Jordan Church Firing: જોર્ડનમાં એક ચર્ચમાં અંતિમ સંસ્કારની વિધિ દરમિયાન અજાણ્યા બંદૂકધારી શખ્સોએ હુમલો કરી દીધો હતો. અચાનક શરૂ કરી દીધેલા ફાયરિંગમાં 6 ના ઘટનાસ્થળે જ મોત થયા છે અને 28 ઘાયલ થયા છે. કરક પ્રાંતના હમૂદ ગામનો આ બનાવ છે. કેટલાક અજાણ્યા બંદૂકધારી શખ્સો કારમાં આવ્યા અને ચર્ચમાં ઘુસી જઈ અંધાધૂંધ ફાયરિંગ શરૂ કરી દીધુ હતુ.
જોર્ડનના સરકારી પ્રવક્તાએ આ ઘટનાને અતિભયાનક ઘટના ગણાવી છે. જોર્ડનના રાજા અબ્દુલ્લા II એ કહ્યુ કે ચર્ચ પર હુમલાને આતંકવાદી હુમલો ગણાવ્યો હતો અને હુમલાખોરોને પકડીને સખત સજા કરવાની સૂચના આપી હતી. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર જણાવ્યુ હતુ કે કરકમાં આતંકવાદી હુમલાના આરોપીને સખત જવાબ આપવામાં આવશે. જે લોકોને એવો ભ્રમ હોય કે તેઓ ગોળીઓથી જોર્ડનના લોકોને અલગ કરશે તો તેમનું તેવુ માનવુ ખોટું છે, જોર્ડનના લોકોની એકતાને તોડવામાં તેઓ ક્યારેય સફળ નહી થાય. ઉત્તરથી લઈ દક્ષિણ સુધી જોર્ડનના લોકો એક જ ભૂમિ અને એક જ ભાગ્ય સાથે જોડાયેલા છે. તેમની વચ્ચે કોઈ અવરોધ કે દીવાલ નથી. મૃતકોના પરિવાર પ્રત્યે અમારી સહાનૂભૂતિ છે અને ઘાયલો ઝડપથી સાજા થાય તે માટે પ્રાર્થના છે. જોર્ડનના દરેક નાગરિકનું જીવન અનમોલ છે. જે કોઈ પણ અમારા દેશ અથવા દેશના લોકોને ધમકાવવાનો પ્રયાસ કરશે, તેની સામે સખત પગલાં લેવામાં આવશે.
સોશિયલ મીડિયા પર વાયરલ વીડિયોમાં ત્રણ લોકો ફૂટપાથ પરથી ચર્ચ તરફ ગોળીઓ વરસાવતા નજરે પડી રહ્યા છે. અંતિમ સંસ્કારમાં 150 થી 200 લોકો સામેલ થયા હતા. હુમલાખોરોએ અંધાધૂંધ ગોળીબારી ચાલુ જ રાખી હતી. તેમની પાસે રાયફલો અને પિસ્ટલ હતી. ચર્ચમાં લોકો પર થયેલા આ હુમલાની જવાબદારી હજુ સુધી કોઈ સંગઠને લીધી નથી.








