અમિતાભ બચ્ચન અને દિલજીત દોસાંઝને ધમકીભર્યો મેઈલ

મુંબઈના જૂહુ વિસ્તારમાં થોડા દિવસ પહેલા અભિનેતા ટાઈગર શ્રોફ પર કેટલાક શખ્સોએ જીવલેણ ફાયરિંગ કર્યુ હતુ. સદનસીબે ટાઈગરને સામાન્ય ઈજાઓ પહોંચી હતી અને તેમના ડ્રાઈવર અને અન્ય એક શખ્સ ગંભીર ઘાયલ થયા હતા. આ ઘટનાની તપાસ હજુ તો ચાલુ છે ત્યાં જ સદીના મહાનાયક અમિતાભ બચ્ચનના બંગ્લાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મુંબઈના મેયરને મળી છે. સાથે જ પંજાબી સિંગર અને અભિનેતા દિલજીત દોસાંઝને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મુંબઈના મેયર રીતુ તાવડેને મેઈલ સ્વરૂપે મળી છે. બંનેને ઉડાવી દેવાનો ધમકીભર્યો મેઈલ મળ્યા બાદ હવે મુંબઈ પોલીસ સમગ્ર ઘટનાની તપાસમાં લાગી ગઈ છે.

મુંબઈના મેયર રિતુ તાવડેને મોકલવામાં આવેલા મેઈલમાં બીગ બી અમિતાભ બચ્ચનના બંગ્લા જલસાને ઉડાવી દેવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. મોકલનારનો દાવો છે કે આ હુમલો 1984ના ‘ઑપરેશન બ્લૂ સ્ટાર’નો બદલો હશે. ધમકીમાં કહેવામાં આવ્યું છે કે 31 ઓક્ટોબરથી 27 નવેમ્બર વચ્ચે ગમે ત્યારે બંગલાને નિશાન બનાવી શકાય છે. આ જ ઇમેઇલમાં સિંગર દિલજીત દોસાંજને પણ ધમકી આપવામાં આવી છે.

ધમકીભર્યા ઇમેઇલમાં શીખ વિરોધી રમખાણોનો ઉલ્લેખ ઇમેઇલ મોકલનારે ખાલિસ્તાન-સમર્થક નારાઓનો ઉપયોગ કર્યો અને 1984ના શીખ-વિરોધી રમખાણોનો ઉલ્લેખ કરતાં કહ્યું કે આ હુમલા એ લોકો સામે બદલો લેવા માટે કરવામાં આવી રહ્યા છે, જેમના પર શીખ સમુદાયને નિશાન બનાવવાનો આરોપ છે. ઇમેઇલ મોકલનારની ઓળખની સ્વતંત્ર રીતે પુષ્ટિ થઈ નથી, અને આ ધમકીઓ હાલમાં માત્ર ઇમેઇલમાં લગાવવામાં આવેલા આરોપો પૂરતી જ છે.

ધમકીભર્યા ઇમેઇલમાં દિલજીતને નિશાન બનાવવાની પાછળ તેના દ્વારા અમિતાભ બચ્ચનના પગે લાગવાનું કારણ જણાવવામાં આવ્યું છે. મેઇલમાં લખ્યું છે કે 27 નવેમ્બરે દિલજીતને મહાલક્ષ્મી રેસકોર્સમાં બોમ્બ અને આત્મઘાતી હુમલામાં મારવાના છે, કારણ કે તે શીખોનો નરસંહાર કરનાર અમિતાભ બચ્ચનને પગે લાગ્યો હતો.

Join WhatsApp

Join Now

Leave a Comment