રશિયા અને યુક્રેન વચ્ચે એનર્જી સીઝફાયરની ટ્રમ્પની જાહેરાત

યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા યુદ્ધે હવે નવો વળાંક લીધો છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પે બંને દેશો વચ્ચે એનર્જી સીઝફાયરની જાહેરાત કરી છે. ટ્રમ્પે સોશિયલ મીડિયા અકાઉન્ટ ટ્રૂથ પર આ અંગે જાણકારી પણ આપી હતી. રવિવારે જ અમેરિકી રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પે રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધ અંગે એનર્જી સીઝફાયર લાગુ કરાયાની જાહેરાત કરી છે.

અમેરિકી રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવતા કહ્યુ હતુ કે, રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં એનર્જી સીઝફાયર લાગુ કરવામાં આવ્યુ છે. બંને દેશો આ માટે સહમત થયા છે અને આ સીઝફાયરનો ભંગ ન થાય તેની પણ ખાતરી આપી છે. આ જાહેરાતના થોડા સમય પહેલા જ અમેરિકી રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પ એવુ નિવેદન આપી ચૂક્યા હતા કે યુક્રેનને હવે નવા રાષ્ટ્રપતિની જરૂર છે, જેની માંગને વ્લાદિમીર ઝેલેન્સ્કીએ ફગાવી દીધી હતી, સાથે જ એમ પણ જણાવ્યુ હતુ કે જો રશિયા 60 દિવસના યુદ્ધવિરામ માટે તૈયાર થાય છે તો ચૂંટણીઓ યોજાઈ શકે.

યુક્રેની રાષ્ટ્રપતિ વ્લાદિમિર ઝેલેન્સ્કીએ એનર્જી સીઝફાયરનું સમર્થન કર્યુ હતુ, જ્યારે રશિયા તરફથી કોઈ પ્રતિક્રિયા જોવા મળી નહતી. જો કે બંને દેશ દ્વારા વધુ વિગતો આપવામાં આવી નહતી. જોકે, ટ્રમ્પે યુદ્ધવિરામ કેટલા સમય સુધી અમલમાં રહેશે તે જણાવ્યું નથી. રશિયા અને યુક્રેન તરફથી આ સમજૂતીની સત્તાવાર પુષ્ટિ અને તેની શરતો અંગેની માહિતી પણ સામે આવી નથી.

શનિવારે અમેરિકી રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પે યુક્રેન દ્વારા રશિયાની ઓઈલ રિફાઈનરી પર હુમલાને લઈને ઝેલેન્સ્કીની નિંદા કરી હતી અને કહ્યુ હતુ કે તેમના જ કારણે ડિઝલની કિંમતોમાં વધારો થયો છે, યુક્રેને હવે યુદ્ધ ખતમ કરી શકે તેવા સક્ષમ નેતા લાવવા પડે તેવી સ્થિતિ છે.

યુક્રેનના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમિર ઝેલેન્સ્કીએ સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા કહ્યુ હતુ કે જો રશિયા યુક્રેનના ઉર્જા ઠેકાણાઓ પર હુમલા બંધ કરે તો યુક્રેન રશિયાની ઓઈલ રિફાઈનરીઓ પર હુમલા નહી કરે, બંને દેશો વચ્ચેની સ્થિતિ સુધારવા માટે બંને પક્ષોએ સહમત થવુ જરૂરી છે અને હુમલા ન થાય તે અંગે ગેરંટી આવશ્યક છે.

ટ્રમ્પે અમેરિકામાં ડીઝલના ભાવ ઘટાડવા રશિયા સાથે કરાર કરતાં યુક્રેનના પ્રમુખ ઝેલેન્સ્કી ભડક્યા હતા અને તેમણે ટ્રમ્પના આ પગલાંની ટીકા કરી હતી.

Join WhatsApp

Join Now

Leave a Comment