પાકિસ્તાનના અમેરિકા સાથે મજબૂત રાજદ્વારી સંબંધો, પરમાણુ હથિયારની વાત નકારી

અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રૂબિયોની પાકિસ્તાનની પરમાણુ હથિયાર રાખવાની વાતને પાકિસ્તાને સ્પષ્ટ નકારી છે. પાકિસ્તાન દ્વારા સત્તાવાર નિવેદન જાહેર કરવામાં આવ્યુ છે અને કહેવામાં આવ્યુ છે કે અમેરિકા અને પાકિસ્તાનના મજબૂત રાજદ્વારી સંબંધો છે. પરમાણુ સંબંધોની વાત પાકિસ્તાનના નાયબ પ્રધાનમંત્રી ઈશાક ડારે નકારી કાઢી છે. સાથે જ સિંધુ જળ સંધિ મુદ્દે ભારતને ધમકી પણ આપી છે.

પાકિસ્તાને અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રૂબિયોના નિવેદન પર પ્રતિક્રિયા આપી છે. અમેરિકા સાથેના પાકિસ્તાનના સંબંધોને મજબૂત ગણાવ્યા. સિંધુ જળસંધિને લઈને ફરીથી પાકિસ્તાને ભારત પર આરોપો લગાવ્યા છે પાકિસ્તાનના હિસ્સાનું પાણી ડાયવર્ટ કરવા મુદ્દે પાકિસ્તાન તરફથી ભારતને ધમકી પણ આપવામાં આવી છે. પાકિસ્તાનના વિદેશ કાર્યાલયે તર્ક આપ્યો છે કે પાકિસ્તાનના હિસ્સાનું પાણી ડાયવર્ટ ન કરવુ જોઈએ. પાકિસ્તાન આ માટે પરવાનગી નહી આપે, પાકિસ્તાને સાથે જ એ પણ ધમકી આપી છે કે પાણીન હથિયાર તરીકે ભારત ઉપયોગ ન કરે અન્યથા આ ઘટનાને દુનિયા સમક્ષ લાવી ભારતને નીચુ દેખાડવાનો પ્રયાસ કરશે.

માર્કો રૂબિયોએ ભારત પ્રવાસ દરમિયાન નિવેદન આપ્યુ હતુ કે પાકિસ્તાન પાસે પરમાણુ હથિયાર હોવાથી સંબંધો રાખવા જરૂરી બની રહે છે, જેને લઈને પાકિસ્તાને સંજ્ઞાન લઈ પરમાણુ હથિયાર રાખવા પર નનૈયો ભણ્યો છે. પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ બંને દેશોના સંબંધો અંગે સફાઈ આપી છે. વેપાર અને રોકાણને લઈ સંબંધો હોવાનું જણાવ્યુ છે વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ.

પાણી મુદ્દે ફરીથી પાકિસ્તાને રાગ આલાપવાનું શરૂ કર્યુ છે. સીમા પાર આતંકવાદને લઈ પાકિસ્તાન તરફ ભારત હંમેશા કડક વલણ અપનાવતુ રહ્યુ છે. ભારતે સ્પષ્ટ કર્યુ છે કે લોહી અને પાણી એકસાથે વહી શકે નહી. ભારત માટે આ મુદ્દો રાષ્ટ્રીય સુરક્ષા સાથે જોડાયેલો મહત્વનો મુદ્દો છે.

Join WhatsApp

Join Now

Leave a Comment