા ચૂંટણીઓમાં ભાજપની હેટ્રિક, કોંગ્રેસે લાજ બચાવી

ગુજરાતના પાટનગર ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીઓના પરિણામ જાહેર થઈ ચૂક્યા છે. 44 માંથી 38 બેઠકો પર ભાજપે જીત મેળવી છે. ભારતીય જનતા પાર્ટીએ ફરીથી પોતાનો ગઢ સાચવી રાખ્યો છે. રવિવારે મતદાન યોજાયુ હતુ. ભાજપે 44 માંથી 38 બેઠકો પર જીત મેળવી ફરીથી સત્તા મેળવી છે.

44 બેઠકોમાંથી 38 ભાજપને, કોંગ્રેસને 5 અને અપક્ષને એક બેઠક પર વિજય મળ્યો છે. સાથે જ ભાજપે સતત ત્રીજી વખત ગાંધીનગર મનપા પર જીત મેળવી છે. વર્ષ 2021માં ગાંધીનગર મનપામાં AAP પાર્ટીએ ખાતુ ખોલ્યુ હતુ, જ્યારે કોંગ્રેસને 2 જ સીટ મળી હતી, ત્યાં હવે AAP નુ ખાતુ પણ ન ખૂલ્યુ જ્યારે કોંગ્રેસને ત્રણ સીટનો ફાયદો થયો છે. તો ભાજપને ગત ટર્મ કરતા ત્રણ બેઠકો ઓછી મળી છે. ઓક્ટોબર 2021 ની ચૂંટણીઓના પરિણામની સરખામણીમાં ભાજપની બેઠકોમાં ઘટાડો જોવા મળ્યો છે. ગત વર્ષે ભાજપને 41 બેઠકો સાથે એકહથ્થુ શાસન કરવા મળ્યુ હતુ, જ્યારે આ વખતે 38 બેઠકો ભાજપને ફાળે આવી છે.

ગાંધીનગર મહાનગરપાલિકાના 11 વોર્ડની 44 બેઠકો પર ચૂંટણી યોજાઈ હતી. ચૂંટણીમાં 130 ઉમેદવારો પોતાનું નસીબ અજમાવવા મેદાનમાં ઉતર્યા હતા. મનપા વિસ્તારમાં 2.59 લાખ લોકો નોંધાયા છે. 8 વોર્ડમાં ભાજપે ચારેય બેઠકો જીતીને ક્લીન સ્વીપ કર્યુ છે. વોર્ડ નંબર 2માં ભાજપને 3 અને અપક્ષને 1 બેઠક મળી છે. જ્યારે વોર્ડ નંબર 7માં ભાજપને 3 અને કોંગ્રેસને 1 બેઠક મળી છે. આ પરિણામોમાં સૌથી મોટો ઉલટફેર વોર્ડ નંબર 6માં જોવા મળ્યો છે, જ્યાં કોંગ્રેસે તમામ 4 બેઠકો પર જીત પેનલ કબ્જે કરી છે.

Join WhatsApp

Join Now

Leave a Comment