ભારતીય મૂળના નવીનથમ નાવી પિલ્લાઈને શાંતિનો નોબલ પુરસ્કાર મળ્યો

Navanethem Navi Pillay Nobel Peace Prize 2026: નોર્વેજીયન નોબલ સમિતિ દ્વારા વર્ષ 2026નો શાંતિ પુરસ્કાર આંતરરાષ્ટ્રીય કાયદાના અમલીકરણ અને શાંતિના પ્રચાર માટેના તેમના ઉત્કૃષ્ટ પ્રદાન બદલ નવનીતમ ‘નાવી’ પિલ્લઈને (Navanethem “Navi” Pillay) એનાયત કરવામાં આવ્યો છે.

દક્ષિણ આફ્રિકામાં જન્મેલાં પિલ્લાઈએ રંગભેદ સામે લડનારા નેલ્સન મંડેલા સહિત અનેક લોકોની વકીલ તરીકે મદદ કરી હતી. તેમને યુદ્ધ અપરાધ અને નરસંહારના દોષિતોને સજા અપાવવા અને આંતરરાષ્ટ્રીય કાયદાને મજબૂત કરવાના પ્રયાસો માટે આ સન્માન આપવામાં આવશે. નાવી પિલ્લાઈનો જન્મ દક્ષિણ આફ્રિકાના ડરબનમાં ભારતીય તમિલ મૂળના પરિવારમાં થયો હતો.

પિલ્લાઈ દક્ષિણ આફ્રિકાની હાઇકોર્ટમાં ન્યાયાધીશ રહી ચૂક્યા છે. તેમણે રવાંડામાં નરસંહાર સાથે જોડાયેલા કેસોની સુનાવણી કરનારી આંતરરાષ્ટ્રીય અદાલતમાં પણ કામ કર્યું છે. તેઓ સંયુક્ત રાષ્ટ્ર (UN)ના માનવાધિકાર પ્રમુખ પણ રહી ચૂક્યા છે. રવાંડાના એક ઐતિહાસિક કેસમાં તેમની મહત્વપૂર્ણ ભૂમિકા રહી. આ કેસમાં અદાલતે માન્યું હતું કે દુષ્કર્મ અને યૌન હિંસાને પણ નરસંહારનો અપરાધ ગણી શકાય.

નોબેલના બાકીના પુરસ્કારો સ્વિડનમાં આપવામાં આવે છે, પરંતુ શાંતિનો નોબેલ નોર્વેની રાજધાની ઓસ્લોમાં આપવામાં આવે છે. આનું કારણ લગભગ 130 વર્ષ જૂનું છે. આ વ્યવસ્થા ખુદ અલ્ફ્રેડ નોબેલે પોતાની વિલ (વસિયતનામા)માં નક્કી કરી હતી. 1895માં લખેલી પોતાની વિલમાં નોબેલે નક્કી કર્યું હતું કે શાંતિ પુરસ્કારનો નિર્ણય નોર્વેની સંસદ દ્વારા ચૂંટાયેલી સમિતિ કરશે. તે સમયે સ્વિડન અને નોર્વે એક જ રાજાના શાસન હેઠળ હતા, જોકે બંનેની પોતાની સંસદ અને અલગ રાજકીય વ્યવસ્થા હતી. નોબેલે એ નહોતું સ્પષ્ટ કર્યું કે શાંતિ પુરસ્કાર માટે તેમણે નોર્વેની જ પસંદગી કેમ કરી. નોબેલનું 1896માં અવસાન થયું અને 1901થી પુરસ્કારો આપવાની શરૂઆત થઈ. તે સમયે સ્વિડન અને નોર્વે એક યુનિયનમાં હતા. 1905માં બંને દેશો અલગ થઈ ગયા, પરંતુ નોબેલની વિલમાં શાંતિ પુરસ્કાર માટે નોર્વેને આપવામાં આવેલી જવાબદારી ચાલુ રહી. આ જ કારણસર આજે પણ ફિઝિક્સ, કેમિસ્ટ્રી, મેડિસિન, સાહિત્ય અને અર્થશાસ્ત્રના નોબેલ સ્વિડનમાં, જ્યારે શાંતિનો નોબેલ નોર્વેમાં આપવામાં આવે છે.

ઉલ્લેખનીય છે કે અમેરિકી રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પનું શાંતિ નોબલ પુરસ્કાર મેળવવાનું સપનું રોળાયુ છે. ડૉનાલ્ડ ટ્રમ્પ કેટલાય સમયથી પીસ નોબલ પ્રાઈસની માંગ કરી રહ્યા હતા. પીસ નોબલ પ્રાઈઝ મેળવવા માટે તેઓ અગાઉ કેટલીય વાર ઈચ્છા જતાવી ચૂક્યા છે. ટ્રમ્પે કહ્યુ હતુ કે તેમણે 8 યુદ્ધો અટકાવ્યા હતા.

Join WhatsApp

Join Now

Leave a Comment