India won gold medal against Pakistan: ભારતે એશિયન ગેમ્સ 2026 માં સૌથી મોટી જીત મેળવી છે. ક્રિકેટ મેચમાં પાકિસ્તાનને હરાવીને ભારતે ગોલ્ડ મેડલ મેળવ્યો છે. ફાઈનલ મેચમાં પાકિસ્તાનને 19 રનથી પરાસ્ત કર્યુ છે. સતત બીજી વખત મેન્સ ક્રિકેટમાં ભારતે ગોલ્ડ મેડલ મેળવ્યો છે. ભારતે ટૉસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો અને 20 ઓવરમાં 6 વિકેટે 211 રન બનાવ્યા હતા, જવાબમાં પાકિસ્તાની ટીમે 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 192 રન જ બનાવ્યા હતા જેથી પાકિસ્તાને ગોલ્ડથી દૂર રહેવુ પડ્યુ હતુ. પાકિસ્તાન માટે હસન નવાઝે સૌથી વધુ 96 રન બનાવ્યા. સૈમ અયુબે 29 રનની ઇનિંગ્સ રમી. ભારત તરફથી અક્ષર પટેલ અને વોશિંગ્ટન સુંદરે 2-2 વિકેટ લીધી.
પાકિસ્તાન સામે ભારતનો સૌથી મોટો સ્કોર
ભારતે T-2- ઈન્ટરનેશનલમાં પાકિસ્તાન સામે પોતાનો સૌથી મોટો સ્કોર બનાવ્યો છે. અગાઉનો રેકોર્ડ 192/5 રનનો છે જે ભારતે 2012માં અમદાવાદમાં બનાવ્યો હતો. ભારત તરફથી ઓપનર અભિષેક શર્માએ 28 બોલ પર 7 છગ્ગાની મદદથી 61 રન બનાવ્યા હતા. તિલક વર્માએ 22 બોલ પર 4 સિક્સરની મદદથી નોટઆઉટ 51 રન બનાવ્યા. પાકિસ્તાનને છેલ્લી ઓવરમાં 33 રનની જરૂર હતી, પરંતુ શિવમ દુબેએ 13 રન જ આપ્યા.
ભારતે અત્યાર સુધી 19 ગોલ્ડ મેળવ્યા
એશિયન ગેમ્સ 2026માં ભારતે ગોલ્ડની હેટ્રિક બનાવી દીધી છે. ક્રિકેટ મેચમાં પાકિસ્તાન સામે ભારતે 19 મો ગોલ્ડ જીત્યો છે જ્યારે પાકિસ્તાને પહેલી વખત સિલ્વર મેડલથી સંતોષ માનવો પડ્યો છે. 19 ગોલ્ડ સાથે ભારત મેડલ ટેલીમાં ટોપ-5 માં સ્થાન બનાવી ચૂક્યુ છે.













