યુનિવર્સિટી ઓફ નોર્થ ટેક્સાસને ભારતીય દંપતીએ 20 મિલિયન ડોલરનું દાન આપ્યુ છે. સિંહા દંપતીએ આ જ યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો હતો. અનુરાધા અને વિકાસ સિંહાએ અભ્યાસમાં પ્રોત્સાહન મળે તે હેતુથી યુનિવર્સિટીમાં કરોડોનું દાન કર્યુ છે.
ઈમિગ્રન્ટ્સ પણ તેમનો ફાળો આપી શકે તે માટે દાખલો બેસાડ્યો
યુનિવર્સિટી સિંહા દંપતીના નાણાનો ઉપયોગ AI એન્ડ એડવાન્સ એનાલિટિક્સ શરૂ કરવા માટે કરશે. AI, ઈન્ટેલિજન્સ સિસ્ટમ, ડેટા એનાલિસિસ જેવા વિષયો અંગે સંશોધન કરવામાં આવશે. દંપતીના નામે કોલેજ શરૂ કરી સાયબર સિક્યુરિટી, ઈન્ફોર્મેશન સાયન્સ, લાયબ્રેરી સાયન્સ સહિતના ક્ષેત્રોમાં વિદ્યાર્થીઓને શિક્ષણ પુરુ પાડશે. ઈમિગ્રન્ટ્સે અમેરિકન ડ્રીમનો માત્ર લાભ ન લઈને નિર્માણમાં પણ પ્રદાન કરવુ જોઈએ તે માટે ઉદાહરણ પુરુ પાડ્યુ.
અગાઉ 2024માં પણ કર્યુ હતુ દાન
વર્ષ 2024માં અનુરાધા અને વિકાસ સિંહા ડિપાર્ટમેન્ટ ઓફ ડેટા સાયન્સ શરૂ કરાવ્યુ હતુ. ત્યારબાદ ઈનોવેશન લેબ ફોર ડેટા સાયન્સ શરૂ કરવા 2025માં પણ દાન કર્યુ હતુ. અન્ય દેશોમાંથી આવતા વિદ્યાર્થીઓને સારી તકો મળી શકે તે માટે દંપતીએ ફાળો આપ્યો હતો.
ભારતથી USA જઈ દંપતીએ ઉચ્ચ શિક્ષણ મેળવ્યુ
સિંહા પરિવાર ભારતથી અમેરિકા સ્થાયી થયા બાદ વિવિધ યુનિવર્સિટીઓમાંથી ઉચ્ચ શિક્ષણ મેળવ્યુ હતુ. લોરિડા એટલાન્ટિક યુનિવર્સિટીમાંથી સ્નાતકની ડિગ્રી મેળવી હતી. વિકાસ સિંહાએ નોર્થ વેસ્ટર્ન યુનિવર્સિટીમાં પણ અભ્યાસ કર્યો હતો. 2023માં યુનિવર્સિટી ઓફ નોર્થ ટેક્સાસમાંથી માહિતી વિજ્ઞાનમાં Phd ની પદવી મેળવી હતી. બ્રોડકોમ ખાતે મેઈનફ્રેમ સોફ્ટવેર વિભાગના વાઈસ પ્રેસિડેન્ટ છે. વર્ષ 2023થી યુએનટી કોલેજ ઓફ ઈન્ફોર્મેશન લીડરશીપ બોર્ડમાં સેવા આપી રહ્યા છે.













