ગુજરાત નેશનલ વર્લ્ડ સ્પોર્ટ્સ એન્ટરટેઈનમેન્ટ ટેકનોલોજી લાઈફ સ્ટાઈલ વેબ સ્ટોરી એસ્ટ્રોલોજી

ઈન્ડોનેશિયામાં 243 મુસાફરોને લઈ જઈ રહેલ જહાજ અચાનક મિસિંગ

indonesia-passenger-ship-missing-java-sea

જાવાના દરિયામાં 243 મુસાફરોને લઈ જઈ રહેલ જહાજ અચાનક મિસિંગ થઈ જતા ખળભળાટ મચી જવા પામ્યો છે. આજે આ જહાજ અચાનક ગુમ થઈ ગયુ હતુ, જહાજનો સંપર્ક કપાઈ ગયો હતો. વિર્ગો ટ્રાન્સપોર્ટ 8 નામનું આ જહાજ પૂર્વ જાવાના સુરાબાયાથી બોર્નિયો દ્વીપના બંજારમાસિન જઈ રહ્યું હતું. અધિકારીઓએ સર્ચ ઓપરેશન શરૂ કરી દીધું છે.

140 યાત્રીઓની શોધ યથાવત, 103 ને બચાવાયા, એકનું મોત

બચાવ એજન્સીના અહેવાલ અનુસાર 103 યાત્રીઓને બચાવી લેવામાં આવ્યા છે અને એક યાત્રીનું મોત થયુ છે. જ્યારે અન્ય 140 યાત્રીઓની શોધ ચાલુ છે. 103 યાત્રીઓને વિવિધ જહાજમાં બેસાડીને તેમનો બચાવ કરવામાં આવ્યો છે. ખરાબ હવામાનના કારણે કોઈ દુર્ઘટના બની હોવાનો અધિકારીઓ અંદાજ લગાવી રહ્યા છે. સંપૂર્ણ હકીકત હજુ સુધી સામે આવી નથી.

કમ્યુનિકેશન સિસ્ટમ ફેલ થઈ હતી

બચાવ એજન્સી અનુસાર, જહાજ ઓપરેટર્સે અધિકારીઓને માહિતી આપી હતી કે કમ્યુનિકેશન સિસ્ટમ ફેલ થઈ હતી. ખરાબ હવામાન હોવાના કારણે જહાજ ફસાઈ ગયુ હતુ. ખરાબ મોસમના કારણે જહાજની કમ્યુનિકેશન સિસ્ટમમાં ગરબડ આવી હતી અને બાદમાં સિસ્ટમ ફેલ થઈ ગઈ હતી. શનિવારે જહાજે મુસાફરી શરૂ કરી હતી.

ઈન્ડોનેશનિયા નાના-મોટા અસંખ્ય ટાપુનો બનેલો દેશ છે.

નાના-મોટા 17 હજારથી વધુ ટાપુ ઈન્ડોનેશિયામાં આવેલા છે. તેથી ત્યાં વસવાટ કરતા લોકો આવન-જાવન માટે જહાજનો ઉપયોગ કરે છે. ગત માસમાં જ ઈન્ડોનેશિયામાં જહાજમાં આગ લાગતા 211 મુસાફરોને સહી સલામત રીતે બચાવવામાં આવ્યા હતા.  

Join WhatsApp

Join Now

Leave a Comment