ટીમ ઈન્ડિયાના સ્ટાર સ્પિનર ચહલની નિવૃત્તિની જાહેરાત

Indian spinner Yuzvendra Chahal retirement: ટીમ ઈન્ડિયાના સ્ટાર લેગ સ્પિનર યુઝવેન્દ્ર ચહલે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાંથી અચાનક નિવૃત્તિ જાહેર કરી છે. તેમણે સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા આ નિર્ણયની જાણ કરી. ચહલે ટેસ્ટ ક્રિકેટમાંથી અચાનક નિવૃત્તિની જાહેરાત કરતાં સૌ કોઈ અચંબિત થઈ ગયા છે. 36 વર્ષીય ચહલ વ્હાઇટ-બોલ ક્રિકેટ (વનડે અને T20) રમવાનું ચાલુ રાખશે. તેમણે 49 મેચમાં 148 વિકેટ ઝડપી છે. ચહલ હવે ભારતીય ટીમમાં વાપસી માટે પ્રયાસ કરશે.

વ્હાઈટ બોલ રમવાનું ચાલુ રાખશે ચહલ

ભારતના લેગ સ્પિનર યુઝવેન્દ્ર ચહલે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લીધી છે. તેણે કહ્યું કે ટેસ્ટ કેપ મેળવવી હવે શક્ય નથી. ચહલે ક્યારેય ભારત માટે ટેસ્ટ ક્રિકેટ રમ્યું નથી. તેણે 72 વન-ડે અને 80 T20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. તેની છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ ઓગસ્ટ 2023માં T20 હતી. ચહલે કહ્યું કે દેશ માટે રમવાની તેની ભૂખ હજુ પણ અકબંધ છે. તે વન-ડે અને T20માં વાપસી કરવા માટે પૂરેપૂરી કોશિશ કરશે. તેઓ વ્હાઇટ-બોલ ક્રિકેટ રમવાનું ચાલુ રાખશે. 36 વર્ષીય ચહલે તેમની છેલ્લી રેડ બોલ મેચ લોર્ડ્સમાં નોર્થમ્પટનશાયર માટે રમી હતી. ચહલ વ્હાઇટ બોલ ક્રિકેટમાં રમતા જોવા મળશે. તેમણે સોશિયલ મીડિયા પોસ્ટ પર રિટાયર્મેન્ટની જાહેરાત કરી છે.

યઝુવેન્દ્ર ચહલની ક્રિકેટ કરિયર

ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં યુઝવેન્દ્ર ચહલે 49 મેચની 79 ઇનિંગ્સમાં કુલ 148 વિકેટ ઝડપી છે. તેમણે 9,154 બોલમાં 4,777 રન આપ્યા હતા. આ દરમિયાન તેમની બોલિંગ એવરેજ 32.27, ઇકોનોમી 3.13 અને સ્ટ્રાઇક રેટ 61.8 રહ્યો હતો. ચહલે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં 6 વખત પાંચ વિકેટ અને 8 વખત ચાર વિકેટ લેવાની સિદ્ધિ પણ મેળવી છે. તેમનું એક ઇનિંગ્સમાં સર્વશ્રેષ્ઠ પ્રદર્શન 44 રનમાં 6 વિકેટ અને એક મેચમાં સર્વશ્રેષ્ઠ પ્રદર્શન 99 રનમાં 9 વિકેટનું રહ્યું છે.

ઈન્સ્ટાગ્રામ પોસ્ટમાં જાહેરાત કરી

તેણે ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં લખ્યું, મારા માટે રેડ-બોલ ક્રિકેટ ક્યારેય માત્ર એક વધુ ફોર્મેટ નહોતું. અહીં જ મેં ધીરજ, પાત્રતા, સંઘર્ષશીલતા અને લાંબા સમય સુધી મેદાન પર રહેવાનો આનંદ શીખ્યો. તેણે આગળ લખ્યું, મેં મારી છેલ્લી ફર્સ્ટ ક્લાસ મેચ લોર્ડ્સમાં રમી હતી. આ લખવું ભાવુક કરી દેનારું છે, કારણ કે ટેસ્ટ કેપ હંમેશાં મારું સપનું રહી છે. આ સપનું ઘણા વર્ષો સુધી મારી સાથે રહ્યું. ચહલે કહ્યું, આ સપનું પૂરું થયું નથી, પરંતુ હું મારી સફરથી ખરેખર સંતુષ્ટ છું. આ ફોર્મેટમાં મળેલી દરેક તક માટે હું ખૂબ જ આભારી છું.

https://www.instagram.com/p/Dd-5Cg0kujm/?utm_source=ig_web_button_share_sheet

વર્ષ 2023માં સોશિયલ મીડિયામાં કરી હતી ક્રિપ્ટિક પોસ્ટ

યુઝવેન્દ્ર ચહલની એક સોશિયલ મીડિયા પોસ્ટે 23 સપ્ટેમ્બરે ક્રિકેટ જગતમાં હડકંપ મચાવ્યો હતો. ચહલે તે દિવસે લંડનમાં ઐતિહાસિક લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડમાં પોતાની કેટલીક તસવીરો શેર કરી હતી. જેમાં તેઓ ખેલાડીઓના સ્ટેન્ડમાં ઊભેલા જોવા મળે છે અને કેપ્શનમાં માત્ર એટલું જ લખ્યું હતું કે- ‘The Last Dance’. ચહલના આ કેપ્શનનો મતલબ તે સમયે સ્પષ્ટ નહોતો. જો કે, સોશિયલ મીડિયા પર તેને નિવૃત્તિ સાથે જોડવામાં આવી હતી.

ભારતીય ક્રિકેટ ટીમમાં ઘણા સમયથી ગેરહાજર છે

ભારતીય ટીમમાં ચહલની ઘણાં લાંબા સમયથી ગેરહાજરી પણ તેનું એક કારણ હતી. તેમણે અંતિમ ODI ભારત માટે 24 જાન્યુઆરી, 2023ના દિવસે ન્યૂઝિલેન્ડ સામે રમી હતી. તો તેમણે અંતિમ T20I 13 ઓગસ્ટ, 2023ના દિવસે વેસ્ટ ઇન્ડિઝ સામે રમી હતી.

Join WhatsApp

Join Now

Leave a Comment