ડોપિંગ સસ્પેન્શન બાદ 3 ગોલ્ડ મેડલ વિજેતા પેરા એથ્લિટ નીરજ યાદવનું અવસાન

ભારતીય ખેલ જગત માટે આઘાતજનક સમાચાર સામે આવ્યા છે. 42 વર્ષીય પેરા એથ્લિટ નીરજ યાદવે દિલ્હી સ્થિત નિવાસસ્થાને જીવન ટૂંકાવી દીધુ હોવાના અહેવાલો સામે આવી રહ્યા છે. નીરજ યાદવે એશિયન પેરા ગેમ્સમાં દેશ માટે 3 ગોલ્ડ મેડલ મેળવ્યા હતા. નીરજે કથિત રીતે પોતાના ઘરે જ ઝેર ખાધુ હતુ, દિલ્હીની GTB હોસ્પિટલમાં તેમના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યુ હતુ. તેમના મોત અંગે હજુ સ્પષ્ટ કારણ સામે આવ્યુ નથી.

રિપોર્ટ મુજબ, નીરજ ચાલુ મહિને આઇચી-નાગોયા ખાતે યોજાયેલી એશિયન પેરા ગેમ્સમાં ભાગ લઈ શક્યા નહોતા. ડોપિંગ સસ્પેન્શનના કારણે તેમને સ્પર્ધામાંથી બહાર રહેવું પડ્યું હતું. એવું જણાવવામાં આવી રહ્યું છે કે આ સસ્પેન્શન બાદ તેઓ ભારે ભાવનાત્મક અને માનસિક તણાવમાંથી પસાર થઈ રહ્યા હતા. જોકે, તેમના આ આત્યંતિક પગલાં પાછળનું સચોટ કારણ હજુ સ્પષ્ટ થઈ શક્યું નથી.

ભારતીય પેરા એથ્લેટિક્સ ટીમના હેડ કોચ એસ. સત્યનારાયણે આ કરુણ ઘટનાની સત્તાવાર પુષ્ટિ કરી છે. તેમણે જણાવ્યું કે તેમને આ દુર્ભાગ્યપૂર્ણ ઘટનાની માહિતી મળી છે. ઘટના અંગે ઊંડો શોક વ્યક્ત કરતાં સત્યનારાયણે જણાવ્યું કે, નીરજે જીવન ટૂંકાવ્યું કરી છે. આવું બન્યું તે અત્યંત દુર્ભાગ્યપૂર્ણ છે.

ભારતના મુખ્ય પેરા-એથ્લેટિક્સ કોચ એસ. સત્યનારાયણે જણાવ્યું કે નીરજ છેલ્લા 6 મહિનાથી સોનીપતના એક એપાર્ટમેન્ટમાં પોતાની માતા અને પત્નીથી અલગ રહેતા હતા. તેમની માતા અને પત્ની દિલ્હી-ઉત્તર પ્રદેશ બોર્ડર પાસે રહેતા હતા. નીરજે એક બાળકી દત્તક લીધી હતી, જે તેમની માતા અને પત્ની સાથે રહેતી હતી.

નીરજે 2023માં હાંગઝોઉ એશિયન પેરા ગેમ્સમાં જેવલિન થ્રો અને ડિસ્કસ થ્રોમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. તેના થોડા દિવસો બાદ ડોપિંગ મામલે તેમના પર 4 વર્ષનો પ્રતિબંધ લગાવવામાં આવ્યો અને તેમના મેડલ છીનવી લેવામાં આવ્યા હતા. કોચના જણાવ્યા અનુસાર, આ કાર્યવાહીનો અસર નીરજને મળનારી સરકારી નોકરી પર પણ પડ્યો. તેમણે જણાવ્યું કે નીરજના પરિવારનો ખર્ચ 2018 એશિયન પેરા ગેમ્સમાં મળેલી ઇનામી રકમથી ચાલી રહ્યો હતો.

Join WhatsApp

Join Now

Leave a Comment