અમેરિકાના ફ્લોરિડાના દરિયા કિનારે 170 કિલોમીટરની ઝડપે ઈસાયસ વાવાઝોડુ ટકરાયુ

વર્ષ 2026માં એટલાન્ટિક મહાસાગરનું પ્રથમ વાવાઝોડુ ઈસાયસ અમેરિકાના ફ્લોરિડામાં ટકરાયુ હતુ. જ્યારે ફ્લોરિડાના દરિયાકાંઠા વાવાઝોડુ ત્રાટક્યુ ત્યારે તેની ઝડપ 170 કિલોમીટર જેટલી નોંધવામાં આવી હતી. આ શક્તિશાળી વાવાઝોડુ ફ્લોરિડાના પેનહેન્ડલ વિસ્તાર અને અલાબામામાં ટકરાયુ હતુ. જેના કારણે ભારે વરસાદ વરસ્યો છે. ભારે પવન અને વરસાદના કારણે ફ્લોરિડાના કેટલાય વિસ્તારોમાં પાણી ભરાયા છે.

અમેરિકાના ફ્લોરિડામાં વાવાઝોડુ ઈસાયસ ત્રાટક્યુ છે, જેના કારણે ફ્લોરિડાના 5 લાખથી વધુ ઘરો પ્રભાવિત થયા છે અને વિજળી ડુલ થઈ ગઈ છે. 170 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો હતો. નેશનલ હરિકેન સેન્ટર NHC એ માહિતી આપી હતી કે તોફાનની ઝડપ 170 કિલોમીટર સુધીની હતી. આ વખતે અલનીનોની અસરના કારણે એટલાન્ટિક મહાસાગરમાં વાવાઝોડા બનવાની ગતિ ધીમી રહી છે. સામાન્ય રીતે એટલાન્ટિક મહાસાગરમાં વાવાઝોડુ જૂનથી નવેમ્બર સુધીના ગાળા દરમિયાન બને છે. અલ નીનો દરમિયાન પ્રશાંત મહાસાગરનું પાણી ગરમ થઈ જાય છે. તેના કારણે ઉપરના વાતાવરણમાં પવનોનો પ્રવાહ બદલાઈ જાય છે. એટલાન્ટિક ઉપરના તેજ પવનો વાવાઝોડાંની રચનાને બગાડી શકે છે, જેના કારણે તેમના બનવાની અને શક્તિશાળી થવાની સંભાવના ઘટી જાય છે. 30 વર્ષથી વધુ સમયગાળામાં આ પહેલીવાર છે, જ્યારે ઑક્ટોબર સુધી એટલાન્ટિક મહાસાગરમાં કોઈ વાવાઝોડું બન્યું ન હતું.

NHC એ આ વાવાઝોડાના કારણે દરિયામાં 3 મીટર સુધી ઉંચી લહેરો ઉઠવાની સંભાવના વ્યક્ત કરી હતી. ખરાબ હવામાન માટેની ચેતવણી પણ જાહેર કરવામાં આવી હતી. પ્રશાસને લોકોને વિજળી ગુલ થવા અંગે અગાઉથી ચેતવ્યા હતા. ભારે વરસાદ અને પવનના કારણે પુલ અને રસ્તા બંધ થવાની પણ શક્યતા વ્યક્ત કરી હતી. ફ્લોરિડામાં વાવાઝોડાને લઈને રાહત અને બચાવ માટે 5 હજાર જવાનોને તૈયાર કરવામાં આવ્યા હતા.

મહત્વનું છે કે દરિયાકિનારે ટકરાયા બાદ વાવાઝોડુ ઈસાયસની ઝડપ ધીમી પડી ગઈ હતી, છતાં પણ ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યુ હતુ. વાવાઝોડાના કારણે કેટલીક ફ્લાઈટ રદ્દ કરવી પડી હતી.

Join WhatsApp

Join Now

Leave a Comment