10 વર્ષથી ફેસબુક પર મિત્રતાને પગલે ભારત આવી જર્મન મહિલા. ભોપાલમાં મિત્રને મળવા જર્મનીથી આવી ગઈ હતી. મહિલા પોતાની દિકરીને લઈ મિત્ર સાથે મુલાકાત કરવા ભારત આવી હતી.
ફેસબુકથી જબલપુરના યુવક સાથે મિત્રતા થઈ હતી
જર્મન મહિલા જેસિકા જબલપુરના યુવક સાથે મિત્રતા બાદ યુવકના આમંત્રણથી ભારત આવી હતી. દિકરી સાથે આવેલી મહિલા અને યુવક, ત્રણે ભારતમાં અલગ-અલગ સ્થળોએ ફરવા પણ ગયા હતા. ગત સપ્ટેમ્બરમાં મહિલા ભારત આવી હતી. 180 દિવસના ટૂરિસ્ટ વિઝા લઈ આવી હતી જેસિકા.
આર્થિક તંગીના કારણે પરત જવા માટેના ફાંફા
મહિલા 180 દિવસ ભારત રહ્યા અને ભ્રમણ કર્યા બાદ મહિલાને આર્થિક તંગી કરવાનો સામનો કરવાનો વારો આવ્યો હતો. મહિલાએ જર્મન એમ્બેસીને પત્ર લખી જાણ કરી છે. તથા વિઝા એક્સ્ટેન્શન અથવા ટિકિટની વ્યવસ્થાની માગ કરી છે.
પોલીસ પ્રશાસને મહિલાને ગૌરવી સેન્ટરમાં રાખી
મહિલાની સુરક્ષાને ધ્યાને રાખીને પોલીસે મહિલાને ભોપાલ સ્થિત ગૌરવી સેન્ટરમાં રાખી હતી. યુવક અને મહિલાને પૂછપરછ માટે પોલીસ સ્ટેશન પર પણ બોલાવ્યા હતા. પોલીસ કમિશનરે કહ્યુ હતુ કે મહિલાને સુરક્ષિત પોતાના વતન વાપસી થઈ શકે તે માટે ઓફિશિયલ પ્રોસેસ શરૂ કરી દીધી છે.













