ગુજરાત નેશનલ વર્લ્ડ સ્પોર્ટ્સ એન્ટરટેઈનમેન્ટ ટેકનોલોજી લાઈફ સ્ટાઈલ વેબ સ્ટોરી એસ્ટ્રોલોજી

દિલ્હીમાં ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ, તમામ 40 પ્રવાસીઓ સલામત

alliance-air-flight-emergency-landing-delhi-airport

આપે નોંધ્યુ હશે કે આજ-કાલ વિમાનની મુસાફરી જોખમી બની રહી છે. વારંવાર ઈમરજન્સી લેન્ડિંગ, બોમ્બ થ્રેટ, ટેક્નિકલ ખામી અને કેટલાક કિસ્સામાં તો પાયલટની ગફલતો જવાબદાર હોય છે. પ્રયાગરાજથી નીકળેલી ફ્લાઈટનું હવામાં જ એન્જિન ફેલ થતાં દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યુ હતુ. વિમાનમાં સવાર તમામ 40 મુસાફરો સહી સલામત

ફ્લાઈટને બીજા એન્જિનથી દિલ્હીમાં લેન્ડિંગ કરાવવામાં આવ્યુ

એલાયન્સ એરની ફ્લાઇટ નંબર 9I- 698 ને IGI એરપોર્ટના ટર્મિનલ-1ના રન વે 4 પર ઈમરજન્સી જાહેર કરી અને લેન્ડિંગ કરવામાં આવ્યુ. વિમાનના સુરક્ષિત લેન્ડિંગ સુધી સમગ્ર રન વેને ખાલી રાખવામાં આવ્યો. હવામાં જ એન્જિન ફેલ થતાં બીજા એન્જિનથી ફલાઈટ લેન્ડ કરાવવામાં આવી હતી. DGCA સમગ્ર ઘટનાને ગંભીરતાથી લઈ તપાસના આદેશ આપ્યા.

મેરઠ પાસે પાયલટને એન્જિનમાં જણાઈ ખામી

ફલાઈટ બપોરે 12.33 વાગ્યે પ્રયાગરાજથી ઉડાન શરૂ કરી હતી. મેરઠ આસપાસ પહોંચતા જ પાયલટને એન્જિનમાં ખામી જણાઈ હતી, જેથી પાયલટે ત્વરિત ATC ને જાણ કરી દિલ્હીમાં ઈમરજન્સી લેન્ડિંગની મંજૂરી માગી હતી. 2.15 વાગ્યા સુધીમાં વિમાનનું સુરક્ષિત લેન્ડિંગ થઈ ચૂક્યુ હતુ.

અગાઉ પણ એલાયન્સ એરના વિમાનમાં ખામી સર્જાઈ હતી

એલાયન્સ એરના વિમાનમાં ટેકનિકલ ખામીની આ લગભગ બે સપ્તાહમાં બીજી ગંભીર ઘટના છે. આ પહેલા 28 ઓગસ્ટે દિલ્હીથી બિલાસપુર પહોંચેલી એલાયન્સ એરની ફ્લાઇટ 9I 613 સાથે દુર્ઘટના થતા-થતા બચી હતી. બિલાસપુરમાંએરપોર્ટ પર લેન્ડિંગ દરમિયાન વિમાનનું ડાબું ટાયર ફાટી ગયું હતું. ટાયર ફાટ્યા બાદ રનવે પર તણખા નીકળ્યા અને જોરદાર ઘર્ષણ થયું. જોકે, પાયલટે સમજદારી બતાવીને વિમાનને સુરક્ષિત રોકી લીધું. વિમાનમાં 37 મુસાફરો અને 4 ક્રૂ મેમ્બર્સ સવાર હતા, જે તમામ સુરક્ષિત હતા. બે સપ્તાહમાં સામે આવેલી આ બંને ઘટનાઓ બાદ એલાયન્સ એરના વિમાનોના જાળવણી અને સુરક્ષા વ્યવસ્થા પર સવાલો ઉઠી રહ્યા છે.

વિમાનોમાં વધી રહેલી ખામીની ઘટનાઓ

છેલ્લા મહિનાઓમાં ખાસ કરીને IndiGo અને Air Indiaની ફ્લાઇટ્સમાં વધુ ઈમરજન્સી લેન્ડિંગ નોંધાયુ છે. એન્જિન સંબંધિત ટેકનિકલ ખામીઓ, ફાયર, ખરાબ હવામાન, મુસાફરોની તબિયત અને બોમ્બ ધમકીને પગલે ઈમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવે છે.

  • 10 સપ્ટેમ્બરે જ અમદાવાદ એરપોર્ટ પર બોમ્બ ધમકીના કારણે ઈન્ડિગો ફ્લાઇટનુ ઈમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યુ હતુ.
  • 6 સપ્ટેમ્બરે બેંગાલુરુમાં ટેક્નિકલ ખામીના કારણે ઈમરજન્સી લેન્ડિંગ કરાવવાની ફરજ પડી હતી.
  • 31 ઓગસ્ટે એર ઈન્ડિયાની ફ્લાઈટનું બોમ્બની નોટ મળવાના કારણે અમદાવાદમાં ઈમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યુ હતુ.
  • 11 ઓગસ્ટે ઈન્ડિગોની ફ્લાઈટનું લેફ્ટ એન્જિન ફેલ અને ઓઈલ લીક થવાના કારણે ચેન્નાઈમાં ઈમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યુ હતુ.

Join WhatsApp

Join Now

Leave a Comment