જરૂરિયાતના સમયે PF ના પૈસા હવે મળશે UPI થી

PF money via UPI: હવે જરૂરિયાતના સમયે પોતાના જ પૈસા માટે રાહ નહી જોવી પડે. PF અકાઉન્ટમાંથી પૈસા ઉપાડવા અને બેન્ક અકાઉન્ટમાં રકમ જમા થતા દરમિયાનનો સમયગાળો હવે નહી આવે. EPFO દ્વારા સભ્યોને UPI થી પેમેન્ટ મળી શકે તેવી વ્યવસ્થા કરવાની તૈયારી ચાલી રહી છે. EPFO આ માટે UAN પોર્ટલને સભ્યોના UPI અકાઉન્ટ સાથે જોડવાની તૈયારી કરી રહ્યુ છે. આ માટે એક નવી મોબાઇલ એપ પણ લાવવામાં આવવાની વાત કહેવામાં આવી રહી છે. આ વ્યવસ્થામાં બેંક ખાતા ઉપરાંત BHIM, ફોનપે અને ગૂગલ પે જેવી UPI એપનો ઉપયોગ કરી શકાશે.

આ સુવિધા હેઠળ સભ્યો પોતાના અકાઉન્ટમાં રહેલી રકમનો 75 ટકા હિસ્સો ઉપાડી શકશે. આ અંગેની ઔપચારિક જાહેરાત ડિસેમ્બર 2026 સુધીમાં કરવામાં આવશે. હાલમાં PF ઉપાડવાની પ્રક્રિયા લાંબી અને કંટાળા જનક કહેવાય તેવી છે. સભ્યોએ UAN પોર્ટલ પર જઈને ઓનલાઈન ક્લેમ કરવો પડે છે. ત્યારબાદ EPFO તરફથી ક્લેમની ચકાસણી કરવામાં આવે છે અને રકમ બેંક ખાતામાં મોકલવામાં આવે છે. આ સમગ્ર પ્રક્રિયામાં સમય લાગી શકે છે. નવી વ્યવસ્થાનો હેતુ આ રાહ જોવાનો સમય ઘટાડવાનો છે. આ માટે EPFO બેંકો સાથે મળીને UPI મારફતે PF ઉપાડવાની સુવિધા આપવાનો પ્રયાસ કરી રહ્યું છે. હાલ આ ટ્રાયલ તબક્કામાં છે.

નવી વ્યવસ્થામાં PF ખાતામાંથી ઉપાડની એક મર્યાદા રાખવામાં આવશે. નક્કી કરેલી શરતો પૂરી કરતા સભ્યો પોતાના EPF બેલેન્સના 75% સુધીનો હિસ્સો UPI મારફતે ઉપાડી શકશે. તેનો અર્થ એ છે કે ખાતામાં જમા સંપૂર્ણ રકમ એકસાથે ઉપાડવાની સુવિધા નહીં હોય. હાલના નિયમો મુજબ, ખાતામાં ઓછામાં ઓછી 25% રકમ જાળવી રાખવાની વ્યવસ્થા રહેશે. એટલે કે જરૂરિયાત પડવા છતાં PFની સંપૂર્ણ બચત ઉપાડી શકાશે નહીં.

જો UPIથી ઉપાડની સુવિધા શરૂ થાય છે, તો પાત્ર રકમ મેળવવા માટે લાંબી ક્લેમ પ્રક્રિયાની રાહ જોવાનો સમય ઘટી શકે છે. જોકે, ઉપાડ કઈ શરતો અને પાત્રતાના આધારે થશે, તેની સંપૂર્ણ માહિતી સુવિધા લોન્ચ થયા બાદ જ સ્પષ્ટ થશે. EPFOનું કુલ ભંડોળ આશરે 26 લાખ કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું છે. સંગઠન પાસે 30 કરોડથી વધુ સભ્યો છે, જેમાં આશરે 7.5 કરોડ સક્રિય હોવાનું કહેવાય છે.

Join WhatsApp

Join Now

Leave a Comment