શ્રીલંકાનો વન ડે ઈતિહાસનો બીજો સૌથી મોટો સફળ રનચેઝ

Sri Lanka Record Run Chase: રાવલપિંડી ખાતે રમાઈ રહેલી ટ્રાઈ વન ડે સીરિઝમાં નવા કીર્તિમાન સ્થાપિત થયા છે. ઈંગ્લેન્ડના કેપ્ટન હેરી બ્રુકે વન ડે ઈતિહાસની સૌથી ઝડપી બેવડી સદી ફટકારીને ઈતિહાસ રચ્યો છે. તો બીજી તરફ શ્રીલંકાએ બીજા સૌથી મોટા રનચેઝનો લક્ષ્યાંક સફળતા પૂર્વક હાંસલ કર્યો છે. શ્રીલંકાના બેટ્સમેનોની આક્રમક બેટિંગ સામે ઈંગ્લેન્ડના કેપ્ટન હેરી બ્રુકની સદી એળે ગઈ છે. ત્રિકોણીય શ્રેણીની મેચમાં ઈંગ્લેન્ડના 430 રનના લક્ષ્યાંકને શ્રીલંકાએ 2 વિકેટ બાકી રાખીને ઝંઝાવાતી બેટિંગ સાથે પાર પાડી દીધો હતો. વન ડે ક્રિકેટનાઈ ઈતિહાસમાં આ બીજો સૌથી મોટો રનચેઝ નોંધાયો છે.

ટોસ બાદ શ્રીલંકાએ પ્રથમ બોલિંગનો નિર્ણય લીધો હતો અને ઈંગ્લેન્ડના કેપ્ટન હેરી બ્રુકે માત્ર 116 રનમાં 202 રન ફટકાર્યા હતા. બ્રુકની વિસ્ફોટક ઈનિંગથી ઈંગ્લેન્ડે 50 ઓવરમાં 4 વિકેટે 429 રનનો વિશાળ જંગી સ્કોરનો ખડકલો કરી દીધો હતો. બ્રુકે માત્ર 114 રનમાં બેવડી સદી પૂરી કરીને શુભમન ગીલનો પણ રેકોર્ડ તોડ્યો છે. શ્રીલંકાએ શરૂઆતમાં 24 રનમાં 2 વિકેટ ગુમાવી દીધી હતી, પરંતુ બાદમાં પવન રત્નાયકેના 106 બોલમાં 130, અવિષ્કા ફર્નાન્ડોના 97, દાસુન શનાકાની માત્ર 50 બોલમાં 97 રનની તોફાની ઈનિંગના કારણે 430 રનનો લક્ષ્યાંક સફળતાપૂર્વક પાર પાડી દીધો હતો.

ટોસ બાદ બેટિંગ કરવા ઉતરેલી ઈંગ્લેન્ડની ટીમે 85 રનમાં 2 વિકેટ ગુમાવી હતી. તે પછી કેપ્ટને શ્રીલંકાના બોલર્સની બરાબરની ધુલાઈ કરી હતી. બ્રુકે 21 ચોગ્ગા અને 10 છગ્ગા સાથે તોફાની બેટિંગ કરી હતી. હેરી બ્રુક ઉપરાંત અન્ય બેટ્સમેનોએ પણ શાનદાર પ્રદર્શન કર્યુ હતુ. જો રૂટે 66 બોલમાં 69 રન બનાવ્યા હતા. ઈંગ્લેન્ડે અંતિમ ઓવરોમાં વિલ જેક્સે માત્ર 30 બોલમાં 8 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી અણનમ 66 રન ફટકાર્યા હતા. ઈંગ્લેન્ડે છેલ્લી 5 ઓવરમાં 78 રન ઝૂડી કાઢીને કુલ સ્કોર 429 સુધી પહોંચાડ્યો હતો.

વન ડે ના ઈતિહાસમાં સાઉથ આફ્રિકા vs ઓસ્ટ્રેલિયા વચ્ચે 2006માં રમાયેલી મેચમાં સૌથી વધારે 438 રનનો જંગી સ્કોરનો ખડકલો થઈ ગયો હતો, એ પછી ઈંગ્લેન્ડે 429 રનના સ્કોરને આસાનીથી મ્હાત આપીને શ્રીલંકાએ 430 રનનો લક્ષ્યાંક પૂરો કર્યો હતો.

Join WhatsApp

Join Now

Leave a Comment