SRH ની માલિક કાવ્યા મારન જેલર-2ના મ્યુઝિક કમ્પોઝર સાથે કરશે લગ્ન

દક્ષિણ ભારતીય સંગીતકાર અનિરુદ્ધ રવિચંદર અને સનરાઈઝર્સ હૈદરાબાદની સહમાલિક કાવ્યા મારન લગ્નગ્રંથિથી બંધાય તેવી ચર્ચાઓએ ફરીથી જોર પકડ્યુ છે. કેટલાક અહેવાલો અનુસાર બંને આ વર્ષના અંતે નવેમ્બરમાં લગ્ન કરી શકે છે. લગ્ન માટે ગ્રીસ અને સ્વાગત સમારોહ ચેન્નાઈમાં યોજાઈ શકે છે તે પ્રકારની ચર્ચાઓ ચારેકોર ચાલી રહી છે. જો કે કાવ્યા કે અનિરુદ્ધ તરફથી લગ્ન અંગે સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.

એક અહેવાલ પ્રમાણે, કાવ્યા અને અનિરુદ્ધ નવેમ્બરમાં ગ્રીસમાં લગ્ન કરી શકે છે. ચેન્નાઈમાં પણ ભવ્ય સમારોહ યોજાય તેવી વાતો પણ વહેતી થઈ રહી છે. તેલંગણા મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા 21 નવેમ્બરે ચેન્નાઈમાં સ્વાગત સમારોહ યોજવાની જાણકારી આપવામાં આવી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. લગ્ન સમારોહની તારીખો અંગે અંતિમ સત્તાવાર જાહેરાતની રાહ જોવાઈ રહી છે.

કાવ્યા મારનનો જન્મ 6 ઑગસ્ટ, 1992ના રોજ ચેન્નઈમાં થયો હતો. તેઓ સન ગ્રૂપના અધ્યક્ષ કલાનિધિ મારનની પુત્રી છે. તેમનાં માતા કાવેરી મારન પણ વ્યવસાયજગતમાં સક્રિય છે. કાવ્યાએ ચેન્નઈની સ્ટેલા મેરિસ કૉલેજમાંથી વાણિજ્યનો અભ્યાસ કર્યો હતો અને ત્યાર બાદ વૉરિક બિઝનેસ સ્કૂલમાંથી MBAની પદવી મેળવી હતી. કાવ્યા IPLની સનરાઇઝર્સ હૈદરાબાદ ટીમ સાથે સંકળાયેલાં છે અને ટીમનાં જાણીતાં ચહેરાઓમાંના એક છે. ટીમની હરાજીથી લઈને મેચ દરમિયાનની તેમની હાજરીને કારણે તેઓ વારંવાર ચર્ચામાં રહે છે.

અનિરુદ્ધ રવિચંદરનો જન્મ 16 ઑક્ટોબર, 1990ના રોજ થયો હતો. તેઓ તમિલ ફિલ્મસૃષ્ટિના જાણીતા સંગીતકાર અને ગાયક છે. ‘જેલર’ સહિતની અનેક ફિલ્મોના સંગીતને કારણે તેમને વ્યાપક લોકપ્રિયતા મળી છે.

Join WhatsApp

Join Now

Leave a Comment