By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
newsgujaratnewsgujarat
Aa
  • Home
  • Gujarat
    • Ahmedabad
  • India
  • World
  • Business
  • Sports
  • Entertainment
  • Technology
  • Webstories
  • Lifestyle
Reading: લંકા પ્રીમિયર લીગ(LPL 2026) પહેલાં મનજોત કાલરાની ધરપકડ, ખેલાડીને લાંચ આપવાનો આરોપ
Aa
newsgujaratnewsgujarat
  • Gujarat
  • India
  • Business
  • Sports
  • Entertainment
  • Technology
  • Webstories
  • Lifestyle
Search
Have an existing account? Sign In
Follow US
© News Gujarat. All Rights Reserved.
newsgujarat > Blog > Sports > લંકા પ્રીમિયર લીગ(LPL 2026) પહેલાં મનજોત કાલરાની ધરપકડ, ખેલાડીને લાંચ આપવાનો આરોપ
SportsLatest Stories

લંકા પ્રીમિયર લીગ(LPL 2026) પહેલાં મનજોત કાલરાની ધરપકડ, ખેલાડીને લાંચ આપવાનો આરોપ

newsgujarat
Last updated: 2026/07/17 at 7:40 PM
By newsgujarat Add a Comment 2 Min Read
Share
manjot-kalra-arrested-before-lpl-2026-player-bribery-allegation
લંકા પ્રીમિયર લીગ પહેલાં મનજોત કાલરાની ધરપકડ, ખેલાડીને લાંચ આપવાનો આરોપ । Image Source : ICC
SHARE

આ મામલો લંકા પ્રીમિયર લીગ (Lanka Premier League) સાથે જોડાયેલો છે. શ્રીલંકાની સ્પોર્ટ્સ એન્ટી-કરપ્શન યુનિટે ભારતના પૂર્વ અંડર-19 ક્રિકેટર મનજોત કાલરાની ધરપકડ કરી છે. મનજોત કાલરા(Manjot Kalra) જાફના કિંગ્સ ફ્રેન્ચાઈઝીના સહ-માલિક છે. કાલરા પર એક ખેલાડીને લાંચ-રૂશ્વત આપવાનો આરોપ લાગ્યો હતો.ઉલ્લેખનીય છે કે, લંકા પ્રીમિયર લીગની (LPL 2026) સીઝન આજે એટલે કે, 17 જુલાઈથી શરૂ થઈ રહી છે. તે પહેલાજ મનજોત કાલરાની ધરપકડ કરવામાં આવી છે.

વિદેશી લીગમાં ખેલાડીને લાંચ-રૂશ્વત આપવાનો આરોપ

શ્રીલંકન પોલીસના કહ્યા મુજબ, લંકા પ્રીમિયર લીગની સિઝન શરૂ થવાના લગભગ થોડા દિવસો પેહલા મનજોતે ખેલાડીને લાંચ આપવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ આ ખેલાડીએ આ અંગે ઉચ્ચ અધિકારીઓને જાણ કરી, ત્યારબાદ તપાસ શરૂ થઈ અને શુક્રવારે ભારતીય ક્રિકેટરની ધરપકડ કરી લેવામાં આવી.એક સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન યુનિટની રચના કરવામાં આવી હતી અને આ યુનિટે મનજોતની ધરપકડ કરી અને તેને મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કર્યો હતો.

વધુમાં પોલીસે જણાવ્યું કે,આ મામલે ક્રિકેટર દુનિથ વેલાલાગે, ભાનુકા રાજપક્ષા, અને અવિષ્કા ફર્નાંડોએ ફરિયાદ નોંધાવી હતી. આ પહેલીવાર નથી કે જ્યારે લંકા પ્રીમિયર લીગના કારણે ક્રિકેટની રમત કલંકિત થઈ હોય.  ફ્રેન્ચાઈઝીના માલિકે એક ખેલાડીને મેચ ફિક્સિંગમાં સામેલ કરવાનો પ્રયાસ કર્યો હતો, ત્યારબાદ તેના પર 4 વર્ષનો પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો.

