દિલ્હીના ભારત મંડપમમાં BRICS શીખર સંમેલનની શરૂઆત થઈ ગઈ છે. વિશ્વના ટોચના નેતાઓ સમિટમાં ભાગ લેવા ઉપસ્થિત થયા છે. બેઠક બાદ ભારત ઈનોવેટ્સ પ્રદર્શનનું આયોજન. BRICS નેતાઓનો ફેમિલી ફોટો અને સાંજે PM મોદી નેતાઓ સાથે ગાલા ડિનર કરશે. આજે શરૂ થયેલી 18 મી BRICS સમિટ આવતીકાલે પૂર્ણ થશે. આ સમિટમાં BRICS ના સદસ્ય અને પાર્ટનર દેશો સંમેલનમાં સામેલ.
ચીનના રાષ્ટ્રપતિ BRICS સમિટમાં સામેલ
ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગની 7 વર્ષ બાદ ભારત મુલાકાત છે. પાલમ એરપોર્ટ પર કેન્દ્રીય મંત્રી જિતિન પ્રસાદે તેમનું સ્વાગત કર્યુ હતુ. ગલવાન હિંસા બાદ આ પ્રથમ ભારત મુલાકાત છે. ચીનની મોટી એરલાઈન ચાઇના સધર્ન 6 વર્ષ પછી ભારત માટે સીધી ફ્લાઇટ સેવા ફરી શરૂ કરશે. 21 સપ્ટેમ્બરથી ગુઆંગઝુ-દિલ્હી રૂટ પર રોજ એક ફ્લાઇટ ચાલશે. આ સેવા ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ BRICS સમિટમાં ભાગ લેવા દિલ્હી પહોંચ્યા એવા સમયે જ શરૂ થઈ રહી છે. કોરોના અને ગલવાન અથડામણ બાદ ભારત-ચીન વચ્ચેની સીધી હવાઈ સેવાઓ લાંબા સમય સુધી અસરગ્રસ્ત રહી હતી.
10 વર્ષ પછી ત્રણ ગ્લોબલ લીડર્સ ફરી એકસાથે એક મંચ પર
ભારતમાં યોજાનાર BRICS સમિટમાં 10 વર્ષ પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ એકસાથે જોવા મળશે. આ ત્રણેય નેતાઓ આ પહેલા 2016માં ગોવામાં યોજાયેલા BRICS સમિટમાં એકસાથે સામેલ થયા હતા.












