ગુજરાત નેશનલ વર્લ્ડ સ્પોર્ટ્સ એન્ટરટેઈનમેન્ટ ટેકનોલોજી લાઈફ સ્ટાઈલ વેબ સ્ટોરી એસ્ટ્રોલોજી

ગણેશ ચતુર્થીના અવસર પર રામાયણનું પોસ્ટર રીલિઝ

રણબીર કપૂર અને સાંઈ પલ્લવીની મોસ્ટ અવેઈટેડ અને ઈતિહાસની સૌથી મોંઘી ફિલ્મ વિશે જેટલી નવી ખબરો આવતી જાય છે તેટલી લોકોમાં ઈંતેજારી પણ વધતી જાય છે. આજે ગણેશ ચતુર્થીના અવસર પર મેકર્સે ગીત અને પોસ્ટર રીલિઝ કરીને સૌને સરપ્રાઈઝ કરી દીધા છે. ‘સિયારામ’ નું પોસ્ટર મેકર્સે રીલિઝ કર્યુ છે.

વનવાસ દરમિયાનનું રામ-સીતાનું પોસ્ટર

ગણેશ ચતુર્થીના દિવસે રીલિઝ કરેલ પોસ્ટરમાં રણબીર કપૂર એટલે કે રામ અને સાંઈ પલ્લવી એટલે કે સીતાના વનવાસ દરમિયાનનો સીન દ્રશ્યમાન થાય છે. બંનેનું શાંત સ્વરૂપ પોસ્ટરમાં જણાઈ આવે છે. માતા સીતાના રૂપમાં સાંઈ પલ્લવીના લુકની ચારેકોર ચર્ચાઓ થઈ રહી છે.

‘જય જય રામ’  ગીત પણ કર્યુ રીલિઝ

પોસ્ટર સાથે જ ફિલ્મનું પહેલુ ગીત જય જય રામ પણ રીલિઝ કરવામાં આવ્યુ છે. ઓસ્કાર અવોર્ડ વિનર એ.આર.રહેમાને મ્યુઝિક તૈયાર કર્યુ છે, લિરિક્સ ડૉ. કુમાર વિશ્વાસે આપ્યા છે. અરિજિત સિંઘ અને શ્રેયા ઘોષાલના અવાજમાં ગીત રીલિઝ થયુ છે. ગીતમાં વિઝ્યુઅલ્સ તો ભવ્ય છે જ. રામ-સીતાના લગ્ન, અયોધ્યાના રસ્તા, રામ-સીતા પર ફૂલ વરસાવતા લોકો વગેરે મનમોહક છે. ગીત રીલિઝ થતાં જ ટ્રોલર્સ મેદાનમાં આવી ગયા છે. પહેલા સાંઈ પલ્લવીના વાંકડિયા વાળ પર ટ્રોલિંગ કરતા હતા અને હવે જય જય રામની ધૂનને લઈને ટ્રોલ કરી રહ્યા છે. નિતેશ તિવારીના દિગ્દર્શનમાં બની રહેલી 4 હજાર કરોડની રામાયણનો પહેલો ભાગ દિવાળી પર રીલિઝ કરવામાં આવશે.

Join WhatsApp

Join Now

Leave a Comment