પાકિસ્તાનના ખૈબર પખ્તૂનખ્વામાં બોમ્બ બ્લાસ્ટ – 10થી વધુના મોત

પાકિસ્તાનમાં ખૈબર પખ્તૂનખ્વા વિસ્તારમાં શુક્રવારની નમાઝ દરમિયાન આત્મઘાતી હુમલો થયો હતો. જેમાં 15 થી વધુના મોત થયા છે. કૌહાટ જિલ્લામાં શુક્રવારની નમાઝ દરમિયાન આ ઘટના બની છે.

આત્મઘાતી હુમલામાં પોલીસકર્મીઓ સહિત સ્થાનિકોના મોત

શુક્રવારની નમાઝ પઢવા મસ્જિદમાં આવેલા લોકોનું આત્મઘાતી હુમલામાં મોત થયુ છે. મસ્જિદ પાસે એવો જોરદાર વિસ્ફોટ થયો હતો, કે જેમાં મસ્જિદનો બહારનો ભાગ સંપૂર્ણપણે તૂટી ગયો છે. તો મસ્જિદમાં નમાઝ પઢી રહેલા 50 થી વધુ લોકોમાં 15થી વધુના મોત થયા છે અને કેટલાય લોકો ઘાયલ થયા છે. ઘાયલોની વધતી સંખ્યાને જોતા હોસ્પિટલોમાં ઈમરજન્સી જાહેર કરવાની ફરજ પડી છે. પ્રાથમિક માહિતી એ પ્રકારની મળી રહી છે, કે વિસ્ફટકો ભરેલી ગાડી જૂની પોલીસ લાઈનના ગેટ સાથે ધડાકાભેર ટકરાઈ હતી અને જે બાદ વિસ્ફોટ થયો હતો.

વિસ્ફોટ પાછળ કોનો હાથ છે તે સ્પષ્ટ નહી

વિસ્ફોટક ભરેલી ગાડી ધડાકાભેર અથડાયા બાદ કેટલાક લોકોના મોતના અહેવાલ સામે આવી રહ્યા છે. પરંતુ વિસ્ફોટ કોણે કર્યો છે તે અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટતા થઈ નથી. વિસ્ફોટ કેવી રીતે થયો અને કોઈ આતંકવાદી સંગઠન દ્વારા કરવામાં આવ્યો છે તે અંગે પણ કોઈ ઠોસ જાણકારી મળી નથી. પોલીસ અને સુરક્ષા એજન્સીઓ આ આત્મઘાતી હુમલા અંગે તપાસ કરવામાં લાગી ગઈ છે.

અગાઉ પણ થયા છે હુમલા

ખેબર પખ્તૂનખ્વાના કોહાટ પ્રાંતમાં અગાઉ પણ હુમલા થયા છે. જેમાં સૌથી મોટો હુમલો 2010માં થયો હતો, આ હુમલામાં 20 લોકોના મોત થયા હતા. જ્યારે 90 થી વધુ લોકો ઘાયલ થયા હતા. મૃતકોમાં મોટા ભાગે પોલીસ કર્મચારી અને તેમના પરિવારજનો હતા.

વડાપ્રધાન શાહબાઝ શરીફે ઘટનાની નિંદા કરી

પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે કોહાટ પોલીસ લાઇન્સમાં થયેલા બ્લાસ્ટની નિંદા કરી છે. સંબંધિત અધિકારીઓ પાસેથી બ્લાસ્ટના સ્વરૂપ અને તેના કારણો અંગે રિપોર્ટ પણ માગ્યો છે. રાહત અને બચાવ કામગીરી ઝડપી કરવાની સાથે અસરગ્રસ્ત લોકોને તમામ શક્ય મદદ પૂરી પાડવાનો નિર્દેશ આપ્યો.

વર્ષ 2026માં પાકિસ્તાનમાં 6 થી વધુ આત્મઘાતી હુમલા અલગ અલગ વિસ્તારોમાં થયા છે. ખૈબર પખ્તૂનખ્વામાં વર્ષ 2026માં અત્યાર સુધી ત્રણ હુમલા થયા, જેમાં 41 લોકોના મોત થયા છે. તો આ વર્ષે બલૂચિસ્તાનમાં પણ મોટો આત્મઘાતી હુમલો બલોચ લિબરેશન આર્મી દ્વારા કરવામાં આવ્યો હતો, તેમાં 33 ના મોત થયા હતા.

Join WhatsApp

Join Now

Leave a Comment