ગુજરાત નેશનલ વર્લ્ડ સ્પોર્ટ્સ એન્ટરટેઈનમેન્ટ ટેકનોલોજી લાઈફ સ્ટાઈલ વેબ સ્ટોરી એસ્ટ્રોલોજી

કારગિલમાં ભારે વરસાદ બાદ ફ્લેશ ફ્લડ, સેના અને પોલીસે રાતભર જાગીને લોકોના બચાવ્યા જીવ

Kargil Ladakh Flash Floods Heavy Rain Indian Army Rescue Operation

ભારે વરસાદને કારણે કારગિલ જિલ્લામાં છેલ્લા બે દિવસથી કુદરતે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. ભારે વરસાદને કારણે આવેલા પૂરથી કારગીલના અનેક ગામોમાં પાણી ઘૂસી ગયા છે. જેનાથી અનેક વિસ્તારોમાં ખેતીલાયક જમીન, વૃક્ષો અને ખાનગી સંપત્તિને નુકસાન થયું છે. કોઈ જાનહાનિના સમાચાર નથી. સત્તાવાળાઓએ સ્થાનિક રહેવાસીઓ અને પ્રવાસીઓને સતર્ક રહેવાની સલાહ આપતી સૂચના જાહેર કરી છે.

ક્યાં ક્યાં મચાવી પૂરની તબાહી?

ભારે વરસાદને કારણે શાંગચે શાકર અને રઝિંગખા, યોકમા ખારબૂમાં અચાનક પૂર (ફ્લેશ ફ્લડ) આવ્યું હતું, આ વિસ્તારોમાં મકાનો અને પશુઓના વાડાને મોટું નુકસાન પહોંચ્યું છે, સાથે જ GMMS શાંગચેને પણ ભારે નુકસાન થયું છે. આ ઉપરાંત બડગામ, કારકિટ ચૂ(Karkit Choo), ચોસ્કોર અને સિલ્મો જેવા વિસ્તારોમાં લોકોની ખાનગી સંપત્તિ અને ખેતીલાયક જમીન ધોવાઈ ગઈ છે. કારગિલ જિલ્લા પોલીસ સ્થાનિક રહેવાસીઓ સાથે મળીને અસરગ્રસ્તોને મદદ કરી રહી છે.

સંકટ સમયની સાંકળ: સેના અને પોલીસ બન્યા દેવદૂત

અચાનક આવેલા પૂરને કારણે કારકિટ ચૂ (Karkit Choo) લિંક રોડને નુકસાન થયું હતું. ભારતીય સેના, કારગિલ પોલીસ, UTDRF અને સ્થાનિક લોકો દ્વારા એક કામચલાઉ ફૂટબ્રિજ બનાવવામાં આવ્યો, જેનાથી ત્યાં ફસાયેલા લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવાનું શક્ય બન્યું. જનસુરક્ષા માટે સેના અને પોલીસ રાતભર તૈનાત રહ્યા.

તંત્રનું એલર્ટ: પ્રવાસીઓ અને સ્થાનિકોને સાવચેત રહેવા અપીલ

હાલની ગંભીર હવામાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, કારગિલના જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ (DDMA) દ્વારા સત્તાવાર એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે. તંત્રએ સ્થાનિક રહેવાસીઓ અને કારગિલની મુલાકાતે આવેલા તમામ પ્રવાસીઓને નદી-નાળાથી દૂર રહેવા અને સતર્ક રહેવાની અપીલ કરી છે. હાલમાં પણ કારગિલ જિલ્લા પોલીસ અને પ્રશાસન સ્થાનિક લોકો સાથે મળીને અસરગ્રસ્તોને જરૂરી તમામ મદદ પહોંચાડી રહ્યા છે.

આ પણ વાંચો : ગુજરાતીઓ માટે ગર્વની ક્ષણ, ફિલ્મ ‘મારણ (ધ હન્ટ)’ ને મળ્યો બેસ્ટ ગુજરાતી ફિલ્મનો નેશનલ એવોર્ડ

Join WhatsApp

Join Now

Leave a Comment