ગુજરાત નેશનલ વર્લ્ડ સ્પોર્ટ્સ એન્ટરટેઈનમેન્ટ ટેકનોલોજી લાઈફ સ્ટાઈલ વેબ સ્ટોરી એસ્ટ્રોલોજી

રામાયણને ટક્કર આપશે નયનતારાની ફિલ્મ મુકુથી અમ્માન 2

વર્ષ 2020માં નયનતારાની ફિલ્મ મુકુથી અમ્માન બ્લોક બસ્ટર હિટ સાબિત થઈ હતી. હવે તેનો ભાગ 2 આ વર્ષે રામાયણ સાથે ટક્કર ઝીલશે. રણબીર કપૂર અને સાંઈ પલ્લવીની રામાયણ સાથે નયનતારાની મુકુથી અમ્માન 2 ટકરાશે. ફિલ્મના ટીઝરના રીલિઝ સાથે ફિલ્મ રીલિઝની તારીખ પણ જણાવી દેવામાં આવી છે.  

મુકુથી અમ્માન 2 નું ટીઝર લૉન્ચ થયુ

ગણેશોત્સવના શુભ અવસર પર મેકર્સે મુકુથી અમ્માન 2નું ટીઝર લૉન્ચ કર્યુ છે. જેમાં દુષ્ટોના સંહાર માટે નયનતારા દેવીના રૂપમાં આવતી હોય તેવુ દર્શાવવામાં આવ્યુ છે. ટીઝર નયનતારાએ પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર શેર કર્યુ છે.

રામાયણ સાથે ટક્કર

રણબીર કપૂર અને સાંઈ પલ્લવીની શરૂઆતથી જ ચર્ચામાં રહેલી ફિલ્મ રામાયણ સાથે નયનતારાની મુકુથી અમ્માન 2 ટક્કર લેશે. આ તમિલ ફિલ્મ 6 નવેમ્બરે રીલિઝ કરવામાં આવશે. આ જ સમયે બિગ બજેટ ફિલ્મ રામાયણ આવી રહી છે. જેને લઈ લોકોમાં ખાસ્સો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. રામાયણના બે ભાગ આવશે, જેમાં પહેલો ભાગ દિવાળી પર રીલિઝ કરવામાં આવશે. રામાયણ હિન્દી ઉપરાંત તેલુગુ, તમિલ, મલયાલમ અને કન્નડ ભાષામાં રીલિઝ થશે.

Join WhatsApp

Join Now

Leave a Comment