Saudi Crown Prince Security: સાઉદી અરેબિયામાં હુથીઓ દ્વારા વધતા હુમલાને લઈને ક્રાઉન પ્રિન્સ શેખ ખાલિદ બિન મહોમ્મદ બિન જાયદ અલ નાહ્યાનની સુરક્ષા વ્યવસ્થામાં વધારો કરી દેવામાં આવ્યો છે. સાઉદી અને યમનના હુથીઓ વચ્ચે સંઘર્ષ હવે ચરમસીમા પર છે. હુથીઓ દ્વારા છેલ્લા એક માસમાં સાઉદીના એરપોર્ટ અને વિવિધ વિસ્તારો પર મિસાઈલ અને ડ્રોન દ્વારા જીવલેણ હુમલા કરવામાં આવ્યા છે, જેને લઈને સાઉદી ક્રાઉન પ્રિન્સ શેખ ખાલિદ બિન મહોમ્મદ બિન જાયદ અલ નાહ્યાનને સઘન સુરક્ષા વ્યવસ્થા આપવામાં આવી છે, તે છેલ્લા એક સપ્તાહમાં તો કોઈ જાહેર કાર્યક્રમોમાં પણ જોવા મળ્યા નથી.
41 વર્ષીય સાઉદી ક્રાઉન પ્રિન્સને અદ્યતન ટેક્નોલોજીયુક્ત અને કડક સુરક્ષાના ઘેરા હેઠળ આવતા બંકરો જેવા મહેલમાં જ રાખવામાં આવ્યા છે અને કેટલાક એવા પણ રિપોર્ટ્સ સામે આવી રહ્યા છે કે તેમના લોકેશનને સતત બદલવામાં આવી રહ્યા છે. સાઉદીના સુરક્ષા અધિકારીના જણાવ્યા પ્રમાણે ક્રાઉન પ્રિન્સની સુરક્ષા માટે ખાસ પસંદગી કરાયેલી ટીમને ત તેનાત કરવામાં આવી છે.
સાઉદી અરેબિયાએ હુથી હુમલાખોરોના સતત વધતા હુમલાના ભયને જોતા એડવાઈઝરી પણ બહાર પાડી છે, મિસાઈલ અને ડ્રોન હુમલા સંબંધિત માહિતી જાહેર કરનારા નાગરિકો સામે કડક ચેતવણી જાહેર કરી છે. સાઉદી સરકારે 6 ભાષામાં સંદેશ જાહેર કરીને જણાવ્યુ છે કે મિસાઈલ અને ડ્રોનને હવામાં તોડી પાડવાની કાર્યવાહી, કાટમાળ અથવા સંબંધિત કોઈ પણ વસ્તુની વીડિયોગ્રાફી અથવા સોશિયલ મીડિયા પર હુમલાના સ્થળની માહિતી દર્શાવતી પોસ્ટ અથવા તો આવા કોઈ વીડિયો અપલોડ કરવામાં આવશે, તો તેની સામે કાર્યવાહી કરવામાં આવશે. આવા કિસ્સામાં જે-તે વ્યક્તિની ધરપકડ સુધીની કાર્યવાહી પણ કરવામાં આવી શકે તેમ છે. સંબંધિત અધિકારીઓએ નાગરિકોને હુમલા સંબંધિત અફવાઓથી કે ચકાસણી કર્યા વિનાની માહિતીથી દૂર રહેવા અપીલ કરી છે, સરકારનું સંપૂર્ણ ધ્યાન સંવેદનશીલ સુરક્ષા માહિતીની પ્રસારણ રોકવા પર છે.
શનિવારે હુથીઓ દ્વારા રિયાધના કિંગ ખાલિદ એરપોર્ટ પર કરવામાં આવેલા મિસાઈલ હુમલા બાદ વધુ તેજ હુમલા કરવાની હુથીઓએ ચેતવણી આપી છે. રિયાધના કિંગ ખાલિદ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર હુમલામાં 13 ના મોત થયા છે અને 300થી વધુ ઘાયલ થયાના અહેવાલો આવ્યા હતા.
હુથીઓ દ્વારા સાઉદી અરેબિયામાં હુમલાનું પ્રમાણ વધારવામાં આવતા સમગ્ર વિશ્વમાં હડકંપ મચી ગયો છે. સાઉદીમાં સ્થાપિત અમેરિકાની એર ડિફેન્સ સિસ્ટમ પણ હુથીઓ દ્વારા કરવામાં આવેલા અટેકને રોકવામાં નિષ્ફળ જતાં અધિકારીઓ પરેશાન થઈ ગયા છે. સાઉદીના આકાશમાં ઈમરજન્સી જેવી આફત આવી પડી છે. રિયાધ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર કરવામાં આવેલો હુમલો અમેરિકાના સહયોગી ખાડી દેશ પર કરવામાં આવેલો સૌથી મોટો હુમલો માનવામાં આવે છે. હુથીઓ દ્વારા સાઉદીના વિવિધ વિસ્તારો પર હુમલામાં અત્યાર સુધી 19ના મોત થઈ ચૂક્યા છે. રિયાધ એરપોર્ટને સંપૂર્ણપણે બંધ કરવામાં આવ્યુ છે. તમામ ફ્લાઈટ્સ રદ્દ કરી દેવામાં આવી છે. હુથીઓ માત્ર રિયાધ એરપોર્ટને જ નહી, પરંતુ અન્ય વિસ્તારોને પણ ટાર્ગેટ કરી રહ્યા છે.











