રશિયા-યુક્રેન યુદ્ધ અવકાશમાં પહોંચ્યુ, અમેરિકન સેટેલાઈટનો પીછો કરાયો

Russia Ukraine space war: રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલુ યુદ્ધ હવે ભયંકર તબક્કામાં પ્રવેશી ગયુ છે. રશિયાના કોસમોસ-2612 સેટેલાઈટે યુક્રેનને મદદ કરતા અમેરિકન રડાર સેટેલાઈટ ICEYE-X36 નો પીછો કર્યો હતો. તેનાથી અંતરીક્ષમાં સેટેલાઈટની સુરક્ષાને લઈને ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે. નિષ્ણાંતો કોઈ દેશ દ્વારા જાસૂસી માટે અન્ય દેશના સેટેલાઈટનો પીછો કરાવાતો હોય તેવી આ પ્રથમ ઘટના છે.

યુક્રેનના સલાહકાર બ્રેસ્ક્રેસ્તનોવે રશિયાના સેટેલાઈટ નેટવર્કને યુદ્ધમાં સૌથી મોટો ખતરો ગણાવ્યો હતો. રશિયન સેટેલાઈટે યુક્રેનના ડ્રોન અને મિસાઈલોને રીઅલ રડારનો ડેટા આપતા અમેરિકાના સેટેલાઈટને પીછો પકડયો હતો. એક રીતે અમેરિકન સેટેલાઈટને અંતરીક્ષમાં ઘેરવાની કોશિશ કરીને યુક્રેનને જે રીઅલ ટાઈમ રડાર ડેટા મળે છે તેને પ્રભાવિત કરવાની કોશિશ કરી હતી.

અંતરીક્ષ વિજ્ઞાાનીઓ નોંધ્યું કે રશિયન સેટેલાઈટે તેની ભ્રમણકક્ષા વારંવાર બદલીને અમેરિકન સેેટેલાઈટની સાવ નજીક જવાની કોશિશ કરી. કેટલીક વખત તો બંને સેટેલાઈટ વચ્ચે માત્ર થોડા કિલોમીટરનું જ અંતર રહી ગયું હતું. 7મી ઓક્ટોબરે તો બંને સેટેલાઈટ વચ્ચે માત્ર 1થી 2 કિલોમીટર જેટલું જ અંતર હતું. અવકાશના સંદર્ભમાં આ ખૂબ ઓછું અંતર કહેવાય. નીચલી ભ્રમણ કક્ષામાં સેટેલાઈટ લગભગ 27 હજાર કિલોમીટર પ્રતિકલાકની ઝડપે ઘૂમે છે. ત્યારે આ અંતર બેહદ જોખમી ગણાય. એનાથી સેટેલાઈટો વચ્ચે ટક્કરનું જોખમ વધી શકે છે.

રશિયન સેટેલાઈટે અમેરિકન રડાર સેટેલાઈટ પર હુમલો કર્યો નથી, પરંતુ ભવિષ્યમાં યુક્રેનની મિસાઈલો અને ડ્રોનને રીઅલ ટાઈમ રડારનો ડેટા આપતા સેટેલાઈટ પર હુમલો કરીને તેને દિશાહીન કરી શકે છે. જો રશિયા યુક્રેનને મદદ કરતાં અમેરિકાનો સેટેલાઈટ તોડી નાખે તો અંતરીક્ષમાં અમેરિકા-રશિયા વચ્ચે જ સેટેલાઈટને તોડવાની સ્પર્ધા જામી શકે છે અને તો એ દુનિયાના કોમ્યુનિકેશન સિસ્ટમ માટે બહુ મોટું જોખમ સર્જાઈ શકે છે. રશિયાએ કોસમોસ-2612 સેટેલાઈટ હજુ આ વર્ષે એપ્રિલમાં જ લૉન્ચ કર્યો હતો. તે વખતે શક્ય છે યુક્રેનની આધુનિક મિસાઈલો અને ડ્રોન્સની રડાર સિસ્ટમ ખોરવી નાખવાની ગણતરી સાથે જ તેને લૉન્ચ કર્યો હોય. આ ઘટના પછી પહેલી વખત રશિયા-યુક્રેન વચ્ચેનું યુદ્ધ જમીનથી ઉપર અંતરીક્ષ સુધી પહોંચી ગયું છે.

