તાનાશાહ કિમ જોંગ ઉનને બ્રેઈન હેમરેજ, કોમા અને મૃત્યુ: કેટલી અફવા ? કેટલુ સત્ય ?

Kim Jong Un death fake news: ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉનને લઈને અફવાઓ ફેલાતા વિશ્વમાં હડકંપ મચી ગયો છે. તાનાશાહ કિમ જોંગ ઉનને બ્રેઈન હેમરેજ બાદ કોમામાં જતા રહ્યા હોવાની અફવા સામે આવી હતી, બાદમાં કિમ જોંગ ઉનનું મોત થઈ ગયુ હોવાના પણ અહેવાલો સોશિયલ મીડિયા પર પ્રસારિત થયા હતા. આ અફવા બાદ ઉત્તર કોરિયા પ્રશાસને કિમ જોંગ ઉનની કેટલીક તસ્વીરો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરી હતી, પરંતુ કિમ જોંગ ઉનના સ્વાસ્થ્ય વિશે કે તસ્વીરો કયા સમયની છે તે અંગે કોઈ સ્પષ્ટતા કરી ન હતી.

ઉત્તર કોરિયાના સરકારી મીડિયા દ્વારા તાનાશાહ કિમ જોંગ ઉનની કેટલીક તસ્વીરો સોશિયલ મીડિયા અકાઉન્ટ પર અપલોડ કરવામાં આવી છે, જેમાં કિમ જોંગ ઉન મહિલાઓના કપડા જોતા અને બૂટ જોતા નજરે આવી રહ્યા છે. પરંતુ આ તસ્વીરો ક્યારની છે તે અંગે કોઈ ખુલાસો કરવામાં આવ્યો નથી. તો વળી, ઉત્તર કોરિયા સરકારી પ્રશાસન દ્વારા કિમ જોંગ ઉનના સ્વાસ્થ્યને લઈને પણ કોઈ અપડેટ આપવામાં આવ્યુ નથી.

કિમ જોંગ ઉનના સ્વાસ્થ્યને લઈને કેટલાય સમયથી અટકળો વહેતી થઈ છે. અમેરિકામાં રહેતા ચીની વાનજુન જીએ સોશિયલ મીડિયા પર કિમ જોંગ ઉનના મૃત્યુનો દાવો કર્યો હતો. સાથે જ તેણે એ પણ દાવો કર્યો હતો કે ઉત્તર કોરિયામાં સત્તા પરિવર્તન અને ઉત્તરાધિકારીના સંકટની આશંકાઓ સેવાઈ રહી છે, આ આશંકાઓ વચ્ચે ચીને પ્યાંગયાંગમાં 9 હજાર સૈનિકો મોકલ્યા છે.

આ અફવા બાદ એવો દાવો કરવામાં આવ્યો હતો કે ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉનને બ્રેઈન હેમરેજ થઈ ગયુ છે, ત્યારબાદ એવો પણ દાવો કરવામાં આવ્યો હતો કે ચીનની રાજધાની બેઈજિંગના પેકિંગ યુનિયન મેડિકલ કોલેજ હોસ્પિટલના વિશેષજ્ઞોની ટીમ કિમનો ઈલાજ કરવા માટે ઉત્તર કોરિયા પહોંચી છે. આ દાવાઓને લઈ કોઈ ઠોસ પુરાવો સામે આવ્યો નથી. જેના કારણે કિમ જોંગ ઉનના સ્વાસ્થ્યને લઈને વિવિધ અટકળો સેવાઈ રહી છે.  

Join WhatsApp

Join Now

Leave a Comment