Israel honours Smit Machhar: ફ્લાયદુબઈની દુબઈથી તેલ અવીવ જઈ રહેલી ફ્લાઈટની કોકપિટમાં કો-પાયલટે પાયલટ કેપ્ટન પર સ્મિત મચ્છર પર જીવલેણ હુમલો કર્યો હતો અને પ્લેન ક્રેશ કરવાની મનશાએ આ હિંચકારી કૃત્ય કર્યુ હતુ, જેમાં પાયલટ કેપ્ટન સ્મિત મચ્છરે જીવ પર આવી જઈને ફ્લાઈટમાં સવાર 170 મુસાફરોના જીવ બચાવ્યા હતા. ઈઝરાયલ સરકાર દ્વારા દેશના સર્વોચ્ચ નાગરિક વીરતા પુરસ્કારથી સન્માનિત કરવામાં આવશે. ઈઝરાયલના રાષ્ટ્રપતિ ઈસાક હઝોર્ગે સત્તાવાર જાહેરાત કરતા જણાવ્યુ છે કે, કેપ્ટન સ્મિત મચ્છરે અસાધારણ બહાદુરી, સાહસ અને પ્રોફેશનલિઝમ માટે પ્રેસિડેન્શિયલ અવોર્ડ ફોર સિવિલ હિરોઈઝમથી નવાજવામાં આવશે.
યેરૂસલેમમાં રાષ્ટ્રપતિ દ્વારા જાહેરાત કરવામાં આવી છે. એક કાર્યક્રમ દરમિયાન રાષ્ટ્રપતિ હઝોર્ગે નાગરિકોને વીરતા પુરસ્કાર આપતી વખતે કેપ્ટન સ્મિત મચ્છરને યાદ કર્યા હતા અને કહ્યુ હતુ કે આજે જે વીરોને સન્માનિત કરી રહ્યા છે તેમની સાથે કેપ્ટન સ્મિત મચ્છરના ઝડપી સ્વાસ્થય સુધારા માટે પણ શુભેચ્છા આપીએ છે. તેઓ સંપૂર્ણ સ્વસ્થ થાય ત્યારે તેમને ઈઝરાયલની જનતા વતી આ પુરસ્કાર આપવામાં આવશે. 7 ઓક્ટોબર 2023 ના આતંકી હુમલા બાદ રાષ્ટ્રપતિ હર્ઝોગ દ્વારા શરૂ કરવામાં આવ્યો હતો, જે અન્ય લોકોના જીવ બચાવવા માટે અસાધારણ વીરતા દર્શાવનારા નાગરિકોને આપવામાં આવે છે.
ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ પણ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા કેપ્ટન સ્મિત મચ્છર સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી. નેતન્યાહૂએ સ્મિત મચ્છરને ઈઝરાયલ, ભારત અને સમગ્ર વિશ્વના “હીરો” ગણાવ્યા હતા અને તેમને ઈઝરાયલના આગામી સ્વતંત્રતા દિવસ સમારોહમાં ખાસ અતિથિ તરીકે હાજર રહેવા સત્તાવાર નિમંત્રણ પણ પાઠવ્યું હતું.











