Uber Train Ticket Booking : Uberએ પોતાની એપમાં ટ્રેનથી મુસાફરી કરતા લોકો માટે ઉપયોગી સુવિધા શરૂ કરી છે. હવે ટ્રેન ટિકિટ બુક કરવા માટે અલગ-અલગ એપમાં જવાની જરૂરિયાત ધટી જશે. Uber Train Ticket Booking ફીચર દ્વારા યુઝર્સ Uber એપમાં જ ટ્રેન શોધી શકે છે, ટ્રેનની ટિકિટ બુક કરી શકે છે અને ટ્રેનની બુકિંગની વિગતો પણ ચકાસી શકશે. Uberની સત્તાવાર માહિતી મુજબ આ ટ્રાવેલ બુકિંગ સેવા ixigoના પ્લેટફોર્મ્સ સાથેના ઇન્ટિગ્રેશન દ્વારા ઉપલબ્ધ છે.
Uber એપ પરથી ટ્રેન ટિકિટ કેવી રીતે બુક કરવી?
ટ્રેન ટિકિટ બુક કરવા માટે પહેલા Uber એપનું લેટેસ્ટ વર્ઝનમાં હોમ સ્ક્રીન પર ટ્રેન અથવા Bus & Train વિકલ્પ શોધો. એપમાં વિકલ્પ સીધો દેખાતો ન હોય તો Services વિભાગમાં જઈને ‘Bus & Train’ વિકલ્પ શોધવો પડશે.
‘Bus & Train’ પસંદ કર્યા પછી Train Ticketsનો વિકલ્પ પસંદ કરી શકાય છે. ત્યારબાદ મુસાફરે જ્યાંથી ટ્રેનમાં ચડવાનું છે તે Origin, જ્યાં પહોંચવાનું છે તે Destination અને મુસાફરીની તારીખ દાખલ કરવાની રહેશે અને Search Trains વિકલ્પ પસંદ કરવો. બાદમાં સંબંધિત મુસાફરી ઓપ્શન્સ અને ઉપલબ્ધ ટ્રેનો સ્ક્રીન પર જોવા મળશે. પસંદગીની ટ્રેન પસંદ કર્યા બાદ જરૂરી મુસાફરની વિગતો ભરીને એપમાં દર્શાવાતી ચુકવણી પૂર્ણ કરીને બુકિંગ કરી શકાય છે.

ટિકિટ બુક કર્યા બાદ શું મળશે?
Uberના નવા ફીચર દ્વારા યુઝર્સ બુકિંગ પછી PNR સ્ટેટસ પણ તપાસી શકે છે. એટલે ટિકિટ કન્ફર્મ છે કે નહીં અથવા મુસાફરી સંબંધિત બુકિંગની સ્થિતિ જાણવા માટે અલગ પ્લેટફોર્મ પર જવાની જરૂરિયાત ઘટી જાય છે.
રેલવે ટિકિટ બુક કરવા ઉપરાંત મુસાફરને ઘર, ઓફિસ અથવા અન્ય સ્થળેથી રેલવે સ્ટેશન સુધી પહોંચવું પડે છે. એટલે મુસાફરો માટે સ્ટેશન સુધી પહોંચવાની અને ત્યાંથી આગળ જવાની મુસાફરીને પણ એક જ એપ સાથે જોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
ixigoની ભૂમિકા શું છે?
અહીં મહત્વની વાત એ છે કે Uber પોતે ટ્રેન ટિકિટિંગ નેટવર્ક ચલાવતું નથી. Uberની અધિકૃત શરતો મુજબ ટ્રેન અને બસ ટિકિટ બુકિંગ સેવા ixigo, ConfirmTkt અને AbhiBus સહિતના ixigo પ્લેટફોર્મ્સના ઇન્ટિગ્રેશનથી સંચાલિત થાય છે. Uber મુખ્યત્વે યુઝરને ટ્રાન્સપોર્ટેશન ટિકિટ શોધવા અને બુક કરવાની સુવિધા આપતું પ્લેટફોર્મ છે.

ટિકિટના કેન્સલેશન, રિફંડ, ફેરફાર અને અન્ય નિયમો સંબંધિત ટ્રાન્સપોર્ટ સર્વિસ પ્રોવાઇડરની શરતો પર આધારિત રહેશે. તેથી પેમેન્ટ કરતા પહેલાં ભાડું, ઉપલબ્ધતા અને કેન્સલેશન નિયમો ચેક કરવું મહત્વપૂર્ણ છે.
પ્રથમ ટ્રેન બુકિંગ પર ઓફર
Uberની હાલની સત્તાવાર ટ્રેન ટિકિટ પેજ મુજબ પ્રથમ વખત Uber એપ પરથી ટ્રેન ટિકિટ બુક કરનારા યુઝર્સ માટે 100 ટકા સર્વિસ ફી ઓફ દર્શાવવામાં આવી રહી છે. સાથે પ્રથમ વખત બુકિંગ કરનારા યુઝર્સને 10 ટકા સુધી Uber Credits અને હાલના યુઝર્સ માટે 5 ટકા સુધી રિટર્ન દર્શાવવામાં આવ્યું છે. જોકે આ ઓફર શરતોને આધીન છે અને કંપની તેને બદલી અથવા પાછી ખેંચી શકે છે.
આનો અર્થ એ નથી કે ટ્રેનની ટિકિટ મફતમાં મળશે. ટિકિટનું મૂળ ભાડું અને અન્ય લાગુ પડતા ચાર્જ ચૂકવવાના રહેશે. ડિસ્કાઉન્ટ મુખ્યત્વે લાગુ પડતી સર્વિસ અથવા બુકિંગ ફી સાથે સંબંધિત છે.

મુસાફરોએ શું ધ્યાનમાં રાખવું?
ટ્રેન બુક કરતી વખતે મુસાફરીની તારીખ, Origin, Destination, મુસાફરની વિગતો અને અંતિમ ચુકવણી રકમ ધ્યાનથી ચેક કરવી જરૂરી છે.ટિકિટ બુક થયા બાદ PNR અને ટિકિટની વિગતો સાચવી રાખવી તથા મુસાફરી પહેલાં બુકિંગની સ્થિતિ ચેક કરવી પણ ઉપયોગી રહેશે અને જરૂર પડે ત્યારે Uber એપના Help વિભાગનો ઉપયોગ કરવો. સુવિધાની ઉપલબ્ધતા અને ઓફર સમય સાથે બદલાઈ શકે છે. Uberની સત્તાવાર માહિતી પણ જણાવે છે કે ટ્રેન બુકિંગ સંબંધિત ઓફર બદલાઈ અથવા પાછી ખેંચાઈ શકે છે.
આ રીતે Uber Train Ticket Booking ફીચર માત્ર ટ્રેન ટિકિટ બુક કરવાની સુવિધા નથી, પરંતુ ટ્રેન મુસાફરીને કેબ અને અન્ય રોડ ટ્રાન્સપોર્ટ સાથે એક જ ડિજિટલ પ્લેટફોર્મ પર જોડવાનો પ્રયાસ છે.










