નીમ કરોલી બાબાના જીવન પર આધારિત ફિલ્મ હનુમાન અંશ ચારે તરફથી વાહવાહી લૂંટી રહી છે. અક્ષય કુમારની “હૈવાન” અને મનોજ બાજપાયીની “લાસ્ટ મેન ઈન ટાવર”ને પણ કમાણીના આંકડામાં પાછળ છોડી દીધી છે. જ્યારે હનુમાન અંશ અપેક્ષા કરતા પણ સારી કમાણી કરી રહી છે.
કોઈ પ્રખ્યાત ચહેરા નહી છતાં બૉક્સઓફિસ પર પસંદ આવી રહી છે લોકોને
ડૉ. વિશાલ ચતુર્વેદી દ્વારા નિર્મિત હનુમાન અંશ નીમ કરોલી બાબાના જીવન પર આધારિત છે. યુવાન નાની ઉંમરમાં માતાને ગુમાવ્યા પછી ઘર છોડી દે છે અને બાદમાં ઉત્તર ભારત પહોંચી જાય છે અને નીમ કરોલી બાબાના નામે પ્રખ્યાત થાય છે. તે અંગે આખી કથાનક છે. 7 ઓગસ્ટ, 2026 એ આ ફિલ્મ સિનેમાઘરોમાં રીલિઝ થઈ હતી. એક માસમાં ફિલ્મે 200 કરોડથી વધુની કમાણી કરી છે.
માત્ર 2 કરોડના બજેટ સાથે બની છે ફિલ્મ હનુમાન અંશ
લૉ બજેટની ફિલ્મ હોવા છતાં લોકો આ સ્પિરિચ્યુઅલ ડ્રામાને વધુમાં વધુ પસંદ કરી રહ્યા છે. ફિલ્મ કલાકારોની એક્ટિંગ અને મજબૂત સ્ટોરી લાઈનના કારણે ખાસ્સી લોકપ્રિય બની રહી છે. આ અગાઉ ફિલ્મ જૂલાઈ માસમાં રીલિઝ થવાની હતી, પરંતુ કોઈ કારણોસર રીલિઝ પાછળ ઠેલવાઈને ઓગસ્ટ માસમાં થઈ.

OTT પર રીલિઝ થવા અંગે સત્તાવાર જાહેરાત નહી
હનુમાન અંશને મળેલા અભૂતપૂર્વ પ્રતિસાદ બાદ ફિલ્મ જોવા ન જઈ શકનારા લોકો OTT પર ફિલ્મ ક્યારે રીલિઝ થાય તેની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે, ત્યારે ફિલ્મના નિર્માતાઓ તરફથી સત્તાવાર આ અંગે કોઈ માહિતી આપવામાં આવી નથી, કયા OTT પ્લેટફોર્મ પર રીલિઝ કરવામાં આવશે તે અંગે પણ સ્પષ્ટ જાણકારી આપવામાં આવી નથી.
નિર્માતા ડૉ. વિશાલ ચતુર્વેદી ભગવાનનો આભાર માનવા મુંબઈમાં ગણેશ પંડાલમાં દર્શનાર્થે જશે
ફિલ્મ હનુમાન અંશે કોઈ મોટા પ્લેટફોર્મ પર કે પ્રમોશન ઈવેન્ટ્સનું પણ આયોજન નહોતુ કર્યુ. નિર્માતાની નાદુરસ્ત તબિયતના કારણે તેમને સારવાર માટે મુંબઈથી બહાર જતા રહેવુ પડ્યુ હતુ, ગણેશોત્સવને લઈ નિર્માતા પરત મુંબઈ પધાર્યા. ફિલ્મને ધાર્યા કરતા વધુ સારો પ્રતિભાવ મળતા ફિલ્મ નિર્માતા ભાવવિભોર થઈ ગયા છે અને ગણેશોત્સવ સમયે ભગવાન ગણેશના દર્શનાર્થે પણ જશે તેવુ તેમણે જણાવ્યુ હતુ.







