આજથી NSE IPO ખૂલશે, રોકાણ કરવા ઈચ્છો છો, તો જાણો શું છે સમગ્ર હકીકત

NSE IPO SET TO OPEN

NSE IPO SET TO OPEN : NSE નો આજથી શરૂ થતો IPO 21 સપ્ટેમ્બરે બંધ થશે. National Stock Exchange 1 રૂપિયા સુધીની ફેસ વેલ્યુ ધરાવતા IPO માટે પ્રત્યેક ઈક્વિટી શેર દીઠ 1700 થી 1785 ની Price Band નક્કી કરી છે. રોકાણકારો ન્યૂનતમ 8 ઇક્વિટી શેર માટે અને ત્યારબાદ 8 ઇક્વિટી શેરના ગુણાંકમાં બિડ કરી શકે છે.

શેરધારકો દ્વારા 126,436,650 સુધીના ઇક્વિટી શૅરના વેચાણની ઓફર

રૂ. 1 ની ફેસ વેલ્યુ ધરાવતો આ IPO એ કોર્પોરેટ વેચાણકર્તા શેરધારકો દ્વારા 126,436,650 સુધીના ઇક્વિટી શૅરના વેચાણની ઓફર (ઓફર-ફોર-સેલ) છે. આ શેરધારકોમાં સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, કેનેડા પેન્શન પ્લાન ઇન્વેસ્ટમેન્ટ બોર્ડ, અરાન્ડા ઇન્વેસ્ટમેન્ટ્સ (મોરેશિયસ) પ્રા. લિ., એમએસ સ્ટ્રેટેજિક (મોરેશિયસ) લિ., ધ ન્યૂ ઈન્ડિયા એશ્યોરન્સ કંપની લિ., એસબીઆઈ કેપિટલ માર્કેટ્સ લિમિટેડ (SS), બેંક ઓફ બરોડા, સ્ટોક હોલ્ડિંગ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ, જનરલ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ અને યુનાઈટેડ ઈન્ડિયા ઈન્સ્યોરન્સ કંપની લિમિટેડનો સમાવેશ થાય છે. NSE IPO ને બ્રોકરેજ ફર્મ દ્વારા ન્યૂટ્રલ રેટિંગ આપવામાં આવ્યુ છે. બજારમાં તેની મજબૂત સ્થિતિ અને લોંગ ટર્મ ગ્રોથ માનવામાં આવે છે.  

આ ઇશ્યૂ SEBI ICDR નિયમોને અનુરૂપ ‘બુક-બિલ્ડિંગ’ પ્રક્રિયા દ્વારા લાવવામાં આવી રહ્યો છે, જેમાં ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યૂશનલ બાયર્સ (QIBs) માટે મહત્તમ 50%, નોન-ઇન્સ્ટિટ્યૂશનલ ઇન્વેસ્ટર્સ (NIIs) માટે ઓછામાં ઓછા 15% અને રિટેલ ઇન્ડિવિજ્યુઅલ ઇન્વેસ્ટર્સ (RIIs) માટે ઓછામાં ઓછા 35% હિસ્સો અનામત રાખવામાં આવ્યો છે.

રોકાણકારોએ કઈ વાતોનું ધ્યાન રાખવુ જોઈએ

NSE મોટું અને પ્રખ્યાત નામ હોવા છતાં પણ IPO માં રોકાણનો નિર્ણય માત્ર GMP અથવા બજારમાં થતી ચર્ચાઓ પર ન લેવો જોઈએ. પ્રાઈઝ બેન્ડ, વેલ્યુએશન, નફો અને ભવિષ્યમાં થનારા ગ્રોથને સમજવો પણ જરૂરી છે. ટ્રેડિંગ વોલ્યુમ પર પણ ધ્યાન આપવુ જોઈએ. GMP માત્ર બજારની ધારણા જણાવે છે, ભવિષ્યની ગેરંટી નથી આપતુ

GMP 9% છે, જેનો અર્થ સમજીએ

એક્સપર્ટ્સના જણાવ્યા અનુસાર NSE IPO ની Grey Market Premium 9% છે. GMP નો ઉપયોગ બજારમાં IPO શેરના અનુમાનને સમજવા માટે થાય છે. GMP ની કિંમત લિસ્ટિંગ પ્રાઈઝની ગેરંટી નથી હોતુ, તેમાં ઝડપથી બદલાવ થાય છે.

શું છે NSE ?

નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઈન્ડિયા (NSE) એ 1994માં તેની કામગીરી શરૂ કરી હતી અને તે ભારતનું પ્રથમ એક્સચેન્જ હતું જેણે ઇલેક્ટ્રોનિક અથવા સ્ક્રીન-આધારિત ટ્રેડિંગનો અમલ કર્યો હતો. NSE પાસે સંપૂર્ણ રીતે સંકલિત બિઝનેસ મોડલ છે જેમાં એક્સચેન્જ લિસ્ટિંગ, ટ્રેડિંગ સેવાઓ, ક્લિયરિંગ અને સેટલમેન્ટ સેવાઓ, સૂચકાંકો (indices) અને માર્કેટ ડેટા ફીડ્સનો સમાવેશ થાય છે. NSE ટ્રેડિંગ અને ક્લિયરિંગ સભ્યો તેમજ લિસ્ટેડ કંપનીઓ દ્વારા SEBI અને એક્સચેન્જના નિયમો અને નિયમનોના પાલન પર પણ દેખરેખ રાખે છે. NSE ટેક્નોલોજીના ક્ષેત્રમાં અગ્રેસર છે અને નવીનતાની સંસ્કૃતિ તથા ટેક્નોલોજીમાં રોકાણ દ્વારા તેની સિસ્ટમ્સની વિશ્વસનીયતા અને કાર્યક્ષમતા સુનિશ્ચિત કરે છે. ફ્યુચર્સ ઇન્ડસ્ટ્રી એસોસિએશન (FIA) દ્વારા જાળવવામાં આવેલા આંકડા મુજબ, કેલેન્ડર વર્ષ 2025 માટે ટ્રેડિંગ વોલ્યુમ (કોન્ટ્રાક્ટ્સ)ની દ્રષ્ટિએ NSE વિશ્વનું સૌથી મોટું ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ છે. વર્લ્ડ ફેડરેશન ઓફ એક્સચેન્જીસ (WFE) દ્વારા જાળવવામાં આવેલા આંકડા મુજબ, 2025માં ટ્રેડ્સની સંખ્યા (ઇલેક્ટ્રોનિક ઓર્ડર બુક)ના આધારે ઇક્વિટી સેગમેન્ટમાં NSE વિશ્વમાં ત્રીજા ક્રમે છે.

Join WhatsApp

Join Now

Leave a Comment