By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
newsgujaratnewsgujarat
Aa
  • Home
  • Gujarat
    • Ahmedabad
  • India
  • World
  • Business
  • Sports
  • Entertainment
  • Technology
  • Webstories
  • Lifestyle
Reading: જમ્મુ-કાશ્મીરના રાજૌરીમાં આભ ફાટ્યું, પૂર-ભૂસ્ખલનને વૈષ્ણોદેવી યાત્રા બંધ
Aa
newsgujaratnewsgujarat
  • Gujarat
  • India
  • Business
  • Sports
  • Entertainment
  • Technology
  • Webstories
  • Lifestyle
Search
Have an existing account? Sign In
Follow US
© News Gujarat. All Rights Reserved.
newsgujarat > Blog > World > જમ્મુ-કાશ્મીરના રાજૌરીમાં આભ ફાટ્યું, પૂર-ભૂસ્ખલનને વૈષ્ણોદેવી યાત્રા બંધ
WorldLatest Stories

જમ્મુ-કાશ્મીરના રાજૌરીમાં આભ ફાટ્યું, પૂર-ભૂસ્ખલનને વૈષ્ણોદેવી યાત્રા બંધ

newsgujarat
Last updated: 2026/07/19 at 1:07 PM
By newsgujarat Add a Comment 4 Min Read
Share
Jammu And Kashmir Cloudburst
Jammu And Kashmir Cloudburst | Image Source : ANI
SHARE

Jammu And Kashmir Cloudburst : જમ્મુ કાશ્મીરના રાજૌરી જિલ્લામાં મોડી રાત્રે થયેલા ભારે વરસાદના કારણે તબાહી મચી ગયી છે. સતત વરસેલા વરસાદને કારણે સ્થાનિક દરહાલી નદી, તેનું જળસ્તર ભયજનક સપાટીએ પહોંચી ગયું હતું. આ નદીનું પાણી બેલા કોલોનીમાં ઘૂસી જતાં સમગ્ર વિસ્તાર પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. અને ત્યાં ફસાયેલા અસંખ્ય પરિવારો પોતાના ઘરોમાં કેદ થઈ ગયા હતા. બેલા બસ સ્ટેન્ડ અને પાર્કિંગ વિસ્તારમાં ઊભેલા ડઝનબંધ વાહનો પણ પૂરના ધસમસતા પ્રવાહમાં તણાઈ ગયા હતા.       

કોટલી કલાબન અને ગોલીનારીમાં વાદળ ફાટ્યું

રાજૌરી જિલ્લાના માંજાકોટ તહસીલ હેઠળ આવતા કોટલી કલાબન અને ગોલીનારી વિસ્તારોમાં વાદળ ફાટવાની ઘટના સામે આવી છે. વાદળ ફાટ્યા બાદ આવેલા અચાનક પૂરથી સ્થાનિક કબ્રસ્તાન સંપૂર્ણપણે ધોવાઈને નજીકના વોંકળામાં વહી ગયું હતું, જેના લીધે અનેક કબરો નષ્ટ થઈ ગઈ છે. થન્ના મંડી સબ-ડિવિઝનના ચુરુંગ, રાજધાની અને બેહરોટ વિસ્તારો પણ વરસાદ અને પૂરના કારણે ગંભીર રીતે પ્રભાવિત થયા છે. એક ક્રશર યુનિટમાં કામ કરતા કેટલાક મજૂરો ફસાયા હોવાની માહિતી પણ સામે આવી છે.

#WATCH | Rajouri, J&K: Continous heavy rainfall triggerd flash floods in Rajouri district. Floodwaters from the Dharhali River inundated the New Bus Stand area at Bela, washing away several parked vehicles. The district administration has issued a high alert, urging residents to… pic.twitter.com/llrMvAGEZW

— ANI (@ANI) July 19, 2026

વૈષ્ણોદેવી યાત્રા સુરક્ષાના કારણોસર સ્થગિત

કટડા અને આસપાસના વિસ્તારોમાં પણ રાતભર મૂશળધાર વરસાદ ચાલુ રહેતાં અગમચેતીના ભાગરૂપે અને ખરાબ હવામાન તથા ભૂસ્ખલનના જોખમને ધ્યાનમાં રાખીને માતા વૈષ્ણોદેવીની યાત્રા સ્થગિત રાખવામાં આવી છે. ભારે વરસાદના કારણે વૈષ્ણોદેવીના બેટરી કાર માર્ગ પર અનેક સ્થળોએ મોટા પથ્થરો, ખડકો, કાદવ અને મલબો પડ્યો છે.

કટડામાં 15 હજાર યાત્રાળુઓ રોકાયા

બેટરી કાર અને હેલિકોપ્ટર સેવા પણ સુરક્ષાના ભાગરૂપે બંધ કરવામાં આવી છે. અને ઘોડા, પિઠ્ઠુ અને પાલખી સહિતની તમામ સેવાઓ પણ હાલ પૂરતી સ્થગિત કરી દેવામાં આવી છે. કટડા ખાતેના તમામ રજીસ્ટ્રેશન કાઉન્ટરો બંધ રાખવામાં આવ્યા છે લગભગ 15000થી વધુ યાત્રાળુઓ યાત્રા ફરી શરૂ થવાની રાહ જોઈને કટડામાં રોકાયા છે. ભૈરવ ઘાટી તરફ જતા માર્ગ પર પણ હળવું ભૂસ્ખલન થયું હોવાની જાણકારી મળી છે.

