મેલાનિયા ટ્રમ્પે રશિયા-યુક્રેનના ઓલેશકી શહેરમાં કરાવ્યુ સીઝફાયર

Russia-Ukraine War:રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લા ચાર વર્ષથી ચાલી રહેલા યુદ્ધને લઈને હવે રાહતના સમાચાર સામે આવી રહ્યા છે. અમેરિકાની ફર્સ્ટ લેડી મેલાનિયા ટ્ર્રમ્પના પ્રયાસોથી સીઝફાયર શક્યુ થયુ હોય તેવા અહેવાલો સામે આવી રહ્યા છે. આ અંગે વ્હાઈટ હાઉસ તરફથી સત્તાવાર રીતે જાહેરાત કરવામાં આવી છે. બંને દેશો વચ્ચે ઓલેશકી શહેરમાં સીઝફાયરને લઈ કૂટનીતિક સફળતા પ્રાપ્ત કરી હોવાની સત્તાવાર વ્હાઈટ હાઉસ તરફથી જાહેરાત કરાઈ છે.

સીઝફાયરને પગલે રશિયા અને યુક્રેન બંને દેશો ઓલેશકીમાં સૈન્ય કાર્યવાહી રોકવા માટે સહમત થયા છે. આ સીઝફાયરનો ઉદ્દેશ્ય માનવીય અભિગમ અને ઓલેશકીમાં ફસાયેલા લોકોને સુરક્ષિત બહાર કાઢવા માટે સ્થપાયુ હોવાનું સામે આવ્યુ છે. વ્હાઈટ હાઉસ તરફથી મેલાનિયા ટ્રમ્પે સીઝફાયર કરાવ્યુ હોવાની માહિતી આપી છે. મેલાનિયા ટ્રમ્પે રશિયા અને યુક્રેનના અધિકારીઓ સાથે સીધી જ વાત કરી અને તેમના જ પ્રયાસોથી બંને દેશો સીઝફાયર માટે સહમત થયા. આ પ્રક્રિયા પારદર્શક બને તે માટે એક વિશેષ વ્યવસ્થા પણ કરવામાં આવી છે. આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન અમેરિકી મીડિયા સંગઠન ઉપસ્થિત રહેશે. જે રશિયા અને યુક્રેનની ટીમ સાથે રહીને કાર્યવાહીને કવર કરી દસ્તાવેજ બનાવશે.

જે કામ મોટા મોટા વૈશ્વિક નેતાઓ ન કરી શક્યા તે અમેરિકાના ફર્સ્ટ લેડી મેલાનિયા ટ્રમ્પે કરી બતાવ્યુ છે. મેલાનિયા ટ્રમ્પની મધ્યસ્થતાથી જ રશિયા અને યુક્રેન વચ્ચે ઓલાશકી શહેરમાં યુદ્ધવિરામ શક્ય બન્યુ છે. આ ઐતિહાસિક સીઝફાયર 29 ઓક્ટોબરથી અમલમાં મુકાશે. મેલાનિયા ટ્રમ્પે બેક ચેનલ ડિપ્લોમસીનો ઉપયોગ કરીને બંને દેશના નેતૃત્વ સાથે સીધો સંપર્ક કર્યો હતો. ઓલેશકી શહેર ખેરસોન પ્રાંતમાં નીપ્રો નદીના કિનારે વસેલુ છે. હાલ આ શહેરમાં માત્ર 2000 લોકો જ બચ્યા છે. કાખોવકા ડેમ તૂટ્યા બાદ શહેરનો 90 ટકા વિસ્તાર પાણીમાં ડૂબી ગયો હતો. આ વિસ્તારમાં મિસાઈલોના કારણે તબાહી મચી છે.

સીઝફાયર લાગુ થતાં જ બંને દેશના બિન લશ્કરી વહીવટી પ્રતિનિધિઓ ઘરની મુલાકાત લઈ દવા, ખોરાક, પીવાનું શુદ્ધ પાણી સહિતની પ્રાથમિક જરૂરીયાતની ચીજ-વસ્તુઓ પૂરી પાડશે. નાગરિકોને સુરક્ષિત બહાર નીકળવા માટે સેફ પેસેજ આપવામાં આવશે. નાગરિકો પોતાની મરજી પ્રમાણે રશિયા અથવા યુક્રેનના વિસ્તાર તરફ જઈ શકશે. યુદ્ધ શરૂ થયા પછી પ્રથમ વખત આ પ્રકારે કોઈ શહેર માટે સીઝફાયર લાગુ કરવામાં આવ્યુ છે.

Join WhatsApp

Join Now

Leave a Comment