રશિયાએ બેલેસ્ટિક મિસાઇલો અને જેટ પાવર્ડ ડ્રોનનો ઉપયોગ કરીને યુક્રેનનાં એનર્જી ઇન્ફ્રાસ્ટ્રકચર પર નવેસરથી હુમલા કર્યા છે તેમ યુક્રેનનાં પ્રમુખ ઝેલેન્સ્કીએ એક નિવેદનમાં જણાવ્યું છે.
ઝેલેન્સ્કીએ જણાવ્યું છે કે યુક્રેનને આ હુમલા અંગે સહયોગી દેશો પાસેથી કોઇ પૂર્વ ચેતવણી મળી ન હતી. જ્યારે અગાઉ આ દેશો આવી ગુપ્ત માહિતી શેર કરતા હતાં. રશિયા પાસેથી ડીઝલ ખરીદવાની અમેરિકાની જાહેરાતથી પુતિનને ફાયદો થયો છે અને ઝેલેન્સ્કીને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ઝેલેન્સ્કીએ સોશિયલ મીડિયા પર જણાવ્યું હતું કે રાતે રશિયા દ્વારા કરવામાં આવેલા હુમલામાં યુક્રેનમાં એનર્જી ઇન્ફ્રાસ્ટ્રકચરની  10 સુવિધાઓને નુકસાન પહોંચાડવામાં આવ્યું છે.

આ હુમલાને કારણે પાંચ લાખથી વધુ લોકો વીજળી, હિટિંગ અને પાણીનાં પુરવઠાથી વંચિત થઇ ગયા છે. કીવ અને તેની આસપાસનાં વિસ્તારોમાં 16 બેલેસ્ટિક મિસાઇલો છોડવામાં આવી હતી. રશિયાએ યુક્રેનમાં ટ્રેનો, શોપિંગ મોલ, ગેસ સ્ટેશન, સુપરમાર્કેટ અને અન્ય જગ્યાઓ પર હુમલાઓ કરીને સામાન્ય જનજીવનમાં અવરોધ ઉભો કરવાનો પ્રયત્ન કર્યો છે.આ દરમિયાન યુક્રેને યુદ્ધ અંગે અમેરિકા-ચીન-રશિયાની વચ્ચે મંત્રણાની સંભાવનાઓને ફગાવી દીધી છે. લિથુઆનિયાનાં વડાપ્રધાન મિંડાઉગાસ સિન્કેવિસિયસે જણાવ્યું હતું કે સ્ટારલિંક બેઝ પર આગ લગાવવાનાં પ્રયત્ન પછી લિથુઆનિયામાં સુરક્ષા વધારવામાં આવી છે.

નિષ્ણાંતો આગામી વર્ષોમાં અવકાશમાં પણ યુદ્ધ ફાટી નીકળવાની શક્યતાઓ વ્યક્ત કરી ચૂક્યા છે. અમેરિકા, બ્રિટન, રશિયા, ચીન જેવા દેશ એકબીજાના સેટેલાઈટને નિશાન બનાવી શકે છે. જેનાથી ઇન્ટરનેટ, ટીવી, હવામાનની માહિતી અને બેન્કિંગ જેવી અનેક સેવાઓ સેટેલાઇટ પર નિર્ભર છે. જો યુદ્ધ દરમિયાન સેટેલાઇટને નુકસાન પહોંચ્યું, તો આ સેવાઓ પર અસર પડી શકે છે. વિમાનો અને જહાજોને માર્ગ શોધવામાં પણ મુશ્કેલી પડી શકે છે.

Join WhatsApp

Join Now

Leave a Comment