યુક્રેનના વિરોધ વચ્ચે રશિયાનું ડીઝલ ભરેલુ ટેન્કર અમેરિકા જવા માટે રવાના

Russia diesel tanker departs for United States amid Ukraine opposition: અમેરિકામાં વધતા ડીઝલના ભાવને અંકુશમાં લાવવા માટે અમેરિકન પ્રમુખ ડૉનાલ્ડ ટ્રમ્પે ના છૂટકે રશિયા પાસેથી ડીઝલ ખરીદવુ પડી રહ્યુ છે. રશિયાથી 3 લાખ બેરલ ડીઝલ લઈને એક ટેન્કર અમેરિકા જવા માટે રવાના થયુ છે અને અંદાજિત નવેમ્બરની શરૂઆતમાં અમેરિકા પહોચી શકે છે. રશિયા અને અમેરિકા વચ્ચે ડીઝલને લઈ સમજૂતી થઈ હતી. અમેરિકન પ્રમુખ ડૉનાલ્ડ ટ્રમ્પના નિવેદનના બે સપ્તાહ બાદ ત્રણ લાખ બેરલ ડીઝલ લઈ ટેન્કર રવાના થયુ છે.

અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પ અને રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમિર પુતિન વચ્ચે વૈશ્વિક બજારમાં ઈંધણનો પુરવઠો વધારવા અંગે સહમતિ થયા બાદ આ પહેલી ખેપ છે. ટ્રમ્પ પ્રશાસન રશિયા પર લગાવવામાં આવેલા કેટલાક પ્રતિબંધોમાં ઢીલ આપીને ઈંધણનો પુરવઠો વધારવાનો પ્રયાસ કરી રહ્યુ છે.

માલ્ટાના ધ્વજવાળું ટેન્કર ‘એગિયોઈ ફાનેદેસ’ શુક્રવારે રશિયાના પ્રિમોર્સ્ક બંદરેથી રવાના થયું. જહાજમાં 2.98 લાખ બેરલ ડીઝલનો જથ્થો રાખવામાં આવ્યો છે. અમેરિકામાં આ વર્ષે ડીઝલનો ભાવ 3.55 ડૉલર પ્રતિ ગૅલનથી વધીને 6.32 ડૉલર થઈ ગઈ છે. એટલે કે તેમાં આશરે 78%નો વધારો થયો છે. ઈરાન યુદ્ધ અને રશિયા-યુક્રેન યુદ્ધને કારણે તેલનો પુરવઠો પ્રભાવિત થયો છે, જેના કારણે ઊર્જાના ભાવમાં વધારો થયો છે. ડીઝલ મોંઘું થવાની અસર માત્ર વાહનચાલકો પૂરતી સીમિત રહેતી નથી. ખેતી, માલની હેરફેર અને ખાદ્ય પદાર્થોની કિંમતો પર પણ તેની અસર પડે છે. સામાનની હેરફેર મોંઘી થવાથી કંપનીઓનો ખર્ચ વધે છે, જેનો બોજ આખરે સામાન્ય લોકો પર પણ પડી શકે છે.

અમેરિકામાં દરરોજ આશરે 38 લાખ બેરલ ડીઝલનો વપરાશ થાય છે. આવી સ્થિતિમાં રશિયાથી આવી રહેલો આશરે 2.98 લાખ બેરલનો જથ્થો દેશની એક દિવસની જરૂરિયાત પણ પૂરી કરી શકશે નહીં. આ જથ્થાથી કિંમતો પર અસર મર્યાદિત રહેશે. બેન્ક ઑફ અમેરિકાના કોમોડિટી નિષ્ણાત ફ્રાન્સિસ્કો બ્લાન્ચના જણાવ્યા મુજબ, વિશ્વમાં ડીઝલ જેવા રિફાઇન્ડ ઇંધણનો પુરવઠો ઘટી રહ્યો છે. હોર્મુઝ સ્ટ્રેટની આસપાસ જહાજો પર થયેલા હુમલાઓ અને રશિયાની તેલ રિફાઇનરીઓ પરના હુમલાઓએ પણ પુરવઠાને અસર કરી છે.

ડીઝલની કિંમતો ઘટાડવા માટે ટ્રમ્પ વહીવટીતંત્રે અનેક પગલાં લીધાં છે. તેમાં ઑફ-રોડ ઉપયોગ માટેના ડીઝલનો વધુ ઉપયોગ કરવાની મંજૂરી આપવી અને યુરોપિયન દેશો પર તેમના ડીઝલ ભંડાર જાહેર કરવા દબાણ બનાવવાનો સમાવેશ થાય છે. અમેરિકન વહીવટીતંત્રે કાચા તેલ અને ડીઝલના વ્યૂહાત્મક ભંડારમાંથી નવો જથ્થો જાહેર કરવાનો પ્રયાસ પણ કર્યો હતો, પરંતુ આંતરરાષ્ટ્રીય ઊર્જા એજન્સીએ આ માંગ સ્વીકારી નહોતી.

Join WhatsApp

Join Now

Leave a Comment