Flydubai નો મોટો નિર્ણય, ઈઝરાયલની તમામ ફ્લાઈટ સસ્પેન્ડ કરી

Flydubai Israel Flights Suspended : ફ્લાયદુબઈએ 30 સપ્ટેમ્બરની ઘટના બાદ મોટો નિર્ણય લીધો છે. FZ1073 ફ્લાઈટમાં થયેલી ગઈ કાલની ઘટના બાદ ઈઝરાયલ જતી ફ્લાઈટની આવન-જાવન પર અનિશ્ચિત કાળ સુધી રોક લગાવવામાં આવી છે. ગઈ કાલે કોકપિટમાં પાયલટ વચ્ચે થયેલા વિવાદના કારણે ફ્લાઈટે સાઉદી અરેબિયામાં ઈમરજન્સી લેન્ડિંગ કર્યુ હતુ. ફ્લાઈટ હવામાં હતી ત્યારે અચાનક પાયલટ વચ્ચેના ઘર્ષણના કારણે કેટલાક સમય માટે ઈમરજન્સી સિગ્નલ્સ પણ મોકલવામાં આવ્યા હતા. જેમાં હાઈજેકિંગ સાથે જોડાયેલા સિગ્નલ પણ મોકલવામાં આવ્યા હતા.

ફ્લાયદુબઈની ફ્લાઈટમાં ગઈ કાલે થયેલ ઘટના અંગે તપાસ એજન્સીઓએ તપાસ શરૂ કરી છે. તપાસ પૂરી ન થાય અને તથ્ય સામે ન આવી જાય ત્યાં સુધી ફ્લાયદુબઈએ ઈઝરાયલની તમામ ફ્લાઈટો અનિશ્ચિત કાળ સુધી સ્થગિત કરી દીધી છે. કંપની મુસાફરો, ક્રુ મેમ્બર્સની સુરક્ષાને પ્રધાન્ય આપતી હોવાથી આ નિર્ણય લેવાયો છે.

ફ્લાયદુબઈ દુબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટથી તેલ-અવિવના બેન ગુરિયન એરપોર્ટ સુધી દરરોજની 10 ફ્લાઈટનું સંચાલન કરતુ હતુ. કંપનીએ જણાવ્યુ હતુ કે તે તમામ તથ્યોની તપાસ કરી રહી છે, ઘટના શા કારણે બની તે માટે તપાસ એજન્સીઓને પૂરતો સહયોગ પણ આપી રહી છે. જેમ જેમ તપાસ એજન્સીઓ પાસેથી વિગત આવશે તેમ ઉડાનો અંગે નિર્ણય લેવામાં આવશે. ફ્લાયદુબઈએ ગઈ કાલની ઘટનાને લઈ યાત્રીઓ પાસેથી માફી પણ માંગી છે.

ઈઝરાયલની તમામ ફ્લાઈટના પાયલટની તપાસ કરવામાં આવશે. કોકપિટમાં પાયલટ દ્વારા છરી વડે કરાયેલા જીવલેણ હુમલા બાદ સુરક્ષા વ્યવસ્થા અંગે સઘન નિર્ણયો લેવામાં આવ્યા છે. ઈઝરાયલના પ્રધાનમંત્રી નેતન્યાહુએ માહિતી આપી હતી કે ઘાયલ પાયલટ ભારતના નાગરિક કેપ્ટન સ્મિત મચ્છર છે. સાઉદી અધિકારીઓએ કો-પાયલટની ધરપકડ કરી દીધી છે અને હવેથી તમામ ફ્લાઈટના પાયલટની ઝીણવટભરી તપાસ કરવામાં આવશે.

ભારતીય પાયલટ કેપ્ટન સ્મિત મચ્છરની બહાદૂરીના કારણે સમગ્ર વિશ્વના નેતાઓ કેપ્ટનને સલામ કરી રહ્યા છે. ભારતીય હીરોએ ઘાયલ હોવા છતાં પણ હવામાં રહેલા 170થી વધુ મુસાફરોની જાન બચાવી હતી અને સફળતા પૂર્વક સાઉદી અરેબિયામાં ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ કર્યુ હતુ. અમેરિકી રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પે ભારતીય પાયલટ કેપ્ટન સ્મિત મચ્છરની તારીફ કરી છે, ટ્રમ્પે કહ્યુ કે કો-પાયલટે છરીથી હુમલો કર્યો હતો અને ગંભીરરૂપે ઘાયલ હોવા છતાં પણ કૉકપિટનો દરવાજો ખોલીને ક્રુ મેમ્બર્સને તાત્કાલિક બોલાવીને હુમલાખોર કો-પાયલટ પર કાબૂ મેળવ્યો, સાથે જ કેટલાક યાત્રીઓએ કૉકપિટમાં આવીને પાયલટને સંતુલન જાળવવામાં મદદ કરી હતી. ટ્રમ્પે કહ્યુ હતુ, કે મુસાફરોમાં એક પ્લમ્બર હતા, તેમણે સમગ્ર પરિસ્થિતિનો તાગ મેળવીને ફ્લાઈટ પર સંતુલન મેળવ્યુ હતુ અને પ્લેનને ક્રેશ થતાં બચાવ્યુ હતુ. કેપ્ટન સ્મિત મચ્છરની બહાદૂરીના કારણે દુનિયાભરમાંથી તેમને પ્રશંસાઓનો વરસાદ થઈ રહ્યો છે.

તો વળી કેપ્ટન સ્મિત મચ્છરે એકાદ વર્ષ અગાઉ એક ઈન્ટરવ્યુ દરમિયાન જણાવ્યુ હતુ, કે ફ્લાઈટમાં અચાનક કોઈ વિપત્તિ આવી પડે કે ઈમરજન્સી સર્જાય તો ફ્લાઈટને કઈ રીતે કાબૂમાં લઈ શકાય. તેમનું આ નિવેદન 30 સપ્ટેમ્બર, ગઈ કાલની ઘટના બાદ વાયરલ થઈ રહ્યુ છે. કેપ્ટન સ્મિત મચ્છરે કહ્યુ હતુ કે જો ફ્લાઈટમાં ડૉક્ટર હોય તો ખૂબ મદદ મળી રહે છે. ફ્લાઈટમાં ઈમરજન્સી આવે તો ક્રુની ક્ષમતા વધુ કામમાં આવે છે. ભારતીય કેપ્ટન સ્મિત મચ્છર ગુજરાતી છે. જૂન 2022 માં ડાયરેક્ટ એન્ટ્રી કેપ્ટનના પદ પર ફ્લાયદુબઈ સાથે જોડાયા હતા. આ પહેલા 11 વર્ષ સુધી સ્પાઈસ જેટ સાથે કામ કર્યુ છે.

Join WhatsApp

Join Now

Leave a Comment