રાષ્ટ્રપતિ ટ્રમ્પે આયરલેન્ડમાં એક કાર્યક્રમ દરમિયાન જેડી વેન્સ વિશે ભરપેટ તારીફ કરી હતી. કાર્યક્રમમાં પત્રકારો સાથે વાત કરતા સમયે ટ્રમ્પે કહ્યુ હતુ કે જેડી વેન્સ એક સફળ રાજનેતા છે. તેમની છેલ્લા વર્ષો દરમિયાનની ભૂમિકા કાબિલે તારીફ રહી છે, પરંતુ 2028 ની ચૂંટણી વિશે વાત કરવી અથવા કોઈ ઘોષણા કરવી અત્યારે ઉતાવળ સાબિત થશે.
જેડી વેન્સ મિડટર્મ ચૂંટણીઓ બાદ નક્કી કરશે
વ્હાઈટ હાઉસની રેસમાં શામિલ થવા માટે જેડી વેન્સ નવેમ્બરમાં અમેરિકામાં આવતી મિડટર્મ બાદ નક્કી કરશે. પત્ની સાથે ચર્ચા બાદ જેડી વેન્સ રાષ્ટ્રપતિની ચૂંટણીની રેસમાં ઉતરવા અંગે નિર્ણય લેશે. જૂનમાં જેડી વેન્સે કહ્યુ હતુ કે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં સામેલ થવા અંગે મિડટર્મ બાદ નક્કી કરશે.
ટ્રમ્પનું સમર્થન છતાં, કહ્યુ ઉતાવળ થઈ જશે.
આયરલેન્ડમાં કાર્યક્રમ દરમિયાન 2028ની રાષ્ટ્રપતિ ચૂંટણી માટે જેડી વેન્સનું સમર્થન કરવાની વાત પર ટ્રમ્પે કહ્યુ હતુ કે જેડી વેન્સ શાનદાર રાજનેતા છે, ખૂબ અનુભવી પણ છે, પરંતુ 2028ની ચૂંટણી માટે ઘણા મજબૂત નેતાઓ પણ છે અને ટીમ પણ છે. જેડી વેન્સે ખૂબ શાનદાર કામ કર્યુ છે. જેડી વેન્સ અને માર્કો રુબિયો બંને ટ્રમ્પના મજબૂત સાથી ગણાય છે. બંને અંગે પોતાના સ્ટાફ પાસેથી પણ મંતવ્યો જાણ્યા હતા. ટ્રમ્પને બંને નેતાઓ સાથે સારું ભળે છે. તેમ છતાં, 2028 ની રાષ્ટ્રપતિ ચૂંટણી માટે અમેરિકામાં હજુ પણ બની રહ્યા છે રાજકીય સમીકરણો.
રિપબ્લિકન પાર્ટીમાં વધી હલચલ
2028ની રાષ્ટ્રપતિ ચૂંટણીને લઈ રિપબ્લિકન પાર્ટીમાં અત્યારથી શરૂ થઈ ગઈ છે હલચલ. પાર્ટીના ડોનર્સ અને નેતાઓનું સમર્થન જેડી વેન્સ તરફ વધારે છે. જ્યારે કેટલાક લોકોના મતે માર્કો રૂબિયો વધારે સારો વિકલ્પ છે. 2026ની મિડટર્મ ચૂંટણી બાદ ટ્રમ્પના માનીતા ઉમેદવાર પર પસંદગીનો કળશ ઢોળી શકાય છે.
કોણ છે જેડી વેન્સ ?
જેમ્સ ડેવિડ બ્રોમેન ઓહાયોના સેનેટર છે. જાણીતા લેખક પણ છે જેડી વેન્સ. જેડી વેન્સના પત્ની ભારતીય છે. ભારતીય મૂળના ઉષા ચિલુકુરી સાથે જેડી વેન્સે વર્ષ 2014માં લગ્ન કર્યા હતા. ઉષાના માતા-પિતા ભારતથી અમેરિકા સ્થાયી થયા હતા. જેડીએ ઘણી વખત જાહેરમાં પત્ની ઉષાના વખાણ કર્યા છે. જેડી નાના હતા ત્યારે તેમના પિતા તેમને છોડીને ચાલ્યા ગયા હતા, જેમ્સ ડેવિડ બ્રોમેનને દાદા-દાદીએ ઉછેર્યા હતા. હિલબિલી એલિગી નામના પુસ્તકના કારણે જેડી વેન્સ સારા લેખક તરીકે ઉભરી આવ્યા.













