PHP error: વેબસાઈટ અને વેબ એપ્લિકેશન બનાવવા માટે સૌથી વધારે ઉપયોગમાં લેવાતી પ્રોગ્રામિંગ લેંગ્વેજ PHP માં સિક્યોરિટી બગ સામે આવતા વૈશ્વિક સ્તરે ખળભળાટ મચી ગયો છે. આ જોખમની સૌથી વધુ અસર અમેરિકા અને યુરોપમાં જોવા મળી છે. અમેરિકા અને યુરોપના મોટા ભાગના દેશોએ પોતાની સરકારી વેબસાઈટ્સ અને ઓનલાઈન પોર્ટલ્સ અસ્થાયી રૂપથી ઓફલાઈન કરી દીધા છે. સ્થિતિની ગંભીરતાને જોતા અમેરિકાની નેશનલ સિક્યોરિટી એજન્સી NSA એ તાત્કાલિક એડવાઈઝરી જાહેર કરી છે અને તમામ સંસ્થાઓના સર્વર સુરક્ષિત કરવાની સૂચના આપી છે.
શું છે PHP ?
PHP એક લોકપ્રિય સર્વર-સાઇડ પ્રોગ્રામિંગ લેંગ્વેજ છે, જેનો ઉપયોગ ઇન્ટરનેટ પરની મોટાભાગની વેબસાઇટ્સ, વેબ એપ્સ, યુઝર લોગિન, ડેટાબેઝ મેનેજમેન્ટ અને ઓનલાઇન ફોર્મ્સ સંભાળવા માટે થાય છે.
સાયબર નિષ્ણાંતોના અનુસાર આ સ્ટ્રકચર ફેલિયોર છે. PHP ના ડેવલપમેન્ટ અને મેઈન્ટેનન્સનું કામ કરનારી એજન્સી PHP ફાઉન્ડેશનનું પણ આવુ જ માનવુ છે. ફાઉન્ડેશને જણાવ્યુ છે કે નવા વર્ઝનના રીલિઝ દરમિયાન બંને ગંભીર ખામીઓને યોગ્ય કરી લેવામાં આવી છે. આ ખામીના કારણે હેકર્સ પણ ફાયદો ઉઠાવે તેવી પૂરેપૂરી શક્યતાઓ છે.
સાયબર અટેકર્સ કોઈ પણ લોગિન કે ઓથેન્ટિકેશન વગર સર્વર પર સીધો પોતાનો કોડ રન કરી શકે છે અને ફાઈલ સિસ્ટમ તેમજ સંવેદનશીલ ડેટાબેઝ સુધી એક્સેસ મેળવી શકે છે. ChatGPTની નિર્માતા કંપની OpenAIએ આ સ્થિતિ પર પ્રતિક્રિયા આપતાં જણાવ્યું કે આ અત્યાર સુધીની સૌથી મોટી ખામીઓ પૈકીની એક છે અને તેના AI મોડેલે સંશોધકોને આ બગ્સ શોધવામાં મહત્ત્વની મદદ કરી હતી.
અમેરિકી સુરક્ષા એજન્સી NSA એ ચેતવણી આપી છે. PHP નો ઉપયોગ કરતી તમામ ખાનગી અને સરકારી કંપનીઓએ તાત્કાલિક નવુ સિક્યોરિટી પેચ ઈન્સ્ટોલ કરવાની સલાહ આપી છે. જો સર્વર તરત અપડેટ કરવું શક્ય ન હોય, તો સાયબર હુમલાથી બચવા માટે સિસ્ટમને તાત્કાલિક ડાઉન (ઓફલાઇન) કરી દેવી હિતાવહ છે.








