નાસિકમાં કુંભમેળા પહેલા ચોંકાવનારો રિપોર્ટ, પાણીમાં કેન્સરના તત્વો

Nasik Cancer causing water: મહારાષ્ટ્રના નાસિકમાં આવતા વર્ષે ઓગસ્ટ 2027માં કુંભ મેળો યોજાવા જઈ રહ્યો છે. ત્યારે કુંભ મેળાના સ્થળ નજીકના અંબાડ ગામેથી ચોંકાવનારી બાબત સામે આવી છે. ઔદ્યોગિક વિસ્તાર અંબાડ ગામ નજીક ભૂગર્ભજળમાં કેન્સર સાથે સંકળાયેલુ ઝેરી તત્વ ક્રોમિયમ-6 મળી આવ્યુ છે.

એક લેબમાં પાણીના નમૂનાની તપાસ દરમિયાન ક્રોમિયમ-6નું પ્રમાણ 50.3 મિલિગ્રામ પ્રતિલિટર જોવા મળ્યુ હતુ. જે પીવાના પાણી માટે નિર્ધારિત 0.05 મિલિગ્રામ પ્રતિ લિટરની મર્યાદા કરતા એક હજાર ગણુ વધારે છે. નદીઓ અને સંગઠન માટે કરવામાં આવેલી તપાસના પરિણામોએ લોકોના સ્વાસ્થ્ય અને ગોદાવરી નદીમાં સ્નાન કરવા અંગે લોકોમાં ચિંતા વધારી દીધી છે. સંગઠને દૂષિત નાળા અને ગોદાવરીના પાણીની તપાસ કરાવવાની માંગ કરી છે.

સાઉથ એશિયા નેટવર્ક ઓન ડેમ્સ, રિવર્સ એન્ડ પીપલ દ્વારા તપાસ કરવામાં આવી હતી, જેનો રિપોર્ટ ખામીયુક્ત જણાયો હતો. SANDRP ના રિપોર્ટ પ્રમાણે સ્થાનિક લોકોને ત્વચા અને સ્વાસ્થ્ય સાથે જોડાયેલી કેટલીક સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. SANDRP દ્વારા એ પણ ચેતાવણી આપવામાં આવી છે કે નદીનો આ હિસ્સો એ ઘાટમાંથી જ નીકળે છે જ્યાં આવતા વર્ષે ઓગસ્ટ 2027માં કુંભમેળાનું આયોજન થવા જઈ રહ્યુ છે. એ સમયે ત્યાં એકઠા થનારા લોકો અને સ્થાનિકોના સ્વાસ્થ્યને લઈને પણ ચિંતા વ્યક્ત કરી છે.

પાણીમાં જોવા મળેલા ક્રોમિયમ-6નો સ્ત્રોત અંબાડ મહારાષ્ટ્ર ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન ઝોનમાં સ્થિત ઈલેક્ટ્રોપ્લેટિંગ, મેટલ ફિનિશિંગ, પેઈન્ટ અને અન્ય ઉદ્યોગો હોઈ શકે છે. SANDRP દ્વારા એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે નાસિક નગર નિગમ દ્વારા પાણીની યોગ્ય વિતરણ વ્યવસ્થા ન હોવાથી આ વિસ્તારના સ્થાનિકોને દૂષિત પાણી પીવુ પડે તેવી સ્થિતિ ઉભી થાય છે, જેના કારણે સ્થાનિકોને કેટલીક ગંભીર ચામડીના રોગ થવાની પણ ભીતિ સેવાઈ રહી છે.

SANDRP ના રિપોર્ટ બાદ મહારાષ્ટ્ર પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે 30 સપ્ટેમ્બરે એક કંપનીને કારણ દર્શક નોટિસ ફટકારી છે. SANDRP એ એવો પણ આરોપ લગાવ્યો છે કે MPCB એ ન તો પાણીના નમૂના લેવાની તસ્દી લીધી કે ના તો સ્થાનિકોને આ અંગે કોઈ પણ પ્રકારની જાણકારી આપી છે.

Join WhatsApp

Join Now

Leave a Comment