સાત વર્ષ બાદ ભારત મુલાકાતે આવેલા ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગની પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે BRICS સમિટના પ્રથમ દિવસે દ્વિ- પક્ષીય બેઠક યોજાઈ. આ બેઠકે સમગ્ર વિશ્વનું ધ્યાન ખેંચ્યુ છે. બંને દેશના દિગ્ગજ વડાઓની સતત ત્રીજા વર્ષે મુલાકાતથી સંબંધોમાં પણ નવી ઉર્જાનો સંચાર થવાની આશા છે. સરહદ વિવાદ હોય કે વેપાર બંને દેશ વચ્ચે સુમેળ ભર્યા સંબંધો કાયમ રહે તે માટે નેતાઓ વચ્ચે વાતચીત.
બંને દેશના વડાની મુલાકાતે સંબંધો વચ્ચેનો તણાવ ઘટાડ્યો છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચે થયેલ દ્વિ-પક્ષીય વાર્તાથી બંને દેશોના સંબંધ ઉષ્માભર્યા રહે તેવી આશા સેવાઈ રહી છે. અરૂણાચલ પ્રદેશમાં સરહદને લઈને વિવાદ હોય કે ભારતનો કેટલોક ભાગ પોતાનો છે તેમ દર્શાવી નકશો જાહેર કરવાનો વિવાદ, બંને દેશોની આ મુલાકાતે એ તમામ વિવાદો પર ઠંડુ પાણી રેડી દીધુ છે. ન માત્ર ભારત, સમગ્ર વિશ્વએ વૈશ્વિક દિગ્ગજોની આ મુલાકાત પર ધ્યાન કેન્દ્રિત કર્યુ છે. 2024માં કઝાન અને 2025માં તિયાનજિનમાં બંને નેતાઓની મુલાકાત થઈ હતી, જ્યારે આ સતત ત્રીજું વર્ષ છે કે બંને નેતાઓ એક-બીજાને મળ્યા. આ મુલાકાત બંને દેશના દ્વિ-પક્ષીય સંબંધોમાં સ્થિરતા લાવે તેવી શક્યતાને નકારી શકાય નહી.
ભારત-ચીને એકબીજાની ખાસિયતોથી સંયુક્ત વિકાસ કરવો જોઈએ: શી જિનપિંગ
18મી BRICE સમિટમાં ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચેની દ્વિ-પક્ષીય મુલાકાત ખાસ ચર્ચાનો વિષય બની છે. પ્રથમ દિવસે થયેલી મુલાકાતમાં શી જિનપિંગે કહ્યુ હતુ કે બંને દેશોએ વિકાસ માટે હંમેશા કાર્યરત રહેવુ જોઈએ. બંને દેશોએ સાથે મળીને કામ કરવુ જોઈએ. ભારત-ચીન એકબીજાની ખાસિયતોથી શીખ મેળવી અને સંયુક્ત વિકાસ કરવો જોઈએ.
સીમા પર શાંતિ એ જ સ્થિર સંબંધોનો પાયો છે: PM મોદી
ભારતીય PM મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી-જિનપિંગ વચ્ચેની દ્વિ-પક્ષીય બેઠકમાં પ્રધાનમંત્રી મોદીએ સ્પષ્ટ કર્યુ હતુ કે સરહદ પર શાંતિ એ જ સ્થિર સંબંધોનો પાયો છે. સ્થિરતા જ બંને દેશને વિકાસમાં મદદ કરી શકે છે. બંને દેશ પરસ્પર શાંતિ, સન્માન અને હિતના સિદ્ધાંતો પર આગળ વધવુ જોઈએ. સરહદ વિવાદનો નિષ્પક્ષ ઉકેલ લાવવા માટે બંને નેતાઓ વચ્ચેની વાત હકારાત્મક રહી છે.