મનજોત કાલરાની સિદ્ધિ

મનજોત કાલરા ટીમ ઈન્ડિયા માટે અંડર-19 વર્લ્ડ કપ રમી ચુક્યો છે. તે અંડર-19 વર્લ્ડ કપની ફાઈનલમાં ઈન્ડિયા માટે સદી ફટકારી ચૂક્યો છે. તેણે અંડર-19 વર્લ્ડ કપ 2018ની ફાઈનલમાં ઓસ્ટ્રેલિયા સામે અણનમ 101 રન બનાવ્યા હતા.કાલરા ઓસ્ટ્રેલિયા સામે અંડર-19 વર્લ્ડ કપ 2018ની ફાઈનલમાં અણનમ 101 રન બનાવી ચુક્યો છે. આ એ જ વર્લ્ડ કપ હતો જેમાં શુભમન ગિલ અને પૃથ્વી શોએ પણ ટીમ ઈન્ડિયાનું પ્રતિનિધિત્વ કર્યું હતું.

આ પણ વાંચો : ગુજરાત ATSની મોટી કાર્યવાહી, જૈશ-એ-મોહમ્મદ સાથે જોડાયેલા વધુ 5 આરોપીઓ ઝડપાયા

Share This Article
Facebook Twitter Copy Link
Previous Article gujarat-ats-arrests-five-more-jaish-e-mohammed-linked-accused ગુજરાત ATSની મોટી કાર્યવાહી, જૈશ-એ-મોહમ્મદ સાથે જોડાયેલા વધુ 5 આરોપીઓ ઝડપાયા
Next Article Jammu And Kashmir Cloudburst જમ્મુ-કાશ્મીરના રાજૌરીમાં આભ ફાટ્યું, પૂર-ભૂસ્ખલનને વૈષ્ણોદેવી યાત્રા બંધ
Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow US

Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe

Must Read

Harsh Sanghvi Glasgow Yoga Commonwealth Games Scotland

Harsh Sanghvi Glasgow Yoga : ગ્લાસગોમાં સ્થાનિકો અને ભારતીય સમુદાય સાથે હર્ષ સંઘવીએ કર્યો યોગાભ્યાસ

AMC Online Marriage Registration

AMC Online Marriage Registration : 1 ઓગસ્ટથી લગ્ન નોંધણી ઓનલાઈન, વર-કન્યાના ફોટાવાળું મળશે ડિજિટલ સર્ટિફિકેટ

Vegetable Price Hike Gujarat

Vegetable price hike Gujarat : વરસાદે બગાડ્યું રસોડાનું બજેટ, શાકભાજીના ભાવમાં 20થી 25%નો વધારો

Ahmedabad Riverfront

Ahmedabad Rain Alert : ભારે વરસાદની આગાહી વચ્ચે રિવરફ્રન્ટ અને કાંકરિયામાં જયા-પાર્વતી વ્રતનું રાત્રિ આયોજન મોકૂફ

Gujarat Heavy Rain

Gujarat Heavy Rain : ગુજરાતમાં જામ્યો વરસાદી માહોલ, છોટા ઉદેપુરમાં સૌથી વધુ મેહમહેર, અશ્વિન નદીમાં ઘોડાપુર

- Join US -
Ad image

You Might Also Like

Vegetable Price Hike Gujarat
GujaratLatest Stories

Vegetable price hike Gujarat : વરસાદે બગાડ્યું રસોડાનું બજેટ, શાકભાજીના ભાવમાં 20થી 25%નો વધારો

2 Min Read
Ahmedabad Riverfront
GujaratLatest Stories

Ahmedabad Rain Alert : ભારે વરસાદની આગાહી વચ્ચે રિવરફ્રન્ટ અને કાંકરિયામાં જયા-પાર્વતી વ્રતનું રાત્રિ આયોજન મોકૂફ

2 Min Read
Gujarat Heavy Rain
GujaratLatest Stories

Gujarat Heavy Rain : ગુજરાતમાં જામ્યો વરસાદી માહોલ, છોટા ઉદેપુરમાં સૌથી વધુ મેહમહેર, અશ્વિન નદીમાં ઘોડાપુર

6 Min Read
EPFO Auto Refund Inactive PF Account
BusinessLatest Stories

EPFO Auto Refund : હવે ક્લેમ કર્યા વગર PFના પૈસા સીધા બેંક ખાતામાં આવશે, જાણો કોને મળશે લાભ

4 Min Read
newsgujaratnewsgujarat
Follow US
News Gujarat
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • DMCA
  • Privecy Policy
  • Terms and Conditions
Welcome Back!

Sign in to your account

Lost your password?