ગુજરાત નેશનલ વર્લ્ડ સ્પોર્ટ્સ એન્ટરટેઈનમેન્ટ ટેકનોલોજી લાઈફ સ્ટાઈલ વેબ સ્ટોરી એસ્ટ્રોલોજી

દેશભરમાં ભગવાન ગણેશનું આગમન, ચતુર્થીની ભવ્યાતિભવ્ય ઉજવણી

ગણેશ ચતુર્થીનો તહેવાર શ્રદ્ધા અને ઉત્સાહ સાથે ઉજવવામાં આવી રહ્યો છે. દેશના તમામ જાણીતા મોટા મંદિરોમાં ગણેશજીની પ્રતિમા બિરાજમાન કરવામાં આવી છે. પ્રખ્યાત પંડાલોમાં ગજાનની સ્થાપ્ના કરવામાં આવી છે. ત્યારે શિવપુત્રના આગમનને વધાવવા મંદિરોમાં ભાવિક ભક્તોની ભીડ ઉમટી પડી છે. મુંબઈના “લાલ બાગ ચા રાજા”થી લઈને ઘરે-ઘરે ભગવાન ગણેશની પ્રતિમા સ્થાપન કરવામાં આવી રહ્યુ છે.

પાર્વતીપુત્રને ભાવતા મિષ્ટાન્ન, ભોગ, આરતી, શણગાર દ્વારા ભક્તો લાડ લડાવશે

કોઈ પણ કાર્ય કરતા પહેલા ભગવાન ગણેશને અવશ્ય નમન કરવુ જોઈએ, તેમની પૂજા કરવી જોઈએ. જ્યારે સ્વયં ભગવાન ગણેશ જ ભક્તોને આશિર્વાદ આપવા આવતા હોય ત્યારે એને વધાવી લેવુ તે દરેક ભારતીયના લોહીમાં વસેલુ છે. ગુજરાત હોય કે પશ્ચિમ બંગાળ કે ઉત્તર ભારત કે તમિલનાડુ, અને મહારાષ્ટ્રનો તો સૌથી મોટો તહેવાર એ જ ગણેશ ચતુર્થી. રિદ્ધી-સિદ્ધિના સ્વામીને પ્રિય મોદક, લાડવાનો ભોગ ધરાવવામાં આવશે. વિશિષ્ટ શણગાર અને થીમ દ્વારા ગણપતિ દાદાની પ્રતિમા સ્થાપિત કરવામાં આવશે. સમગ્ર વાતાવરણ ભક્તિમય થઈ ગયુ છે અને ગણપતિ બાપ્પા મોર્યાના નાદ સાથે ભગવાનના આગમનને વધાવી લેવામાં આવ્યુ છે. મુંબઈના પ્રખ્યાત સિદ્ધિવિનાયક મંદિર અને પૂણેના પ્રખ્યાત દગડુ શેઠના દર્શન માટે ભક્તોએ લાંબી લાઈન લગાવી છે.

Join WhatsApp

Join Now

Leave a Comment