The situation in Rajouri demands immediate attention. Requesting the concerned departments to intensify rescue and relief efforts, ensure safe evacuation, and provide essential support to affected families. #Rajouri #flood #Jammu #Kashmir@HMOIndia @CM_JnK @peerashiq pic.twitter.com/byfOeNwIT0

— Pahadi Youth Association (@PAHADI_YOUTH) July 19, 2026

નેશનલ હાઇવે પર માટી અને પથ્થરો ધસી પડ્યા

ભારે વરસાદના કારણે જખિયાની અને ચેનાની વચ્ચે આવેલા નેશનલ હાઇવેની ‘અપ-ટ્યુબ’ (Up-Tube) પર અનેક સ્થળોએ માટી અને પથ્થરો ધસી પડવાની ઘટનાઓ બની છે. જેને NHAI દ્વારા સાફ કરવાનું કામ યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે. જખિયાની અને ચેનાની વચ્ચે નેશનલ હાઈવે પર પથ્થરો પડતા ટ્રાફિક ખોરવાયો છે. ડાઉન-ટ્યુબને પણ નુકસાન પહોંચતાં હાલ એક જ ટ્યુબ પરથી બંને તરફનો ટ્રાફિક પસાર કરવામાં આવી રહ્યો છે. તેના કારણે વાહનવ્યવહાર ધીમો પડ્યો છે અને મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

રાહત અને બચાવ ટીમો તૈનાત

હવામાન વિભાગે (IMD) હજુ પણ અતિભારે વરસાદની ચેતવણી આપી છે. હાલ પ્રશાસન દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોમાં રાહત અને બચાવ ટીમો મોકલવામાં આવી છે. નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને નદી, નાળા અને ભૂસ્ખલનની શક્યતા ધરાવતા સ્થળોથી દૂર રહેવા સૂચના આપવામાં આવી છે. પ્રશાસને લોકોને સતર્ક રહેવા અને કોઈપણ કટોકટીની સ્થિતિમાં તાત્કાલિક સ્થાનિક કંટ્રોલ રૂમનો સંપર્ક કરવાની અપીલ કરી છે.

આ પણ વાંચો : લંકા પ્રીમિયર લીગ(LPL 2026) પહેલાં મનજોત કાલરાની ધરપકડ, ખેલાડીને લાંચ આપવાનો આરોપ

Share This Article
Facebook Twitter Copy Link
Previous Article manjot-kalra-arrested-before-lpl-2026-player-bribery-allegation લંકા પ્રીમિયર લીગ(LPL 2026) પહેલાં મનજોત કાલરાની ધરપકડ, ખેલાડીને લાંચ આપવાનો આરોપ
Next Article Autophagy Benefits Gujarati Autophagy Benefits Gujarati : જાણો ઓટોફેગી વિશે, જેમાં તમારું શરીર જ કરે છે પોતાની સફાઈ અને રિપેરિંગ
Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow US

Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe

Must Read

Harsh Sanghvi Glasgow Yoga Commonwealth Games Scotland

Harsh Sanghvi Glasgow Yoga : ગ્લાસગોમાં સ્થાનિકો અને ભારતીય સમુદાય સાથે હર્ષ સંઘવીએ કર્યો યોગાભ્યાસ

AMC Online Marriage Registration

AMC Online Marriage Registration : 1 ઓગસ્ટથી લગ્ન નોંધણી ઓનલાઈન, વર-કન્યાના ફોટાવાળું મળશે ડિજિટલ સર્ટિફિકેટ

Vegetable Price Hike Gujarat

Vegetable price hike Gujarat : વરસાદે બગાડ્યું રસોડાનું બજેટ, શાકભાજીના ભાવમાં 20થી 25%નો વધારો

Ahmedabad Riverfront

Ahmedabad Rain Alert : ભારે વરસાદની આગાહી વચ્ચે રિવરફ્રન્ટ અને કાંકરિયામાં જયા-પાર્વતી વ્રતનું રાત્રિ આયોજન મોકૂફ

Gujarat Heavy Rain

Gujarat Heavy Rain : ગુજરાતમાં જામ્યો વરસાદી માહોલ, છોટા ઉદેપુરમાં સૌથી વધુ મેહમહેર, અશ્વિન નદીમાં ઘોડાપુર

- Join US -
Ad image

You Might Also Like

Harsh Sanghvi Glasgow Yoga Commonwealth Games Scotland
World

Harsh Sanghvi Glasgow Yoga : ગ્લાસગોમાં સ્થાનિકો અને ભારતીય સમુદાય સાથે હર્ષ સંઘવીએ કર્યો યોગાભ્યાસ

1 Min Read
Vegetable Price Hike Gujarat
GujaratLatest Stories

Vegetable price hike Gujarat : વરસાદે બગાડ્યું રસોડાનું બજેટ, શાકભાજીના ભાવમાં 20થી 25%નો વધારો

2 Min Read
Ahmedabad Riverfront
GujaratLatest Stories

Ahmedabad Rain Alert : ભારે વરસાદની આગાહી વચ્ચે રિવરફ્રન્ટ અને કાંકરિયામાં જયા-પાર્વતી વ્રતનું રાત્રિ આયોજન મોકૂફ

2 Min Read
Gujarat Heavy Rain
GujaratLatest Stories

Gujarat Heavy Rain : ગુજરાતમાં જામ્યો વરસાદી માહોલ, છોટા ઉદેપુરમાં સૌથી વધુ મેહમહેર, અશ્વિન નદીમાં ઘોડાપુર

6 Min Read
newsgujaratnewsgujarat
Follow US
News Gujarat
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • DMCA
  • Privecy Policy
  • Terms and Conditions
Welcome Back!

Sign in to your account

Lost your password?