યુરોપના દેશમાં હેકર્સ દ્વારા સેંકડો ફ્રિજ, પેરિસમાં 150 ફ્રિજમાં આગ

Cyberattack French supermarkets: યુરોપના ચાર દેશોમાં ફ્રિજ પર સાયબર અટેક થવાની ઘટના સામે આવી છે. હુમલાખોરોએ સાયબર હુમલો કરી 4 દેશોમાં રેફ્રિજરેટર્સની સિસ્ટમ હેક કરી દેતા ચકચાર વ્યાપી ગયો છે. હેકર્સોએ સૌપ્રથમ ફ્રાન્સના સુપરમાર્કેટમાં ફ્રિજની સિસ્ટમને હેક કરી હતી, જે બાદ ફ્રિજનું તાપમાન એકાએક 50 ડિગ્રી સુધી પહોંચી જતાં આગની ઘટના બની હતી, એ બાદ સાયબર અટેકર્સે યુરોપના ચાર દેશોમાં ફ્રિજે હેક કર્યા હતા. ફ્રાન્સ, ડેન્માર્ક નેધરલેન્ડ અને બેલ્જિયમમાં હેકિંગની ઘટના સામે આવી છે.

સ્થાનિક મીડિયા રિપોર્ટના આધારે ફ્રાન્સના પ્રધાનમંત્રીએ સમગ્ર ઘટનાને ગંભીરતાથી લઈને તાત્કાલિક તપાસના આદેશ આપ્યા છે. યુરોપના મોટા અને શક્તિશાળી દેશોનો પણ આ માટે સંપર્ક કરવામાં આવ્યો છે. રિપોર્ટ્સમાં જણાવ્યા પ્રમાણે ફ્રિજને 6 કલાક સુધી 50 ડિગ્રી તાપમાન સુધી રાખવામાં આવ્યા હતા, જે બાદ કેટલાક ફ્રિજમાં આગની ઘટના સામે આવી હતી. ફ્રાન્સની સાયબર સિક્યોરિટી એજન્સી ANSSI આ અંગે તપાસ કરી રહી છે.

હેકર્સે ફ્રાન્સના 6 સુપરમાર્કેટ પર હલ્લાબોલ કર્યો હતો, જેમાં કેરેફોર, મોનોપ્રિક્સ, ઓચન, ઈંટરમાર્ચે, ઈ-લેકલર્કનો સમાવેશ થાય છે. ઈ-લેક્લર્ક ફ્રાન્સની સૌથી મોટી સુપરમાર્કેટ કંપની ગણાય છે.  આ કંપનીમાં પણ ફ્રિજને એકસાથે નિશાન બનાવવામાં આવ્યા હતા.

હેકરોએ સૌપ્રથમ તો સુપરમાર્કેટ્સની સિસ્ટમને હેક કરી હતી અને રેફ્રિજરેટરની સિસ્ટમને જબરજસ્તીથી ડિફ્રોસ્ટ કરી હતી. જેના કારણે ફ્રિજનું તાપમાન અચાનકથી વધવા લાગ્યુ હતુ. હેકર્સે ફ્રિજને ટાર્ગેટ કરી ઓવન બનાવી દીધા હતા. સુપરમાર્કેટ કંપનીના અધિકારીઓના પ્રયાસ છતાં પણ 6 કલાક સુધી ફ્રિજ હેકર્સના નિયંત્રણ હેઠળ હતા. જ્યારે સ્થિતિ સામાન્ય થઈ ત્યારે સંચાલકોએ ફ્રિજનો તમામ સામાન ફેંકવો પડે તેવી સ્થિતિ ઉભી થઈ હતી.

ડેન્માર્કની કંપની ડેનફોર્સે જણાવ્યુ હતુ કે જેટલા પણ ફ્રિજ હેક કરવામાં સફળતા મળી હતી તે તમામ જૂના ફર્મવેર પર કામ કરી રહ્યા હતા, કંપની દ્વારા એ પણ જણાવવામાં આવ્યુ હતુ કે થોડા સમય પહેલા જ આ અંગે એલર્ટ પણ આપવામાં આવ્યુ હતુ.

Join WhatsApp

Join Now

Leave a Comment