જે સ્ટાર્સની રેકી કરી તેમની સુરક્ષા વ્યવસ્થા કેવી છે ?

બોલીવુડ અભિનેતા ટાઈગર શ્રોફ પર થયેલા હુમલામાં અન્ય સ્ટાર્સ પણ નિશાને હોવાનો ખુલાસો થયો હતો. હુમલાખોરોએ અગાઉ સલમાન ખાન, અમિતાભ બચ્ચન, આમિર ખાન અને અક્ષય કુમારની રેકી કરી હોવાની વાતનો ખુલાસો થયો છે, પરંતુ તેમની સુરક્ષા વ્યવસ્થા સઘન હોવાથી તેમના પર હુમલો કરવો શક્ય ન બનતા ટાઈગર શ્રોફને નિશાન બનાવ્યો હતો.

લાંબા સમયથી સલમાન ખાન લોરેન્સ બિશ્નોઈના નિશાને છે. અગાઉ પણ લોરેન્સ બિશ્નોઈ ગેંગ દ્વારા સલમાન ખાન પર હુમલાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જે બાદ ભાઈજાનની સુરક્ષા વ્યવસ્થા સઘન કરી દેવામાં આવી હતી. સલમાન ખાન બાન્દ્રાના સી ફેસિંગ વિસ્તારમાં ગેલેક્સી અપાર્ટમેન્ટમાં રહે છે. પરંતુ તેની બહાર તરત જ રસ્તો હોવાથી આસાનીથી ઘર પર કોઈ પણ નજર રાખી શકે છે અને રેકી પણ કરી શકે છે. અગાઉ સલમાન ખાન પર થયેલા હુમલાના કારણે તેમના ઘરને બુલેટપ્રુફ બનાવી દેવામાં આવ્યુ છે. બારી અને દરવાજા બુલેટપ્રુફ કરી દેવામાં આવ્યા છે. સલમાન ખાનને મહારાષ્ટ્ર સરકારે Y પ્લસ કેટેગરીની સુરક્ષા આપી છે. તેમના ઘરે 24 કલાક પોલીસ તૈનાત હોય છે. એ સિવાય પણ CCTV કેમેરા અને બુલેટપ્રુફ કારનો પણ ખડકલો હોય છે. સલમાનની પર્સનલ સિક્યોરિટીમાં તેમના ખ્યાતનામ બોડીગાર્ડ શેરા છે. જે છેલ્લા કેટલાય વર્ષોથી સલમાન ખાન સાથે તેમના પડછાયાની જેમ રહે છે.

સદીના મહાનાયક અમિતાભ બચ્ચન જૂહુ ખાતે જલસા બંગ્લોમાં વસવાટ કરે છે. મુંબઈના જૂહુ વિસ્તારમાં જ ટાઈગર શ્રોફ પર ફાયરિંગ કરવામાં આવ્યુ હતુ. જૂહુના પૉશ વિસ્તારમાં બંગ્લાની કિંમતો 100 કરોડ સુધીની આંકવામાં આવે છે. જલસાની બહાર દર રવિવારે ઉમટી પડતી ભીડના કારણે સુરક્ષા વ્યવસ્થા સઘન રાખવામાં આવે છે. અમિતાભ બચ્ચનને મહારાષ્ટ્ર સરકારે X કેટેગરીની સુરક્ષા પ્રદાન કરી છે. તેમની સાથે સશ્સ્ત્ર પોલીસ કર્મચારી તૈનાત હોય છે. રેકીના અહેવાલો બાદ સુરક્ષા વ્યવસ્થામાં વધારો કરવામાં આવ્યો છે. ઘરની બહાર પણ CCTV કેમેરા અને ગુપ્તચરોને સતર્ક કરવામાં આવ્યા છે.

આમિર ખાન બાન્દ્રાના પાલી હિલ સ્થિત બેલા વિસ્ટા અપાર્ટમેન્ટમાં વસવાટ કરે છે. 24 માંથી 9 ફ્લેટ્સના માલિક છે આમિર ખાન. રેકીની ખબરો સામે આવ્યા બાદ પાલી આવાસ સ્થિત સુરક્ષા વ્યવસ્થામાં વધારો કરવામાં આવ્યો છે. તેમની પર્સનલ સુરક્ષામાં તેમના બોડીગાર્ડ યુવરાજ સતત તેમની સાથે ખડેપગે રહે છે.

અભિનેતા અક્ષય કુમારને પણ મહારાષ્ટ્ર સરકાર તરફથી X કેટેગરીની સુરક્ષા વ્યવસ્થા આપવામાં આવી છે. અક્ષય કુમારની ખાસ વાત એ છે કે પોલીસ કર્મચારીઓનો તમામ ખર્ચો તે પોતે ઉઠાવે છે. તેમની સાથે શ્રેયસ નામનો અંગરક્ષક પડછાયાની જેમ સતત સાથે રહે છે.

હાઈ પ્રોફાઈલ વ્યક્તિઓની રેકી કરવી તે એ બાબતનો પુરાવો છે કે મુંબઈમાં કોઈ પણ સમયે કોઈ પણ પ્રખ્યાત હાઈ પ્રોફાઈલ સ્ટાર પર હુમલો થઈ શકે છે અને સુરક્ષા વ્યવસ્થામાં રહેલા છિદ્રોને લઈને પણ તેમણે સરકારનું ધ્યાન દોર્યુ છે.

Join WhatsApp

Join Now

Leave a Comment