ફ્રાન્સ બાદ ઈટાલીમાં પણ હિંસક વિરોધ પ્રદર્શનો, ભારતીયો માટે ગાઈડલાઈન્સ જાહેર

Italy demonstrations safety advisory: વધતી મોંઘવારી, કથળતી જાહેર સેવાઓ અને જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓના બેકાબુ ભાવને લઈને ફ્રાન્સ બાદ ઈટાલીની જનતા પણ રોષે ભરાઈ છે. ફ્રાન્સ બાદ ઈટાલીમાં પણ હિંસક વિરોધ પ્રદર્શનો શરૂ થયા છે. ઈટાલીની મિલાન સહિત અનેક મોટા શહેરોમાં વિરોધ પ્રદર્શનો શરૂ થયા છે. દેખાવકારો અને પોલીસ વચ્ચે ઘર્ષણ, હિંસક અથડામણો, દુકાનોમાં તોડફોડ અને જાહેર સંપત્તિઓને નુકસાન પહોંચાડવામાં આવ્યુ છે. ઈટાલીમાં આ પ્રકારના વિરોધ પ્રદર્શન બાદ ઈટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોની તાત્કાલિક એક્શનમાં આવી ગયા છે. વડાપ્રધાને તાત્કાલિક અધિકારીઓ અને મંત્રીઓની હાઈ લેવલની બેઠક બોલાવી હતી.

મિલાનમાં ફાટી નીકળેલા તોફાનોને લઈને પોલીસે કડક કાર્યવાહી કરી છે. પોલીસે 271 યુવાનોને કસ્ટડીમાં લીધા છે. અટકાયતમાં લેવાયેલા લોકોમાંથી 32 ની સત્તાવાર રીતે ધરપકડ કરવામાં આવી છે. ધરપકડ કરાયેલામાં 23 સગીરો અને 13 વિદેશી નાગરિકોનો પણ સમાવેશ થાય છે. અન્ય 28 લોકો સામે કાયદેસરની તપાસનો રિપોર્ટ તૈયાર કરવાની સૂચના આપવામાં આવી છે.

ઈટાલીના પ્રખ્યાત શહેર મિલાનમાં નકાબકોશ દેખાવકારો રસ્તા પર ઉતરીને ઉત્પાત મચાવ્યો છે. તોફાની તત્વોએ આગ લગાવી હતી, દુકાનોમાં તોડફોડ કરી હતી. અનિયંત્રિત ટોળાને કાબુમાં લેવા માટે પોલીસે કડક કાર્યવાહી કરી છે અને ટિયર ગેસના સેલ છોડવા પડ્યા હતા. પોલીસે ભીડને વિખેરવા માટે વોટર કેનનનો પણ ઉપયોગ કરવાની ફરજ પડી હતી.

ઈટાલીમાં વણસતી જતી સ્થિતિને ધ્યાનમાં રાખીને ભારતીય દૂતાવાસે ભારતીયો માટે ખાસ એડવાઈઝરી બહાર પાડી હતી. નાગરિકોને સતર્ક રહેવા, ભીડભાડવાળા વિસ્તારોથી દૂર રહેવા માટે સૂચના આપવામાં આવી છે. વિરોધ પ્રદર્શનોથી દૂર રહેવા અને સ્થાનિક સમાચારોથી ખુદને જાગૃત રાખવા અને સતત નજર રાખવા માટે અપીલ કરવામાં આવી છે. રોમ સ્થિત ભારતીય દૂતાવાસે +39 331 614 2085 અને મિલાન સ્થિત ભારતનું કોન્સ્યુલેટ જનરલે +39 388 164 7527 હેલ્પલાઈન નંબર જાહેર કર્યો છે. દૂતાવાસે ભારપૂર્વક જણાવ્યું છે કે કોઈપણ મુશ્કેલીના સમયે ભારતીય નાગરિકોએ સ્થાનિક પ્રશાસનના નિયમોનું પાલન કરવું અને સીધો સંપર્ક સાધવો. સમગ્ર યુરોપના દેશોમાં જીવનજરૂરી ચીજવસ્તુઓના વધતા ભાવો અને સામાન્ય જનતા પર વધી રહેલા આર્થિક બોજને પગલે સરકારો સામે મોટો જનાક્રોશ જોવા મળી રહ્યો છે.

Join WhatsApp

Join Now

Leave a Comment